બપ્પી માટે પ્રચાર કરશે લતા, આશા અને સલમાન!

Google Oneindia Gujarati News

કોલકાતા, 3 એપ્રિલ: પશ્ચિમ બંગાળમાં લોકોને લોકસભા ચૂંટણી માટે થનારા ચૂંટણી પ્રચાર દરમિયાન બોલીવુડની ઘણી હસ્તીઓનો દીદાર કરવા મળશે. જોકે આનો જશ કલાકારોને ઉમેદવાર બનાવનાર દિગ્ગજ રાજનૈતિક નેતાઓને જાય છે.

ભારતીય જનતા પાર્ટીની ટિકિટ પર લોકસભા ચૂંટણી લડી રહેલા જાણીતા સંગીતકાર બપ્પી લહિરી દ્વારા પોતાના ચૂંટણી પ્રચાર અભિયાનમાં સુપરસ્ટાર સલમાન ખાન અને સૂર સામ્રાજ્ઞી લતા મંગેશકર અથવા આશા ભોંસલેને ઉતારે તેવી સંભાવના છે.

'ડિસ્કો' કિંગ લહિરીએ હુગલી જિલ્લામાં સ્થિત પોતાના ચૂંટણી વિસ્તાર શ્રીરામપુરને એક પ્રવાસન વિસ્તાર તરીકે વિકસાવવાની જાહેરાત કરી છે. આ વિસ્તારને હવે બોલીવુડની ચમક-દમક જોવાની પણ તક મળશે.

લહિરીના પ્રચાર અભિયાનની આયોજક કૃષ્ણા ભટ્ટાચાર્ય અનુસાર સલમાને પોતાની સહમતી આપી દીધી છે. ભટ્ટાચાર્યએ જણાવ્યું કે 'બપ્પી દાએ જણાવ્યું કે સલમાને તેમને વિશ્વાસ અપાવ્યો છે કે તેઓ ચોક્કસ આવશે. પરંતુ કંઇપણ પાક્કુ નથી. લગભગ લતાજી અથવા આશા પણ આવે.' લહિરીનું સલમાન અને હૃતિક રોશન જેવા બોલીવુડના નામચીન કલાકારો સાથે નજીકનો સંબંધ છે.

વધુ માહિતી જુઓ તસવીરોમાં...

સલમાન ખાન

સલમાન ખાન

સલમાન ખાને બપ્પી લહિરીને એવું અાશ્વાસન આપ્યું છે કે તેેઓ તેમના મત વિસ્તારમાં પ્રચાર માટે આવશે. સલમાન ખાનનું માનવું છે કે તેઓ કોઇ પાર્ટીને સપોર્ટ નથી કરતા પરંતુ જે નેતા તેમને સારો લાગે છે તેને સપોર્ટ કરે છે. આ પહેલા તેમણે ગુજરાતમાં જઇને મોદીને ગુડ મેન પણ કહ્યા હતા. હમણા તેમણે ઉત્તર મુંબઇથી કોંગ્રેસના સાંસદ ગુરુદાસ કામતના પણ વખાણ કર્યા હતા.

લતા મંગેશકર

લતા મંગેશકર

સૂર સામ્રાજ્ઞી લતા મંગેશકરે હમણા ભાજપના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીને એક કાર્યક્રમમાં વડાપ્રધાન બનવા માટે આશિર્વાદ આપ્યા હતા.

આશા ભોસલે

આશા ભોસલે

બપ્પી લહિરીનુું કહેવું છે કે હજી સુધી કોઇ કાર્યક્રમ નક્કી નથી પરંતુ તેમના ચૂંટણી પ્રચારમાં તલા દીદી અથવા આશા દીદી પણ આવી શકે છે.

બપ્પી લહિરી

બપ્પી લહિરી

ભારતીય જનતા પાર્ટીની ટિકિટ પર લોકસભા ચૂંટણી લડી રહેલા જાણીતા સંગીતકાર અને 'ડિસ્કો' કિંગ બપ્પી લહિરીએ હુગલી જિલ્લામાં સ્થિત પોતાના ચૂંટણી વિસ્તાર શ્રીરામપુરને એક પ્રવાસન વિસ્તાર તરીકે વિકસાવવાની જાહેરાત કરી છે. આ વિસ્તારને હવે બોલીવુડની ચમક-દમક જોવાની પણ તક મળશે.

English summary
Thanks to the star-spangled nominations by top political parties, West Bengal is set to witness a Bollywood extravaganza during the election campaign.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X