Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

નાગાર્જૂનની એક્સ વહુ સામંથા રુથ પ્રભુ સારા ઈલાજ માટે જઈ રહી છે સાઉથ કોરિયા, લખી એક લાંબી પોસ્ટ

સાઉથ ઈન્ડસ્ટ્રીની ફેમસ અભિનેત્રી સામંથા રુથ પ્રભુ પોતાની બિમારીના સારા ઈલાજ માટે સાઉથ કોરિયા જઈ રહી છે.

Samantha Ruth Prabhu: સાઉથ ઈન્ડસ્ટ્રીની ફેમસ અભિનેત્રી સામંથા રુથ પ્રભુ પોતાની બિમારીના સારા ઈલાજ માટે સાઉથ કોરિયા જઈ રહી છે. તે ઈલાજ માટે થોડા મહિના સુધી સાઉથ કોરિયામાં રહેશે. તમને જણાવી દઈએ કે થોડા સમય પહેલા જ જાણવા મળ્યુ હતુ કે અભિનેત્રી સામંથાની તબિયત ખરાબ છે અને તે ગંભીર બિમારી સામે લડી રહી છે. જો કે, તેના આ દુઃખના સમયમાં તેના એક્સ. સાસરિયાવાળા તેની સાથે ઉભા છે.

સારવાર માટે દક્ષિણ કોરિયા જઈ રહી છે

સારવાર માટે દક્ષિણ કોરિયા જઈ રહી છે

તમને જણાવી દઈએ કે અભિનેત્રી સમંથા રૂથ પ્રભુએ તાજેતરમાં જ સોશિયલ મીડિયા દ્વારા લોકોને જણાવ્યુ હતુ કે તેને માયોસાઇટિસ નામની ગંભીર બિમારી છે. સામંથાએ તેના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર બિમારી અને તેના સ્વાસ્થ્ય વિશે એક લાંબી પોસ્ટ લખી હતી. હવે એવા સમાચાર છે કે સામંથા રૂથ પ્રભુ પોતાની બિમારીની સારી સારવાર માટે દક્ષિણ કોરિયા જઈ રહી છે.

સોશિયલ મીડિયા પર આપી હતી બિમારી વિશે માહિતી

સોશિયલ મીડિયા પર આપી હતી બિમારી વિશે માહિતી

સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની ફેમસ એક્ટ્રેસ સામંથા રૂથ પ્રભુએ ગયા ઓક્ટોબરમાં સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી હતી કે તે માયોસિટિસ નામની બીમારી સામે લડી રહી છે. તેણે પોતાની બીમારી વિશે માહિતી આપતા જે તસવીર શેર કરી હતી તે હૉસ્પિટલની હતી. સામંથાએ જણાવ્યુ હતુ કે તાજેતરમાં જ તેને આ ઑટોઈમ્યુન ડિસીઝ વિશે જાણવા મળ્યુ છે, જેને સાજા થવામાં થોડો સમય લાગી શકે છે. હવે અભિનેત્રીએ તેની સારવાર માટે દક્ષિણ કોરિયા જવાનુ નક્કી કર્યુ છે.

સામંથા ઈચ્છે છે આયુર્વેદિક દવાઓથી ઈલાજ

સામંથા ઈચ્છે છે આયુર્વેદિક દવાઓથી ઈલાજ

મીડિયા રિપોર્ટ્સનુ માનીએ તો આ પહેલા સામંથા રૂથ પ્રભુ પોતાની બીમારીની સારવાર માટે અમેરિકા ગઈ હતી. જો કે, તે થોડા દિવસોમાં ભારત પરત ફરી હતી અને અહીં તેની સારવાર ચાલી રહી હતી. મળતી માહિતી મુજબ, સામંથા અપેક્ષા મુજબ ઝડપથી સ્વસ્થ થઈ રહી ન હતી. હવે સમાચાર છે કે સામંથા આયુર્વેદિક દવાઓની સારવાર ઇચ્છતી હતી માટે તે દક્ષિણ કોરિયાથી સારવાર લેવા જઈ રહી છે.

થોડા મહિના રહેશે સાઉથ કોરિયામાં

થોડા મહિના રહેશે સાઉથ કોરિયામાં

મીડિયા રિપોર્ટ્સ મુજબ સામંથા રૂથ પ્રભુ થોડા મહિનાઓ સુધી દક્ષિણ કોરિયામાં રહેશે. તે ઈચ્છે છે કે દક્ષિણ કોરિયામાં સારવાર બાદ તેની તબિયતમાં સુધારો થાય અને તે જલ્દીથી જલ્દી ફિલ્મ 'ખુશી'ના સેટ પર પરત ફરી શકે. તમને જણાવી દઈએ કે સામંથા રૂથ પ્રભુ તેની આગામી ફિલ્મ 'ખુશી'ના શૂટિંગમાં વ્યસ્ત હતી ત્યારે તેને તેની બીમારી વિશે ખબર પડી. આ ફિલ્મમાં તેની સાથે સાઉથનો ફેમસ એક્ટર વિજય દેવરાકોંડા પણ જોવા મળશે.

એક્સ પતિએ લંબાવ્યો મદદનો હાથ

એક્સ પતિએ લંબાવ્યો મદદનો હાથ

સામંથા રુથ પ્રભુને તેની બીમારી વિશે જાણ થઈ ત્યારથી ચાહકો તેમનો પ્રેમ અને સમર્થન આપી રહ્યા છે. આ સ્થિતિમાં સાઉથ ઈન્ડસ્ટ્રીના સેલેબ્સે પણ સામંથાને સપોર્ટ કર્યો છે. વળી, સાઉથના સુપરસ્ટાર નાગાર્જુનના પુત્ર અને સામંથાના પૂર્વ પતિ નાગા ચૈતન્ય અને ભૂતપૂર્વ ભાઈ-ભાભી અખિલ અક્કીનેનીએ પણ સામંથાની મદદ માટે હાથ લંબાવ્યો છે.

શું છે માયોસાઈટિસ બિમારી?

શું છે માયોસાઈટિસ બિમારી?

માયોસાઈટિસ એક ઑટોઇમ્યુન ડિસઓર્ડર છે જે ઘણી બિમારીઓનો સમૂહ હોવાનુ કહેવાય છે. કહેવાય છે કે તેનાથી દર્દીનુ શરીર ધીમે-ધીમે નબળુ પડતુ જાય છે અને સૌથી મોટી સમસ્યા એ છે કે ડૉક્ટરો પાસે હજુ સુધી તેની કોઈ નક્કર સારવાર નથી. માયોસાઇટિસથી પીડિત દર્દીના શરીરની અંદરથી સોજો આવવા લાગે છે. આ સોજો પહેલા ખભા, હાથ, પગ, જાંઘ, કમર અને હિપ્સના સ્નાયુઓમાં થાય છે, પરંતુ જ્યારે ખોરાકની નળી, હૃદય અને ફેફસાને પણ અસર થાય ત્યારે તે ખતરનાક બની જાય છે.

સામંથાની આવનારી ફિલ્મો

સામંથાની આવનારી ફિલ્મો

સામંથા રુથ પ્રભુએ 'ધ ફેમિલી મેન 2' દ્વારા બૉલિવુડમાં ડિજિટલ ડેબ્યૂ કર્યુ હતુ. આ વેબ સિરીઝમાં સામંથા આત્મઘાતી મિશન પર શ્રીલંકન ફાઇટર તરીકે જોવા મળી હતી. સામંથા રુસો બ્રધરની ફિલ્મમાં પણ જોવા મળશે. સામંથા છેલ્લે ફિલ્મ 'કાથુવાકુલા રેંદુ કાધલ'માં જોવા મળી હતી, જેમાં વિજય સેતુપતિ અને નયનતારા પણ હતા. સામંથા ફિલ્મ 'શકુંતલમ'માં પણ જોવા મળશે. સામંથા રૂથ પ્રભુ ટૂંક સમયમાં ડાઉનટન એબીના ડિરેક્ટર ફિલિપ જ્હોન સાથે 'એરેન્જમેન્ટ ઑફ લવ' નામની ફિલ્મમાં જોવા મળશે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X