Samantha : સામંથાનો અશ્લિલ ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ, 30 લોકો સામે ફરિયાદ

સાઉથની જાણીતી અભિનેત્રી સામંથા રૂથ પ્રભુના એક ફોટોને લઈને મોટી બબાલ સર્જાઈ છે. ફેક ફોટો મામલે 30 લોકો સામે ફરીયાદ કરાઈ છે.

સામંથા રૂથ પ્રભુએ તેની ઈન્સ્ટા સ્ટોરી પર એક તસવીર શેર કરી હતી. આ ફોટોમાં સામંથા સનબાથ લેતી જોવા મળી હતી. જો કે અભિનેત્રીએ થોડા સમય પછી આ તસવીર ડિલીટ કરી દીધી હતી. પરંતુ તેની વાંધાજનક તસવીર સોશિયલ મીડિયા પર આગની જેમ ફેલાઈ ગઈ.

Samantha

કેટલાક ફેનનું કહેવું છે કે સામંથાની આ તસવીર સંપૂર્ણપણે ફેક છે. આના પર કેટલાક ચાહકોએ ગુસ્સો વ્યક્ત કર્યો. એક યુઝરે લખ્યું કે, સોશિયલ મીડિયા પર આવી વાતો કરીને કોઈ સેલિબ્રિટીનું નામ બગાડો નહીં. અન્ય એક યુઝરે લખ્યું, આ તસવીર સંપૂર્ણપણે નકલી છે.

સામંથાની ટુવાલ લપેટી તસવીર વાયરલ થયા બાદ કોઈએ તેના ફોટો સાથે છેડછાડ કરી હતી જેમાં તે કપડા વગર જોવા મળી રહી છે. જે બાદ સોશિયલ મીડિયા પર હોબાળો મચી ગયો હતો.

અભિનેત્રીની નકલી તસવીરો વાયરલ થયા બાદ હવે તેની ટીમે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સામંથા રૂથ પ્રભુના ફેન પેજ પરથી ઈન્સ્ટાગ્રામ પર એક ટ્વિટ શેર કરવામાં આવી છે, જે વાયરલ થઈ રહી છે.

આ પોસ્ટમાં લખ્યું છે કે, ફેક તસવીરો વાયરલ થયા બાદ સામંથાની ટીમે સાયબર ક્રાઈમમાં ફરિયાદ દાખલ કરી છે. આ કેસમાં 30 X એકાઉન્ટની ઓળખ કરવામાં આવી છે. આ પોસ્ટ વાઈરલ થયા બાદ ઘણા ચાહકો ખુલ્લેઆમ સામંથાનું સમર્થન કરી રહ્યા છે.

ચાહકોનું કહેવું છે કે જેણે પણ આ કર્યું તેની સામે કાયદાકીય કાર્યવાહી થવી જોઈએ. અભિનેત્રીના વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો, તે ટૂંક સમયમાં પ્રાઇમ વીડિયો પર પ્રસારિત થનારી વેબ સિરીઝ સિટાડેલ હની બન્નીમાં વરુણ ધવન સાથે જોવા મળશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X