Samantha Ruth Prabhu: સામંથા રુથ પ્રભુએ મુંબઈમાં ખરીદ્યુ આલીશાન ઘર, કિંમત સાંભળીને ઉડી જશે તમારા હોશ

સાઉથની લોકપ્રિય અભિનેત્રી સામંથા રુથ પ્રભુએ મુંબઈમાં પોતાનુ આલીશાન ઘર ખરીદ્યુ છે. જેની કિંમત સાંભળીને ચોક્કસપણે તમારા હોશ ઉડી જશે.

Samantha Ruth Prabhu: સાઉથ ફિલ્મોની લોકપ્રિય અભિનેત્રી સામંથા રુથ પ્રભુની એક પછી એક ફિલ્મો રિલીઝ થઈ રહી છે. હાલમાં સામંથ ફિલ્મ શાકુંતલમના પ્રમોશનમાં લાગેલી છે. તેણે થોડા દિવસો પહેલા જ પોતાની બિમારી વિશે જણાવ્યુ હતુ અને કામમાંથી બ્રેક લઈને ઈલાજ માટે સાઉથ કોરિયા ગઈ હતી. હવે એક વાર ફરીથી સામંથા રુથ પ્રભુ સોશિયલ મીડિયા પર છવાઈ ગઈ છે. જેનુ કારણ તેની બિમારી નહિ પરંતુ તેનુ નવુ આલીશાન ઘર છે.

સામંથાએ મુંબઈમાં ખરીદ્યુ પોતાનુ આલીશાન ઘર

સામંથાએ મુંબઈમાં ખરીદ્યુ પોતાનુ આલીશાન ઘર

તમને જણાવી દઈએ કે સામંથા રૂથ પ્રભુ ટૂંક સમયમાં સાઉથના સુપરસ્ટાર વિજય દેવરાકોંડા સાથે ફિલ્મ 'કુશી'માં જોવા મળશે. આ દરમિયાન, સામંથા રૂથ પ્રભુ પોતાનું આલીશાન ઘર ખરીદવાને કારણે ચર્ચામાં આવી છે. અહેવાલ છે કે અભિનેત્રી સામંથા રૂથ પ્રભુએ મુંબઈમાં એક આલીશાન એપાર્ટમેન્ટ ખરીદ્યુ છે, તેની કિંમત સાંભળીને તમે ચોંકી જશો.

સામંથાએ આટલા કરોડમાં ખરીદ્યુ સી ફેસિંગ અપાર્ટમેન્ટ

સામંથાએ આટલા કરોડમાં ખરીદ્યુ સી ફેસિંગ અપાર્ટમેન્ટ

ફિલ્મ 'પુષ્પા'માં 'ઉં અંટ વાવા' ગીત પર ડાંસ કરીને લોકોના દિલમાં ખાસ જગ્યા બનાવનાર અભિનેત્રી સામંથા રૂથ પ્રભુએ મુંબઈમાં એક લક્ઝુરિયસ સી ફેસિંગ એપાર્ટમેન્ટ ખરીદ્યુ છે. જો કે, સામંથાના આ નવા ઘર વિશે કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી પરંતુ આ એપાર્ટમેન્ટ વિશે એવુ કહેવામાં આવી રહ્યુ છે કે આ મહેલ જેવા ઘર માટે સામંથાએ 15 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે.

3 બેડરુમનુ ઘર છે ખૂબ જ સુંદર

3 બેડરુમનુ ઘર છે ખૂબ જ સુંદર

મીડિયા રિપોર્ટ્સ મુજબ મુંબઈમાં સામંથા રૂથ પ્રભુનુ આ નવુ ઘર ત્રણ બેડરૂમનુ એપાર્ટમેન્ટ છે જે સી ફેસિંગ છે. આ ઘર તેના સુંદર નજારા માટે પ્રખ્યાત છે. તમને જણાવી દઈએ કે સામંથા રૂથ પ્રભુએ પોતાના નવા બૉલિવુડ પ્રોજેક્ટ્સ માટે મુંબઈમાં આ ઘર ખરીદ્યુ છે. તેને હવે થોડો સમય મુંબઈમાં રહેવાનુ છે.

સામંથાના અપકમિંગ પ્રોજેક્ટસ

સામંથાના અપકમિંગ પ્રોજેક્ટસ

તમને જણાવી દઈએ કે સામંથા રૂથ પ્રભુ બૉલીવુડના નવા પ્રોજેક્ટની તૈયારીમાં વ્યસ્ત છે. તે બૉલિવુડ એક્ટર વરુણ ધવન સાથે 'રાજ એન્ડ ડીકે' વેબ સિરીઝમાં જોવા મળશે. અગાઉ તે મનોજ બાજપેયી સાથે વેબ સિરીઝ 'ફેમિલી મેન 2'માં જોવા મળી હતી. આ સિવાય સામંથાની ઘણી સાઉથ ફિલ્મો પણ ટૂંક સમયમાં રિલીઝ થવાની છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X