સલમાનની ભાણેજ અલિઝાની એડે ચાહકોને દિવાના બનાવ્યા!

અભિનેતા સલમાન ખાનની ભત્રીજી અલિઝા અગ્નિહોત્રીની બોલિવૂડ ડેબ્યૂની લાંબા સમયથી રાહ જોવાઈ રહી છે. પરંતુ હવે તે જ્વેલરીની જાહેરાતમાં દેખાવા જઈ રહી છે. જેની ખૂબ ચર્ચા થઈ રહી છે.

અભિનેતા સલમાન ખાનની ભત્રીજી અલિઝા અગ્નિહોત્રીની બોલિવૂડ ડેબ્યૂની લાંબા સમયથી રાહ જોવાઈ રહી છે. પરંતુ હવે તે જ્વેલરીની જાહેરાતમાં દેખાવા જઈ રહી છે. જેની ખૂબ ચર્ચા થઈ રહી છે. દરેક વ્યક્તિ આ જાહેરાતમાં અલિઝાની સુંદરતાની ચર્ચા કરી રહ્યો છે. અલિઝા અલવીરા અને અતુલ અગ્નિહોત્રીની પુત્રી છે. એવું માનવામાં આવે છે કે તે ટૂંક સમયમાં બોલિવૂડમાં પ્રવેશ કરી શકે છે.

અલિઝાના ફોટો પર તારીફોનો વરસાદ

અલિઝાના ફોટો પર તારીફોનો વરસાદ

જ્વેલરી બ્રાન્ડ દ્વારા ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવેલા વીડિયોમાં, અલિઝાએ જ્વેલરી ફ્લોર કરી હતી. અલિઝાએ આમાં સફેદ પેન્ટ સાથે લીલા રંગનું બ્રાલેટ પહેર્યું છે અને નેચરલ મેકઅપ કર્યો છે. દરેક વ્યક્તિ અલિઝાની આ તસવીરોના વખાણ કરી રહ્યા છે. ફેન્સ સતત કોમેન્ટ કરી રહ્યા છે. ઘણા લોકોએ પોસ્ટ પર હાર્ટ-આઇ ઇમોજી પણ પોસ્ટ કરી છે.

વાયરલ પોસ્ટે ફેન્સને દિવાના બનાવ્યા

વાયરલ પોસ્ટે ફેન્સને દિવાના બનાવ્યા

વીડિયોના કેપ્શનમાં લખ્યું છે કે, છોકરીનો પહેલો જ્વેલરી પીસ સામાન્ય રીતે ઇયરિંગ્સની જોડી હોય છે. જોકે મેં ક્યારેય મારા કાન વીંધ્યા નથી. ઘણા લોકોને આ વિચિત્ર લાગે છે, કારણ કે મોટા ભાગના લોકો માટે કાનની બુટ્ટી પહેરવી સ્વાભાવિક છે, પરંતુ કેટલાક કારણોસર હું ઈચ્છતી ન હતી. જ્વેલરી સાથેનો મારો સંબંધ વર્ષ દર વર્ષ ઘણો બદલાયો છે. તેને બિલકુલ ન પહેરીને પણ હવે હું એ સ્થિતીમાં છુ કે કપડાં પસંદ કરતા પહેલા હું જ્વેલરી પસંદ કરું છું. મારા માટે જ્વેલરીનો અર્થ મારી જાતને નવી રીતે એક્સપ્રેસ કરવાનો છે. હું હંમેશા રિંગ્સ, હાર, પગની ઘૂંટીઓ અને બોડી ચેન સાથે આવું કરતી આવી છું.

ટૂંક સમયમાં ફિલ્મોમાં ડેબ્યૂ કરશે

ટૂંક સમયમાં ફિલ્મોમાં ડેબ્યૂ કરશે

અલિઝાનો આ પહેલો મોડેલિંગ પ્રોજેક્ટ નથી. અગાઉ તેને તેની કાકી સીમા ખાનની બ્રાઇડલ કોઉચર લાઇન માટે મોડેલિંગ કર્યું હતું. 2019 માં કોરિયોગ્રાફર સરોજ ખાને અલિઝાની પ્રશંસા કરી હતી. તેણે કહ્યું હતું કે તે ટૂંક સમયમાં હિરોઈન બનશે. અલિઝાએ સરોજ ખાન પાસેથી 1 વર્ષ ટ્રેનિંગ પણ લીધી છે. થોડા સમય પહેલા અલિઝા અને સની દેઓલના પુત્ર રાજવીર દેઓલ સાથે આવવાના અહેવાલો પણ આવ્યા હતા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X