Teaser: શાહરૂખના જન્મદિવસે સૌએ કર્યું Wish, શાહરૂખે આપી "ફેન"ની ગીફ્ટ

આજે 2 નવેમ્બર 2015, બોલીવુડ કીંગ ખાન શાહરૂખ આજે પોતાનો 50મો જન્મદિવસ મનાવી રહ્યાં છે. આ અવસરે તેમના ફેન્સમાં જબરજસ્ત ઉત્સાહ છે. તો બોલીવુડ જગતના સિતારાઓ પણ તેમને જન્મદિવસની શુભકામનાઓ પાઠવી રહ્યાં છે. સલમાન ખાને એક ઇન્ટરવ્યુમાં શાહરૂખ ખાનને બર્થ ડેની શુભકામનાઓ પાઠવી હતી. સલમાને ઇન્ટરવ્યું દરમ્યાન કહ્યું હતુ કે "અમે ખુબ સારા મિત્રો છીએ, જન્મદિવસ પર શાહરૂખને તેમણે શુભકામનાઓ પાઠવી હતી અને શાહરૂખ તેમજ તેમનો પરિવાર ખુશ રહે તેવી પ્રાર્થના પણ કરી હતી"

વધુમાં વાત કરતા સલમાને જણાવ્યુ હતુ કે અમે બધાએ એકસાથે જ બોલીવુડમાં ડગ માંડ્યા હતા. પહેલા આમિરે ડેબ્યુ કર્યું, ત્યારબાદ મેં, પછી અજય અને છેલ્લે શાહરૂખ ખાને એન્ટ્રી કરી હતી. તેમણે કહ્યું હતુ કે હું આશા રાખુ છું કે તેમના બાળકો તેમના નામને નવી ઉંચાઇ પર લઇ જાય.

શાહરૂખ ખાને વર્ષ 1992માં દિવાના ફિલ્મથી ડેબ્યુ કર્યુ હતુ. આ સમય એ હતો કે જ્યારે સલમાન ખાન, આમિર ખાન અને અજયએ રીજેક્ટ કરેલા રોલ્સના કારણે શાહરૂખની જીંદગી બદલાઇ ગઇ. પરંતુ બાદમાં શાહરૂખે પણ તેમના ઉધાર ચૂકવી દીધા હતા.

શાહરૂખ સારો એક્ટર, પ્રોડ્યૂસર હોવાની સાથે જવાબદાર પિતા છે. શાહરૂખને ત્રણ સંતાન આર્યન, સુહાના અને અબ્રાહમ છે. શાહરૂખ તેમના સંતાનોની દરેક જરૂરિયાતોનું ખાસ ધ્યાન રાખે છે.

શાહરૂખ સાથે ડેબ્યુ કરનાર ઘણી અભિનેત્રીઓની કરીયર પણ આજે બુલંદી પર પહોંચી ગઇ છે. શાહરૂખ બોલીવુડના એવા અભિનેતા છે જેમની ફિલ્મો 100, 200 અને 300 કરોડથી વધુનો બિઝનેસ કરે છે.

આજે જ્યારે બોલીવુડ કિંગ ખાન 50 વર્ષના થઇ ગયા છે, ત્યારે દિલ્હીથી લઇને મુંબઇ સુધી કીંગ ખાનના જીવનની આ સફર કેવી રહી તે અંગે જાણીએ કેટલીક ખાસ વાતો.

જન્મ

જન્મ

શાહરૂખનો જન્મ 2 નવેમ્બર 1965માં રાજધાની દિલ્હીમાં થયો હતો.

બાદશાહ અને કીંગ ખાન

બાદશાહ અને કીંગ ખાન

શાહરૂખ ખાનને બાદશાહ અને કીંગ ખાનના નામે પણ બોલાવવામાં આવે છે.

નાનપણ

નાનપણ

શાહરૂખને નાનપણથી જ એક્ટીંગમાં રસ હતો. ઘણાં સ્ટેજ પરર્ફોમન્સમાં તેઓ તે જમાનાના એક્ટર્સના અંદાજમાં એક્ટીંગ કરતા અને સરાહના મેળવતા હતા.

શિક્ષણ

શિક્ષણ

દિલ્હીની હંસરાજ કોલેજમાંથી બેચલરની ડિગ્રી લીધા બાદ જામિયા મિલીયા યુનિવર્સીટીમાંથી તેમણે માસ્ટર્સનું શિક્ષણ ચાલુ કર્યું પરંતુ એક્ટીંગની દુનિયામાં પગ મૂક્યા બાદ શિક્ષણ છોડી દીધુ . જો કે શાહરૂખે એક્ટીંગનું શિક્ષણ બેરી જોન એકેડેમીમાંથી લીધુ છે.

ગૌરી છિબ્બર સાથે લગ્ન

ગૌરી છિબ્બર સાથે લગ્ન

શાહરૂખે 6 વર્ષના રીલેશન બાદ ગૌરી છિબ્બરની સાથે 25 ઓક્ટોબર 1991માં લગ્ન કર્યા હતા. શાહરૂખને ત્રણ સંતાન આર્યન, સુહાના અને અબ્રાહમ છે. શાહરૂખે તેના મોટા પુત્ર આર્યનને અભ્યાસ માટે લંડન મોકલી દીધો છે.

ટેલીવુડ

ટેલીવુડ

શાહરૂખે શરૂઆતના સમયમાં સર્કસ અને ફૌજી જેવી ટેલીસિરીયલ્સમાં પણ કામ કર્યું છે. ત્યારબાદ હેમામાલિનીના ડાયરેક્શનમાં બનેલી ફિલ્મ દિલ આશના હૈથી ફિલ્મોમાં એક્ટીંગની શરૂઆત કરી હતી.

ફિલ્મો

ફિલ્મો

શાહરૂખે ડર, બાઝીગર, દિલવાલે દુલ્હનીયા લે જાયેગે, કભી હા કભી ના, કરન અર્જુન, કુછ કુછ હોતા હૈ, કભી ખુશી કભી ગમ, ચક દે, ચેન્નાઇ એક્સપ્રેસ, હેપ્પી ન્યૂ યર, જેવી અનેક સફળ ફિલ્મો આપી છે. તો આગામી સમયમાં દિલવાલે રિલીઝ થઇ રહી છે.

હીરોઇન્સ

હીરોઇન્સ

શાહરૂખની સાથે અનેક હિરોઇન્સે સફળ ડેબ્યુ કર્યા છે. અને આજે તે તમામ હીરોઇન્સ સફળ છે. જેમકે દિપીકા પાદુકોણ ઓમ શાંતિ ઓમ, અનુષ્કા શર્મા રબને બનાદી જોડી, પ્રિટી જીન્ટા દિલ સે, શિલ્પા શેટ્ટી બાજીગર, મહિમા ચૌધરી પરદેશ તો આગામી ફિલ્મ રઇસમાં પાકિસ્તાની હિરોઇન માહિરા ખાન પણ શાહરૂખ સાથે બોલીવુડ એન્ટ્રી કરશે.

ડરના કારણે બદલાઇ કરીયર

ડરના કારણે બદલાઇ કરીયર

ડરનો રોલ પહેલા આમિરખાનને ઓફર કરવામાં આવ્યો હતો, આમિરખાન નેગેટીવ રોલ કરવા માટે તૈયાર ન થયા અને છેવટે આ રોલ શાહરૂખ ખાનને મળ્યો. ફિલ્મ ડર સફળ રહી અને શાહરૂખની કરીયર બદલાઇ ગઈ.

બાઝીગર

બાઝીગર

તો બાઝીગરનો રોલ પણ પહેલા સલમાન ખાનને ઓફર કરવામાં આવ્યો હતો. પરંતુ સલમાને આ ફિલ્મ માટે ના પાડી અને તે રોલ શાહરૂખને મળ્યો. બાઝીગર સફળ રહી હતી.

દિલવાલે

દિલવાલે

આ વર્ષે આગામી સમયમાં શાહરૂખની મોસ્ટ વેઇટેડ ફિલ્મ દિલવાલે રિલીઝ થઇ રહી છે. આ ફિલ્મમાં લાંબા સમય બાદ શાહરૂખ અને કાજોલ એકસાથે જોવા મળી રહ્યાં છે. આ ફિલ્મને લઇને ફેન્સમાં ઘણો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

#FanTeaser

શાહરૂખ ખાને તેમના જન્મદિવસે ફેન્સને ખુબ મોટી ભેટ આપી છે. જી હા, ફેનનું ટીઝર રિલીઝ થઇ ગયુ છે. અને શાહરૂખે આ ટીઝર દ્વારા માત્ર 2 મિનીટ અને 37 સેકન્ડમાં સાબિત કરી દીધુ છેકે લોકો તેમના ફેન્સ શા માટે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X