...જ્યારે ગભરાઈ ગયાં દબંગ સલમાન ખાન
મુંબઈ, 17 ફેબ્રુઆરી : ફિલ્મ અભિનેતા સલમાન ખાન પોતાના મશ્કરીભર્યા અંદાજ માટે ખૂબ જાણીતાં છે. સ્ટાર ગિલ્ડ ઍવૉર્ડ-2013 સમારંભની યજમાની અગાઉ તેઓ ખૂબ ગભરાયેલાં હતાં. શનિવાર રાત્રે સમ્પન્ન થયેલ આ કાર્યક્રમ દરમિયાન સલમાન ખાને પત્રકારોને જણાવ્યું - દરેક વ્યક્તિ જ્યારે પહેલી વાર કોઈ કામ કરે છે, તો તેને ગભરામણ અનુભવાય છે. હું પણ આ દરમિયાન ખૂબ ગભરાઈ ગયો હતો, પરંતુ મેં પણ વિચાર્યું કે ચાલો, આ પ્રકારના સમારંભોની યજમાની કરતી વખતે કેવું અનુભવાય છે, તે જોઇએ તો ખરા.

તેમણે જણાવ્યું કે યજમાની કરવી ખૂબ મુશ્કેલ કામ છે. આપે ઘણું બધું યાદ રાખવું પડે છે. લોકોની વાતો ધ્યાનથી સાંભળવી પડે છે. સમારંભના આકર્ષણ સલમાન સમગ્ર કાર્યક્રમ દરમિયાન પોતાના અંદાજમાં નજરે પડ્યાં અને પોતાની અદાઓથી લોકોના દિલ જીતી લીધાં.
મુંબઈના યશરાજ સ્ટુડિયો ખાતે યોજાયેલ ધ રિનૉલ્ટ સ્ટાર ગિલ્ડ ઍવૉર્ડ્સ સમારંભમાં સલમાનની સ્ટાઇલના અભિનેતા અરશદ વારસીએ પણ ટ્વિટર ઉપર વખાણ કર્યાં છે. અરશદે લખ્યું છે - સલમાન સાથે વાત કરવી હંમેશા આનંદદાયક હોય છે. સમારંભ દરમિયાન સલમાન સાથે વીતાવાયેલ સમય શાનદાર રહ્યો.












Click it and Unblock the Notifications
