સનાની વહારે આવ્યાં સલમાન, નિર્દોષ ગણાવી

મુંબઈ, 25 મે : સલમાન ખાન પોતાની ફિલ્મ મેંટલની નાયિકા સના ખાનના બચાવમાં ઉતર્યાં છે. સલમાન ખાને ટ્વિટ કરી સનાને બિચારા ગણાવી જણાવ્યું કે તેને પબ્લિસિટી સ્ટંટની જરૂર નથી.

salman-sana-mental

સલમાન ખાને સના ખાન સામે થયેલ અપહરણના આરોપો ફગાવતાં ટ્વિટ કર્યું કે સના ખાન હજી તો સફળ પણ નથી થઈ. તેને પબ્લિસિટીની કોઈ જરૂર નથી. સના અંગે જેવી અફવાઓ ફેલાવાય છે, તેવું સનાએ કંઇ કર્યું નથી. સલમાન ખાને મીડિયાની પણ આડુઅવડું લખવા બદલ ટીકા કરી છે.

સલમાન ખાને લખ્યું કે સનાને પૈસા માટે 15 વરસની છોકરીનું અપહરણ કરવાની કોઈ જરૂર નથી અને કોઈ છોકરી કોઈનું અપહરણ કરી પણ કેમ શકે. દર્શકો સના ખાનને બિગ બૉસના ઘરમાં જોઈ ચુક્યાં છે. છતાં તેના વિશે આવી અફવાઓ ફેલાવાઈ છે. સનાના વખાણ કરતાં તેમણે જણાવ્યું કે સના આ ખરાબ સમયમાંથી પસાર થઈ પાક-સાફ થઈ નિકળશે. તેની સામે થયેલ આરોપો ખોટા સાબિત થશે.

નોંધનીય છે કે મેંટલ ફિલ્મના હીરોઇન સના ખાન સામે એક કિશોરીનું અપહરણ કરવાનો આરોપ છે. કહે છે કે ધરપકડના ભયે સના ખાન ફરાર છે. મુંબઈ પોલીસ તેમને શોધી રહી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X