મેંટલમાં 200 ડાન્સરો સાથે એન્ટ્રી કરશે સલમાન
મુંબઈ, 6 જૂન : પોતાના જુદા જ અંદાજ માટે જાણીતાં ફિલ્મ અભિનેતા સલમાન ખાન પોતાની આવનાર ફિલ્મ મેંટલમાં 200 ડાન્સરો સાથે ડાન્સ કરતાં દેખાશે.

જાણવા મળતી માહિતી મુજબ આ ગીત સાથે જ ફિલ્મમાં સલમાનની એન્ટ્રી થશે. માટે સલમાનના ક્રેઝને ધ્યાનમાં રાખી તેમના ભાઈ સોહેલ ખાને આ ગીતમાં સલમાનને ખૂબ જ ગ્લૅમરસ અંદાજમાં શૂટ કરી રહ્યાં છે.
મેંટલ ફિલ્મના નિર્માતા અને દિગ્દર્શક સોહેલ ખાન છે. ફિલ્મમાં સલમાન ખાન ઉપરાંત ડેઝી શાહ, તબ્બુ, અશ્મિત પટેલ તથા બિગ બૉસથી પ્રસિદ્ધ થયેલ તેમજ તાજેતરમાં અપહરણ કેસમાં ચર્ચિત થયેલ સના ખાન પણ છે. કહે છે કે ફિલ્મમાં મુખ્ય વિલન ડૅની છે કે જેઓ લાંબા સમય બાદ બૉલીવુડમાં ફિલ્મમાં કામ કરી રહ્યાં છે. મેંટલ ફિલ્મ 24મી જાન્યુઆરી, 2014ના રોજ રિલીઝ થવાની શક્યતા છે.












Click it and Unblock the Notifications
