બૉયફ્રેન્ડે દીધો દગો, સના ખાને 20 દિવસ સુધી ખાધી ઉંઘની ગોળીઓ

બિગ બૉસ ફેમ સના ખાન હાલમાં ડિપ્રેશનમાંથી પસાર થઈ રહી છે. આનુ કારણ છે તેનુ બ્રેકઅપ. સનાએ કોરિયોગ્રાફર મેલવિન લુઈસ સાથે બ્રેકઅપ કરી લીધુ છે.

બિગ બૉસ ફેમ સના ખાન હાલમાં ડિપ્રેશનમાંથી પસાર થઈ રહી છે. આનુ કારણ છે તેનુ બ્રેકઅપ. સનાએ કોરિયોગ્રાફર મેલવિન લુઈસ સાથે બ્રેકઅપ કરી લીધુ છે. આ અંગેની માહિતી સનાએ પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી દ્વારા આપી છે. આ દરમિયાન હાલમાં જ લાઈવ વીડિયો દ્વારા સનાએ જણાવ્યુ કે તેને કેવી રીતે પ્રેમમાં દગો મળ્યો છે.

લૂઈસના કારણે બની ડિપ્રેશનનો શિકાર

લૂઈસના કારણે બની ડિપ્રેશનનો શિકાર

આ સાથે તેણે એક વેબસાઈટને આપેલા ઈન્ટરવ્યુમાં સનાએ જણાવ્યુ છે કે લૂઈસના કારણે તે ડિપ્રેશનનો શિકાર થઈ ગઈ છે. તે સતત ગોળીએ ખાઈ રહી છે. ચાલો જાણીએ કે સનાને કેવી રીતે પોતાના બ્રેકઅપનુ દુઃખ સૌની સાથે શેર કર્યુ છે. ઉલ્લેખનીય છે કે સના છેલ્લા એક વર્ષથી રિલેશનશિપમાં હતી. બ્રેકઅપ બાદ તે સંપૂર્ણપણે તૂટી ચૂકી છે.

ઘણી બધી છોકરીઓ છે

ઘણી બધી છોકરીઓ છે

સનાએ કહ્યુ કે તે મને ઘણા દિવસોથી છેતરી રહ્યો છે. સ્પૉટબૉય સાથે વાતચીતમાં સનાએ આગળ જણાવ્યુ કે અમારી વચ્ચે ઘણા પ્રોબ્લેમ હતા પરંતુ મે ક્યારેય આના પર ધ્યાન ન આપ્યુ. મને એક દિવસ ખબર પડી કે તેના જીવનમાં ઘણી બધી છોકરીઓ છે.

તેનો ફોન છીનવી લીધો

તેનો ફોન છીનવી લીધો

3 ફેબ્રુઆરીએ મે તેના ઘરે જઈને તેને સરપ્રાઈઝ આપી. તે મને એનો ફોન નહોતો આપી રહ્યો. મે તેનો ફોન છીનવી લીધો. ક્યારેય એણે એ વાત ન સ્વીકારી કે તેની જિંદગીમાં ઘણી બધી છોકરીઓ છે. મારો પ્રેમ આંધળો હતો. આના કારણે ઘણી વસ્તુઓ હું નજરઅંદાજ કરી દેતી.

કામ કરવાની મનાઈ

કામ કરવાની મનાઈ

સનાએ એ પણ ખુલાસો કર્યો કે તેના પર કામ કરવાનો પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો. સનાએ કહ્યુ કે તેણે મને કહ્યુ કે તે મને કોઈ બીજા સાથે રોમાંસ કરતો નથી જોઈ શકતો. મને ઘણી બધી વસ્તુઓ માટે રોકવામાં આવી. એક લાઈવ વીડિયો દરમિયાન એ બધુ જણાવતા સના રોવા પણ લાગી.

એક નાની છોકરીને કરી પ્રેગ્નેન્ટ

એક નાની છોકરીને કરી પ્રેગ્નેન્ટ

સનાએ એ પણ આરોપ લગાવ્યો કે એ વ્યક્તિ એક નાની છોકરીને પ્રેગ્નેન્ટ પણ કરી ચૂક્યો છે. તે છોકરીઓ પાસેથી પૈસા લે છે અને પોતાની જ સ્ટુડન્ટ સાથે ફ્લર્ટ કરે છે. તમને જણાવી દઈએ કે સના બિગ બૉસમાં જોવા મળી ચૂકી છે. સલમાનની જય હોમાં તેણે નેગેટીવ રોલ કર્યો હતો.

આ માણસ કીચડ છે

આ માણસ કીચડ છે

સનાએ પોતાના બ્રેકઅપની માહિતી આપતા લખ્યુ હતુ કે આ પહેલી વાર છે જ્યારે મારે સાચુ બોલવા માટે ઘણી હિંમત કરવી પડી છે. ઘણા એવા લોકો હતા જે અમારા સંબંધ પર વિશ્વાસ કરતા હતા પરંતુ મને તે પ્રેમ અને સમ્માન ત્યાંથી ન મળ્યુ. આ માણસ કીચડ છે. મને એ સમજવામાં એક વર્ષ લાગી ગયુ. મે આંખ બંધ કરીને તેના પર વિશ્વાસ કર્યો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X