સામંથા રુથ પ્રભુને મળી પહેલી હૉલિવુડ ફિલ્મ, 'ચેન્નઈ સ્ટોરી' પર કામ કરશે અભિનેત્રી, જાણો મૂવીની સમગ્ર વિગત
Samantha Ruth Prabhu: સાઉથ ફિલ્મોની ફેમસ એક્ટ્રેસ સામંથા રૂથ પ્રભુ છેલ્લા કેટલાક સમયથી લોકોમાં ચર્ચાનો વિષય છે. સામંથા રૂથ પ્રભુએ લોકોને પોતાની ગંભીર બીમારી વિશે જણાવ્યું હતું. તેણે સોશિયલ મીડિયાની મદદથી લોકોને કહ્યું હતું કે તે ગંભીર ઓટોઇમ્યુન રોગથી પીડિત છે.
તેની સારવાર માટે તે ઘણા મહિનાઓ સુધી વિદેશમાં હતી. હાલમાં તે દેશમાં પાછી આવી છે અને તેણે વરુણ ધવન સાથે 'સિટાડેલ'ના હિન્દી વર્ઝનનું શૂટિંગ પણ શરૂ કર્યુ છે. હવે સમાચાર છે કે સામંથા ટૂંક સમયમાં હૉલિવુડમાં પોતાના પગ જમાવવા જઈ રહી છે.

ફિલ્મ 'પુષ્પા'ના 'ઓ અંતવા' ગીતથી હલચલ મચાવનાર અભિનેત્રી સામંથા રૂથ પ્રભુનું જીવન એક નવો વળાંક લેવાનું છે. સામંથા રૂથ પ્રભુને તેની પ્રથમ હૉલીવુડ ફિલ્મ મળી હોવાના અહેવાલ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સામંથા રૂથ પ્રભુ ટૂંક સમયમાં હૉલિવુડ ફિલ્મ 'ચેન્નઈ સ્ટોરી'નું શૂટિંગ શરૂ કરશે.
હાલમાં સામંથા સર્બિયામાં વરુણ ધવન સાથે પ્રિયંકા ચોપરાની પ્રખ્યાત વેબ સિરીઝ 'સિટાડેલ'ના હિન્દી વર્ઝન માટે શૂટિંગ કરી રહી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સામંથા 'સિટાડેલ' વેબ સીરિઝ પર કામ પૂર્ણ કર્યા પછી, તે વિવેક કાલરા સાથે તેની પ્રથમ અંગ્રેજી ફીચર ફિલ્મનું શૂટિંગ શરૂ કરશે. તિમરી એન મુરારીની નવલકથા ધ અરેન્જમેન્ટ્સ ઑફ લવ પર આધારિત, હૉલીવુડ ફિલ્મનું નિર્દેશન બાફ્ટા વિજેતા ફિલિપ જ્હોન દ્વારા કરવામાં આવ્યું છે.
આ ફિલ્મ કથિત રીતે દક્ષિણ એશિયન વેલ્શમેન (વિવેક કાલરા)ની વાર્તા પર આધારિત હશે જે તેના પિતાને શોધવા ચેન્નાઈ જાય છે. આ વ્યક્તિ એક ડિટેક્ટીવની મદદ માંગે છે, જેનું પાત્ર સામંથા રૂથ પ્રભુએ ભજવ્યું હતું. ફિલ્મની વાર્તામાં રોમાન્સ અને કોમેડી ભરપૂર પ્રમાણમાં જોવા મળશે. મળતી માહિતી મુજબ, આ ફિલ્મમાં ઈસ્ટર્ન અને વેસ્ટર્ન કલ્ચરને સેલિબ્રેટ કરવામાં આવશે.
ફિલ્મનું નામ 'ચેન્નઈ સ્ટોરી' રાખવામાં આવશે. આ ફિલ્મનું શૂટિંગ ચેન્નાઈ અને લંડનમાં થશે. આ ફિલ્મ અંગ્રેજી અને તમિલ બંને ભાષામાં રિલીઝ થશે. આ સિવાય સામંથા રૂથ પ્રભુ ટૂંક સમયમાં જ ફિલ્મ 'કુશી'માં જોવા મળશે, જેમાં તેની સાથે વિજય દેવરકોંડા પણ જોવા મળશે. આ ફિલ્મ 1 સપ્ટેમ્બર 2023ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.












Click it and Unblock the Notifications
