સામંથા રુથ પ્રભુએ પોતાની ગંભીર બિમારી વિશે ખોલ્યા રાઝ, કહ્યુ - 'હજુ મરી નથી, જીવતી છુ, લડીશ અને જીતીશ'
સામંથા રુથ પ્રભુ હાલમાં માયોસિટિસ નામની એક ગંભીર બિમારી સામે લડી રહી છે. અહીં જાણો યશોદાના પ્રમોશન દરમિયાન તેણે એક ઈન્ટરવ્યુમાં કયા રાઝ જણાવ્યુ.
Samantha Ruth Prabhu: સાઉથની લોકપ્રિય અભિનેત્રી સામંથા રુથ પ્રભુએ ફિલ્મ 'યશોદા'ની રિલીઝ પહેલા પ્રમોશનમાં વ્યસ્ત છે. તેણે પોતાના સોશિયલ મીડિયા પેજો પર પણ પોતાના જીવન વિશે ઘણી વાતો લખી છે. તમને જણાવી દઈએ કે સામંથા રુથ પ્રભુ હાલમાં માયોસિટિસ નામની એક ગંભીર બિમારી સામે લડી રહી છે. સામંથાએ સોશિયલ મીડિયા પર લખ્યુ છે -ભલે જીવન ગમે તેટલુ મુશ્કેલ કેમ ના હોય. ઉઠો, તૈયાર થાવ અને આગળ વધો. ઉલ્લેખનીય છે કે સામંથાએ પોતાની બિમારી વિશે સોશિયલ મીડિયા પર જ માહિતી આપી હતી. પરંતુ બિમારીને પોતાના પ્રોફેશનમાં અડચણરુપ બનવા દીધી નથી.

યશોદામાં સામંથાએ ખુદ આપ્યો અવાજ
માહિતી મુજબ સામંથ હંમેશા ફિલ્મોમાં તેના ડાયલોગ ડબ કરવા માટે વૉઈસ ઓવર આર્ટિસ્ટની મદદ લેતી હતી પરંતુ ફિલ્મ 'યશોદા'માં તેનો પોતાનો અવાજ સામેલ છે. સામંથાએ સેલિબ્રિટી ટીવી એન્કર સુમાને ઈન્ટરવ્યુ આપતા કહ્યુ- તેલુગુમાં ડબિંગ કરવુ મારા માટે થોડુ મુશ્કેલ હતુ કારણ કે હું ચેન્નાઈની છુ. દરેક કલાકાર પોતાના પરફોર્મન્સને બધુ આપીને પોતાના માટે ડબ કરવા માંગે છે. હું હંમેશા આ ઈચ્છા હતી પરંતુ હવે મને તેલુગુ ભાષા પર મારી પકડનો વિશ્વાસ છે. મે આના પર ઘણુ કામ કર્યુ છે.

બિમારી બની પડકારરુપ
સામંથાએ આ ઈન્ટરવ્યુમાં આગળ કહ્યુ- મારી શારીરિક સમસ્યાઓ અને તેની સારવારે મારા પડકારોને વધુ વધાર્યા છે. જ્યારે હું ફિલ્મ 'યશોદા' માટે ડબિંગ કરી રહી હતી ત્યારે તે મારા માટે મુશ્કેલ સમય હતો. રિલીઝ ડેટ પહેલેથી જ જાહેર કરવામાં આવી હતી તે ધ્યાનમાં રાખીને મારે મારી બિમારી વચ્ચે તેને ડબ કરવુ પડ્યુ. પરંતુ હું પણ ખૂબ જ જીદ્દી છુ. તેણે આગળ કહ્યુ- એકવાર મે કહી દીધુ હતુ કે હું જ તેને ડબ કરીશ તો હું તે કરવા માંગતી હતી. મને ખુશી છે કે હું તે કરી શકી.

'યશોદા' જેવી જ મારી જિંદગી
તમને જણાવી દઈએ કે 'યશોદા' ફિલ્મમાં સામંથા રૂથ પ્રભુ એક સરોગેટ માતાના રોલમાં જોવા મળશે જે મેડિકલ પ્રોફેશન સાથે સંકળાયેલી સિન્ડિકેટ સાથે લડે છે. સામંથાએ કહ્યુ કે તે ફિલ્મ યશોદાના સંઘર્ષથી જ પોતાની ઓળખ બનાવી શકે છે. તેણે ઈન્ટરવ્યુમાં કહ્યુ- જ્યારે હું કોઈ પાત્રને સ્વાભાવિક રીતે પસંદ કરુ છુ ત્યારે મને તેમાં કંઈક દેખાય છે. યશોદા મોટા સપનાઓ સાથે સારી શરૂઆતથી આવે છે. હું પણ એવી જ છુ. તે પણ મારી જેમ દ્રઢનિશ્ચયી છે. આ ફિલ્મમાં 'યશોદા' ઘણી મુશ્કેલીઓનો સામનો કરે છે અને લડે છે અને તેમાંથી બચી જાય છે. હું પણ અત્યારે મુશ્કેલ સ્થિતિમાં છું. હું પણ બચવાની આશા રાખુ છુ.

હું મારી જિંદગીની જંગ જાતે લડી રહી છુ
સામંથા રૂથ પ્રભુ પોતાની બીમારી વિશે વાત કરતા ખૂબ જ ભાવુક થઈ ગઈ. તેણે કહ્યુ- અમુક દિવસો સારા હોય છે અને અમુક દિવસો ખરાબ હોય છે. એવા દિવસો આવે છે જ્યારે મને લાગે છે કે હું એક પગલું પણ આગળ નહિ વધી શકુ અને એવા દિવસો આવે છે જ્યારે હું પાછુ વળીને જોઉ છુ ત્યારે આશ્ચર્ય થાય છે કે હું કેટલી દૂર આવી ગઈ છુ. હું અહીં લડવા આવી છુ. હું એકલી નથી, હું એ જાણુ છુ. એવા ઘણા લોકો છે જેઓ તેમના જીવનમાં અનેક પ્રકારની લડાઈ લડતા હોય છે પરંતુ અંતે આપણે જીતીએ છીએ.

હું હજુ મરવાની નથી, હું જીતીશ
સામંથાએ તેની બીમારી વિશે જણાવીને આની ગંભીરતા જણાવી. સામંથાએ કહ્યુ- મે એવા ઘણા સમાચાર જોયા જેમાં કહેવામાં આવી રહ્યુ છે કે મારી હાલત જાનલેવા છે. હું જે સ્થિતિમાં છુ તે જીવન માટે જોખમી નથી. તે અઘરુ છે પરંતુ હું અહીં લડવા માટે જ છુ. કમસે કમ થોડા સમય માટે, હું મરવાની નથી.

સામંથાની આવનારી ફિલ્મો
સામંથા રુથ પ્રભુએ 'ધ ફેમિલી મેન 2' દ્વારા બૉલિવૂડમાં ડિજિટલ ડેબ્યૂ કર્યુ હતુ. આ વેબ સિરીઝમાં સામંથા આત્મઘાતી મિશન પર શ્રીલંકન ફાઇટર તરીકે જોવા મળી હતી. સામંથા કથિત રીતે રુસો બ્રધરની ફિલ્મમાં પણ જોવા મળશે. સામંથા છેલ્લે ફિલ્મ 'કાથુવાકુલા રેન્દુ કાંધલ'માં જોવા મળી હતી. જેમાં વિજય સેતુપતિ અને નયનતારા પણ હતા. સામંથા ફિલ્મ 'શાકુંતલમ'માં પણ જોવા મળશે. સામંથા રૂથ પ્રભુ ટૂંક સમયમાં ડાઉનટન એબેના ડિરેક્ટર ફિલિપ જૉન સાથે 'અરેન્જમેન્ટ ઑફ લવ' નામની ફિલ્મમાં જોવા મળશે.
-
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
Jewar Airport: આવતીકાલે ખુલશે એશિયાનું સૌથી મોટું એરપોર્ટ! PM માટે સુરક્ષાનો અભેદ્ય કિલ્લો, ક્યારે ટેકઓફ થશે ફ









Click it and Unblock the Notifications
