Pics: પાણીની અંદર આ અભિનેત્રીએ પ્રેગ્નેન્સીના 9માં મહિને કરાવ્યુ ફોટોશૂટ

અભિનેત્રી સમીરા રેડ્ડી હાલમાં ગર્ભવતી છે અને આ સમયને ખૂબ એન્જોય કરી રહી છે. તેણે પોતાના બેબી બંપ સાથે અંડરવૉટર શૂટ કરાવ્યુ છે.

અભિનેત્રી સમીરા રેડ્ડી હાલમાં ગર્ભવતી છે અને આ સમયને ખૂબ એન્જોય કરી રહી છે. તે પોતાના બેબી બંપને ખૂબ ફ્લૉન્ટ કરી રહી છે. તે પોતાના બેબી બંપ સાથે શાનદાર ફોટો શૂટ પણ કરાવી રહી છે. હાલમાં જ તેણે પોતાના બેબી બંપ સાથે અંડરવૉટર શૂટ કરાવ્યુ છે જેમાં તે જબરદસ્ત દેખાઈ રહી છે. તેણે બિકિની પહેરી છે. ગર્ભના નવમાં મહિને અંડરવૉટર શૂટ જેવી વસ્તુ પહેલી વાર સેલિબ્રિટીએ કરાવી છે.

ગર્વથી કહી શકુ છુ કે ફોટો સંપૂર્ણપણે અસલી છે

ગર્વથી કહી શકુ છુ કે ફોટો સંપૂર્ણપણે અસલી છે

સમીરાના આ ફોટાને જોઈને બની શકે કે ઘણા લોકોને આ ફોટોશૉપ અને ફિલટર કરેલી લાગે. એવામાં સમીરાએ કેપ્શનમાં સ્પષ્ટ લખ્યુ છે કે હું ગર્વથી કહી શકુ કે આ ફોટા એકદમ વાસ્તવિક છે જેમાં કોઈ ફિલ્ટર, કોઈ ટચઅપ કે કોઈ ફોટોશૉપનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. તમને જણાવી દઈએ કે સમીરા બીજી વાર મા બનવા જઈ રહી છે.

‘સંપૂર્ણપણે જવા દેવુ અને નીડર બની જવુ મુક્તિ છે'

અન્ય એક અંડર વૉટર ફોટોમાં સમીરાએ પિંક બિકિની પહેરી છે અને સૂતેલી મુદ્રામાં છે. આ ફોટોના કેપ્શનમાં સમીરાએ લખ્યુ છે- સંપૂર્ણપણે જવા દેવુ અને નીડર થઈ જવુ મુક્તિ છે. તમને જણાવી દઈએ કે સમીરા પ્રેગ્નન્સીના સમયે બૉડીશેપિંગ જેવા મુદ્દાઓ પર હંમેશાથી ખુલીને વાત કરતી રહી છે. સાથે જ તેના પ્રેગ્નેન્ટ શરીર પર ટિપ્પણી કરનારાઓને આકરા જવાબો પણ આપતી રહી છે.

‘આ વખતે પ્રેગ્નન્સીમાં ડર નથી'

થોડા સમય પહેલા પ્રેગ્નન્સી વિશે સમીરાએ એક કાર્યક્રમ રાખ્યો હતો કે હવે કોઈ પ્રકારની કોઈ ઝિઝક નથી. પહેલા બાળક દરમિયાન હું પોતાને ખૂબ કવર કરીને બહાર નીકળતી હતી પરંતુ હવે કોઈ ઝિઝક નથી રહી. આ બધુ માઈન્ડસેટથી થાય છે. હવે તો હું એવુ વિચારુ છુ કે પ્રેગ્નેન્ટ છુ તો શું થયુ, હું પણ હૉટ લાગી શકુ છુ. સમય સાથે લોકોના વિચારો અને વસ્તુઓને સ્વીકાર કરવામાં બદલાવ આવ્યો છે. આજે લોકો પ્રેગ્નેન્ટ હિરોઈનને જેવી છે તેવી જ સ્વીકાર કરે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X