સામંથા અભિનયમાંથી બ્રેક લઈ અધ્યાત્મ તરફ વળી, બદલ્યો લુક, બિમારીના કારણે થયુ કરોડોનુ નુકશાન

Samantha Ruth Prabhu: સાઉથની લોકપ્રિય અભિનેત્રી સામંથા રૂથ પ્રભુએ તેના લાંબા વાળને અલવિદા કહી દીધું છે. રવિવારે અભિનેત્રીએ ઇન્સ્ટાગ્રામ પર તેના નવા ટૂંકા વાળના લુકથી ચાહકોને ચોંકાવી દીધા.

સામંથાએ ઈન્સ્ટાગ્રામ પર પોતાના નવા હેરકટનો એક વીડિયો શેર કરતાં તેના હેરડ્રેસરને ટેગ કર્યો. જો કે, સામંથાના આ હેરકટને ઘણી પ્રશંસા મળી છે. સોશિયલ મીડિયા પર લોકો તેના નવા હેરકટ પર ઘણી પ્રતિક્રિયા આપી રહ્યા છે.

samantha

એક યુઝરે કહ્યુ - તમે ટૂંકા વાળમાં સુંદર લાગો છો. બીજા એક યુઝરે લખ્યુ - કેટલુ સુંદર. તમને જણાવી દઈએ કે સામંથા હાલમાં અભિનયમાંથી બ્રેક લઈને તેના સ્વાસ્થ્ય પર ધ્યાન આ રહી છે. જ્યારે સામંથાએ બ્રેકની જાહેરાત કરી કે તે અભિનેત્રી તરીકેની સફળ કારકિર્દીમાંથી ટૂંકો વિરામ લેશે ત્યારે તેના નિર્ણયને હકારાત્મક અને નકારાત્મક બંને પ્રતિક્રિયાઓ મળી.

એક્ટિંગ બ્રેક દરમિયાન એક્ટ્રેસ સોશિયલ મીડિયા દ્વારા પોતાના ફેન્સ સાથે કનેક્ટ થઈ રહી છે. તેણે આ સમય દરમિયાનની તેની આધ્યાત્મિક યાત્રા શેર કરી છે અને આ પોસ્ટ્સને ચાહકો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવી છે. હવે અભિનેત્રીએ તેની સવારની દિનચર્યા શેર કરી છે. સામંથા તેના આધ્યાત્મિકતાની નજીક જવા માટે તેના ખાલી સમયનો ઉપયોગ કરી રહી છે.

આ દરમિયાન ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કરવામાં આવ્યો છે, જેમાં તેનો બદલાયેલો લુક જોવા મળી રહ્યો છે. સામંથાએ તેના વાળ ટૂંકા કરી દીધા છે. સમન્થાએ હસીને બીચ પર પોતાની સ્ટાઈલ બતાવી. નોંધનીય છે કે, સામંથા હાલમાં દક્ષિણ ભારતીય સિનેમાની સૌથી સફળ અભિનેત્રીઓમાંની એક છે. આટલા વ્યસ્ત શેડ્યૂલમાં પણ અભિનેત્રી પોતાને માટે થોડો સમય શોધે છે.

ફેન્સથી લઈને સેલિબ્રિટીઝ પણ સામંથાના આ લુકને પસંદ કરી રહ્યા છે. અભિનેત્રી હંસિકા મોટવાણીએ ટિપ્પણી કરી અને લખ્યું, 'હંમેશાની જેમ સુંદર.' પ્રજ્ઞા જયસ્વાલે કહ્યું, 'સુંદર.' સોફી ચૌધરીએ કોમેન્ટ કરી, 'ગોર્જિયસ ગર્લ.' સામંથાના આ લુકને જોઈને ફેન્સ તેને 'ઈન્ડિયન બાર્બી' કહીને બોલાવી રહ્યા છે.

તમને જણાવી દઈએ કે તે ટૂંક સમયમાં જ ફિલ્મ 'કુશી'માં જોવા મળવાની છે, જેમાં તેની સાથે સાઉથના ફેમસ એક્ટર વિજય દેવરકોંડા પણ જોવા મળશે. વળી, સામંથાએ બૉલિવુડ અભિનેતા વરુણ ધવન સાથે તેની આગામી એમેઝોન પ્રાઇમ વીડિયો વેબ સિરીઝ 'સિટાડેલ'નું શૂટિંગ પણ પૂર્ણ કર્યું છે. જો કે સામંથા રૂથ પ્રભુએ પોતે કહ્યું છે કે તે હવે એક વર્ષનો લાંબો બ્રેક લેવા જઈ રહી છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, લાંબા બ્રેકને કારણે અભિનેત્રીને મોટું નુકસાન થયું છે. કથિત રીતે, આ સમગ્ર સમયગાળા દરમિયાન, તેને કરોડો રૂપિયાનું મોટું નુકસાન થયું છે. 'GreatAndhra.com'ના એક રિપોર્ટ અનુસાર, આ બધાને કારણે સામંથાને 12થી 13 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અભિનેત્રી સામંથા રૂથ પ્રભુ એક ફિલ્મ માટે લગભગ 4થી 5 કરોડ રૂપિયા ચાર્જ કરે છે. બીમારીના કારણે બ્રેક લેતા પહેલા તેણે ત્રણ ફિલ્મો સાઈન કરી હતી, જેના કારણે તેને લગભગ 12 થી 13 કરોડ રૂપિયાનું નુકસાન થવાની આશંકા છે. તમને જણાવી દઈએ કે સામંથાએ એક્ટિંગમાંથી છ મહિનાથી લગભગ એક વર્ષ સુધી લાંબો બ્રેક લેવાનું વિચાર્યું છે.

સામંથા રૂથ પ્રભુએ પોતે સોશિયલ મીડિયા પર લોકોને કહ્યું કે તે આ વર્ષે તેના સ્વાસ્થ્ય પર ધ્યાન આપવા માંગે છે. તે પહેલા પોતાની જાતને સંપૂર્ણ રીતે ફિટ કરવા માંગે છે. સામંથા રુથ પ્રભુના મેનેજરે જણાવ્યું હતું કે અભિનેત્રી એક વર્ષ માટે કોઈ નવો પ્રોજેક્ટ સ્વીકારી રહી નથી કારણ કે તે તેના ઑટો ઈમ્યુન રોગ, માયોસાઇટિસની સારવાર માટે અમેરિકા જઈ રહી છે. આ રોગને કારણે, સ્નાયુઓ પ્રભાવિત થાય છે અને આખા શરીરમાં ખૂબ દુઃખાવો થાય છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X