સલમાનની ઇચ્છા હતી કે, તેની પાસે પાછી આવે ઐશ્વર્યા...

Posted By:
Subscribe to Oneindia News

સલમાન ખાન, ઐશ્વર્યા રાય બચ્ચન અને અજય દેવગણ સ્ટારર ફિલ્મ 'હમ દિલ દે ચૂકે સનમ'ને 18 જૂનના રોજ 18 વર્ષ પૂર્ણ થયા. આ ફિલ્મ તેની વાર્તા સિવાય સલમાન અને ઐશ્વર્યાની લવ સ્ટોરીને કારણે પણ ખૂબ યાદગાર બની ગઇ. આ ફિલ્મ બાદ સલમાન અને ઐશ્વર્યા ક્યારેય કોઇ ફિલ્મમાં સાથે જોવા ન મળ્યાં.

સલમાન ખાન અને ઐશ્વર્યા રાય

સલમાન ખાન અને ઐશ્વર્યા રાય

'હમ દિલ દે ચૂકે સનમ'ના શૂટિંગ દરમિયાન જ સલમાન ખાન અને ઐશ્વર્યા રાય એકબીજાના પ્રેમમાં પડ્યા હતા. આ ફિલ્મ પૂર્ણ થતાંની સાથે જ સંજય લીલા ભણસાલીએ સલમાન-એશને લઇને 'બાજીરાવ મસ્તાની' બનાવવાનું નક્કી કરી લીધું હતું. જો કે, સલમાન અને એશનું બ્રેકઅપ થઇ જતાં ફિલ્મ માળિયે ચડી ગઇ. આખરે વર્ષો બાદ સંજયે દીપિકા અને રણવીરને લઇને આ ફિલ્મ બનાવી.

સલમાનનો એશ પ્રત્યેનો પ્રેમ

સલમાનનો એશ પ્રત્યેનો પ્રેમ

TOIના અહેવાલ અનુસાર, 'હમ દિલ દે ચૂકે સનમ'ના શૂટિંગ સમયે સલમાન એશના ગળાડૂબ પ્રેમમાં હતા. તે નહોતા ઇચ્છતા કે ફિલ્મના એન્ડિંગમાં એશ અજય દેવગણ પાસે પાછી જાય. તેમણે સંજય લીલા ભણસાલીને ફિલ્મનું એન્ડિંગ બદલવા માટે રિક્વેસ્ટ પણ કરી હતી.

ક્લામેક્સ સિન

ક્લામેક્સ સિન

ઉલ્લેખનીય છે કે, આ ફિલ્મમાં એશ અને સલમાન લવર્સ અને અજય દેવગણ એશના પતિના રોલમાં જોવા મળ્યા હતા. ફિલ્મના ક્લાઇમેક્સમાં એશ સલમાનને છોડીને અજય દેવગણ પાસે જતી રહે છે. સલમાન ખાનને આ વાત પસંદ નહોતી પડી. તે ઇચ્છતા હતા કે, ફિલ્મમાં તેમની અને એશની લવ સ્ટોરી કમ્પલિટ થતી બતાવવામાં આવે.

કારણ હતો સલમાનનો પ્રેમ

કારણ હતો સલમાનનો પ્રેમ

કહેવાઇ રહ્યું છે કે, સલમાન ત્યારે એશના પ્રેમમાં એટલા પાગલ હતા કે, તે ફિલ્મમાં પણ એશને કોઇ અન્ય વ્યક્તિ સાથે જવા દેવા નહોતા માંગતા અને આ કારણે જ તેમણે ક્લાઇમેક્સ બદલવાની ડિમાન્ડ કરી હતી. સંજય લીલા ભણસાલી આ વાત માટે રાજી ન થતાં સલમાને પોતાના મિત્ર સૂરજ બડજાત્યાને સંજય સાથે વાત કરવા જણાવ્યું હતું.

સંજય લીલા ભણસાલીએ ન માની વાત

સંજય લીલા ભણસાલીએ ન માની વાત

જો કે, ડાયરેક્ટર સંજય લીલા ભણસાલી પોતાની વાતમાંથી ટસના મસ નહોતા થયા. તેમણે સલમાન અને સૂરજ બડજાત્યા બંન્નેની વાત અવગણી હતી અને ક્લાઇમેક્સમાં કોઇ ફેરફાર નહોતો કર્યો.

કરીનાને ઓફર થઇ હતી ફિલ્મ

કરીનાને ઓફર થઇ હતી ફિલ્મ

જી હા, આ ફિલ્મ સૌ પ્રથમ કરીનાને ઓફર થઇ હતી, પરંતુ તેણે ના પાડતાં એશનું નામ ફાઇનલ કરવામાં આવ્યું. કહેવાય છે કે, એક વાર જ્યારે સંજય અને એશ મળ્યાં ત્યારે એશે તેમને કહ્યું હતું કે, તેને સંજયની ફિલ્મ 'ખામોશી' ખૂબ પસંદ છે. ત્યારે એશની એક્સપ્રેસિવ આંખો જોઇને સંજયે નક્કી કર્યું હતું કે, તે એશને પોતાની ફિલ્મમાં કાસ્ટ કરશે.

સલમાનનો રોલ

સલમાનનો રોલ

આ ફિલ્મમાં સલમાન ખાનને આકાશ સામે જોઇ પોતાના પિતા સાથે વાત કરતા બતાવવામાં આવ્યા છે. આ સિન ખરેખર સંજય લીલા ભણસાલીની લાઇફ પરથી ઇન્સપાયર્ડ છે. સલમાન, એશ અને અજય દેવગણ સ્ટારર આ ફિલ્મનું મ્યૂઝિક પણ લાજવાબ હતું. આ મ્યૂઝિક આલ્બમ પૂર્ણ થવામાં બે વર્ષનો સમય લાગ્યો હતો.

English summary
Aishwarya Rai Bachchans ex boyfriend Salman Khan wanted to re-unite with her. He tried really hard for it.
Please Wait while comments are loading...