સલમાન ખાનના ફેન્સને ઝટકો, 'બેટલ ઓફ ગલવાન' એપ્રિલમાં નહીં થાય રિલીઝ, જાણો કારણ

સલમાન ખાનના ચાહકો માટે એક મહત્વપૂર્ણ અપડેટ સામે આવ્યું છે: તેમની આગામી વોર-ડ્રામા ફિલ્મ 'ધ બેટલ ઓફ ગલવાન'ની રિલીઝ ડેટ લંબાઈ શકે છે. આ ફિલ્મ અગાઉ 17 એપ્રિલે રિલીઝ થવાની તૈયારીમાં હતી, પરંતુ હવે નિર્માતાઓ નવી તારીખની જાહેરાત કરે તેવી શક્યતા છે, જેનાથી લાંબા સમયથી રાહ જોઈ રહેલા દર્શકોમાં નિરાશા જોવા મળી શકે છે.

Battle of Galwan

ફિલ્મનું શૂટિંગ હજુ પૂરું થયું ન હોવાથી, કેટલાક દ્રશ્યોના ફરીથી શૂટિંગ અને એડિટિંગનું કામ બાકી છે, જે નિર્દેશક અપૂર્વ લાખિયા ટૂંક સમયમાં શરૂ કરશે. આટલા ઓછા સમયમાં પોસ્ટ-પ્રોડક્શનનું કામ પૂર્ણ કરવું પડકારજનક મનાઈ રહ્યું છે. આ ઉપરાંત, ભારતીય સેના સંબંધિત આ સંવેદનશીલ ફિલ્મ માટે સંરક્ષણ મંત્રાલયની મંજૂરી ફરજિયાત છે, જેમાં સમય લાગી શકે છે.

સલમાન ખાન આ ફિલ્મને લઈને ખૂબ ગંભીર છે અને તેમનું માનવું છે કે દેશભક્તિની ફિલ્મોમાં ઉતાવળ કરવી યોગ્ય નથી. તેમણે પોતાની ટીમને કોઈપણ ભોગે ગુણવત્તા જાળવવા સૂચના આપી છે. જોકે, રિલીઝ ડેટ અંગે કોઈ સત્તાવાર જાહેરાત થઈ નથી, પરંતુ 17 એપ્રિલે ફિલ્મ આવે તે મુશ્કેલ મનાઈ રહ્યું છે. આગામી દિવસોમાં સ્થિતિ સ્પષ્ટ થશે.

અપૂર્વ લાખિયા દ્વારા નિર્દેશિત આ ફિલ્મ 2020ની ગલવાન ઘાટીની અથડામણ પર આધારિત છે, જ્યાં ભારતીય સૈનિકોએ શસ્ત્રો વિના દુશ્મનનો સામનો કર્યો હતો. 'ઈન્ડિયાઝ મોસ્ટ ફીયરલેસ 3' પુસ્તકથી પ્રેરિત આ ફિલ્મમાં સલમાન ખાન એક બહાદુર સૈનિકની ભૂમિકામાં છે, જ્યારે ચિત્રાંગદા સિંહ પણ મહત્વનો અભિનય કરી રહી છે. આ ફિલ્મ ભારતીય જવાનોની વીરતા અને બલિદાનને શ્રદ્ધાંજલિ આપે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X