Pics : ‘કોણ કહે છે જય હો ફ્લૉપ રહી, જરા તમે કમાવી બતાવો 120 કરોડ’

મુંબઈ, 29 માર્ચ : સલમાન ખાનની આ વર્ષે જાન્યુઆરી માસમાં રિલીઝ થયેલી ફિલ્મ જય હોનું બૉક્સ ઑફિસ કલેક્શન જોયા બાદ લોકોનું કહેવુ હતુ કે ફિલ્મ ફ્લૉપ રહી, પણ સલમાન આ વાતને ખોટી ઠેરવતા કહે છે કે જય હો ફિલ્મે બૉક્સ ઑફિસે સરવાળે 120 કરોડની કમાણી કરી છે. આ શું ઓછું છે? જો તેને તમે ફ્લૉપ કહેતા હોવ, તો તે આપની વિચારસરણી છે. સલમાન ખાને એમ પણ કહ્યું કે જય હો ફ્લૉપ નથી, પણ તે એક એવી ફિલ્મ છે કે જેને લોકોએ બહુ પસંદ કરી છે.

નોંધનીય છે કે જય હો ફિલ્મ ગત 26મી જાન્યુઆરીએ રિલીઝ થઈ હતી અને ફિલ્મે પહેલા જ દિવસે બહુ સારૂ કલેક્શન કર્યુ હતું. જોકે બીજા દિવસથી કલેક્શન ઓછુ થતુ ગયુ અને ફિલ્મને ફ્લૉપ ઠેરવી દેવામાં આવી, પણ સલમાન ખાનને મીડિયા દ્વારા જય હોને ફ્લૉપ કહેવુ જરાય ગમ્યુ નહીં. સલમાને કહ્યું - રમતો અને રમતવીરો પર ફિલ્મોનું નિર્માણ કરવા માંગુ છું.

સલમાન ખાને આ વાત તાજેતરમાં ખ્વાબ ફિલ્મના ટ્રેલર લૉન્ચિંગ પ્રસંગે જણાવી. સ્પોર્ટ્સ તથા આપણા દેશના ખેલાડીઓના જીવન પર આધારિત ફિલ્મ છે ખ્વાબ. આ પ્રસંગે ફિલ્મના કલાકારો પણ હાજર રહ્યા હતાં. ચાલો જોઇએ તસવીરો સાથે વધુ વિગતો :

ખ્વાબનું મ્યુઝિક લૉન્ચ

ખ્વાબનું મ્યુઝિક લૉન્ચ

સ્પોર્ટ્સ અને ખેલાડીઓ પર આધારિત ફિલ્મ ખ્વાબનું મ્યુઝિક લૉન્ચ તાજેતરમાં યોજાયું કે જેમાં સલમાન ખાન હાજર રહ્યા હતાં અને મીડિયાના સવાલોના જવાબ આપ્યા હતાં.

કોણ સહારો આપે છે?

કોણ સહારો આપે છે?

મીડિયાએ પ્રશ્ન કર્યો - જ્યારે સલમાન ખાનની ફિલ્મો ફ્લૉપ જાય છે જેમ કે જય હો અને સલમાન ખાન થોડુ માઠુ અનુભવે છે, ત્યારે તેમને કોણ સહારો આપે છે અને તેઓ કોની પાસે જાય છે?

કોણ કહે છે જય હો ફ્લૉપ થઈ

કોણ કહે છે જય હો ફ્લૉપ થઈ

સલમાને જવાબ આપ્યો - ભગવાનની દયાથી હું એવો એક્ટર છું કે જેણે ક્યારેય ફ્લૉપ ફિલ્મો આપી નથી. જ્યાં સુધી જય હોની વાત છે, તો કોણ કહે છે કે જય હો ફ્લૉપ થઈ છે.

તમે કમાવી બતાવો 120 કરોડ

તમે કમાવી બતાવો 120 કરોડ

સલમાને જણાવ્યું - જય હોએ 120 કરોડની કમાણી કરી છે અને આટલા પૈસા કમાવ્યા છતા આપ ફિલ્મને ફ્લૉપ કહેતા હોવ, તો તે આપની વિચારસરણી છે. જરા આપ જ કમાવી બતાવો 120 કરોડ રુપિયા.

ક્યારેય માઠુ નથી લગાડતો

ક્યારેય માઠુ નથી લગાડતો

સલમાન ખાને જણાવ્યું - હું ક્યારેય પોતાના માટે માઠુ નથી અનુભવતો.

અમારા લીધો કોઈનુ ભલુ થાય તો...

અમારા લીધો કોઈનુ ભલુ થાય તો...

સલમાન ખાનનું માનવું છે - જો તેઓ કોઈ નાની ફિલ્મ સાથે જોડાતા ફિલ્મને સારૂં કલેક્શન મળી જાય, તો તેમાં ખોટું શું છે. અનેક વખત નાની ફિલ્મો સારી વાર્તા છતા આવીને જતી રહે છે, તેમને કોઈ પૂછતૂ નથી. એવામાં અમારા જેવા મોટા સ્ટાર્સ જો ફિલ્મ સાથે જોડાય, તો ફિલ્મને એક સારૂં કલેક્શન મળી જાય.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X