બસ આજ વાત હું સલમાનથી સાંભળવવા માંગુ છું!

Posted By:
Subscribe to Oneindia News

સલમાન ખાનની વધુ એક હિરોઇન હોટ અંદાજમાં રૂપેરી પડદે દેખવાની છે. સના ખાન તેના હોટ અંદાજમાં "વઝહ તુમ હો"માં દેખાશે. તેનું ટેલર હાલમાં જ લોન્ચ કરવામાં આવ્યું હતું. જેમાં સના ખાન એક હોટ અંદાજમાં ત્રણ હિરો સાથે લીડ રોલમાં દેખાવાની છે. જો કે આ ટેલરના રિલિઝ થવાના 7 કલાકમાં અનેક લોકોએ આ ટેલર જોઇ લીધુ હતું. જે માટે ટેલરમાં દેખાડવામાં આવેલા હોટ સીન જવાબદાર હતા.

#Review: બેઈમાન લવ, ફરી સની લિયોન સાથે લવ, સેક્સ ઔર ધોખા

Sana Khan wants an applaud from Salman Khan for Wajah Tum Ho!

જો કે જ્યાં એક તરફ બધા લોકો સના ખાનને તેની નવી ફિલ્મ માટે અભિનંદન આપી રહ્યા છે ત્યારે સના ખાનની નજર સલમાન ખાન પર છે. એટલું જ નહીં તેણે તો ત્યાં સુધી કહી દીધુ કે "મને ખાલી એક વ્યક્તિના જ રિએક્શનની આશ છે. અને તે વ્યક્તિ છે સલમાન ખાન. જોવું છું મારું આ ટેલર જોઇને સલમાન ખાન કેવી રીતે રિએક્ટર કરે છે?" એટલું જ નહીં સના ખાને તે પણ જણાવ્યું કે સોહેલ ખાન આ માટે તેને પહેલેથી જ અભિનંદન આપી ચૂક્યા છે. બસ હવે સલમાન ખાનને તેનું આ ટ્રેલર પસંદ આવી જાય તો તે રાજીને રેડ થઇ જાય!

ટેલર

Sana Khan wants an applaud from Salman Khan for Wajah Tum Ho!

જો કે હેટ સ્ટોરીની સીરીઝ ફેમ વિશાલ પંડ્યાની આવનારી ફિલ્મ વઝહ તુમ હો પણ તેમની આગલી ફિલ્મોની જેમ જ હુસ્ન, ક્રાઇમ, થ્રીલરની આસપાસ જ ફરી રહી છે. અને આ વાત તેના ટેલરમાં પણ સાફ સાફ દેખાય છે.

લીડ સ્ટાર

Sana Khan wants an applaud from Salman Khan for Wajah Tum Ho!

આ ફિલ્મમાં સના ખાન, શરમન જોશી, ગુરમીત ચૌધરી અને રજનીશ દુગ્ગલ મુખ્ય ભૂમિકામાં છે. અને ફિલ્મના પોસ્ટર અને ટેલર લોન્ચ થઇ ચૂક્યા છે.

સનાનો હોટ અવતાર

Sana Khan wants an applaud from Salman Khan for Wajah Tum Ho!

આ ફિલ્મના ટેલરમાં સના ખાનનો હોટ અને બોલ્ડ અવતાર દેખાતા જ બને છે. નોંધનીય છે કે સના ખાન બિગ બોસ બાદ સલમાન ખાનની જય હોમાં નજરે પડી હતી.

2 ડિસેમ્બરે રિલિઝ

Sana Khan wants an applaud from Salman Khan for Wajah Tum Ho!

વઝહ તુમ હો 2 ડિસેમ્બરના રોજ રિલિઝ થવાની છે. જેમાં શરમન જોશી એક પોલિસ ઓફિસરનું ભૂમિકામાં દેખાશે. શરમન સિવાય આ ફિલ્મમાં ગુરમીત પણ ફરી એક વાર હોટ સીન કરતા રૂપેરી પડદે જોવા મળશે.

સેન્સર બોર્ડ

Sana Khan wants an applaud from Salman Khan for Wajah Tum Ho!

જો કે આ ફિલ્મનું ટેલર જોઇને લાગી રહ્યું છે કે સેન્સર બોર્ડ આ ફિલ્મના અનેક સીનો પર કાતર ચલાવી શકે છે. ત્યારે સના ખાનનું કહેવું છે કે વિશાલ પંડ્યા એક સારા ડાયરેક્ટર છે. અને તેમણે તેની સાથે તે તમામ વસ્તુઓ કરાવી લીધી જે અન્ય કોઇ તેમની સાથે નથી કરાવી શકતો!

English summary
Sana Khan wants an applaud from Salman Khan for Wajah Tum Ho!
Please Wait while comments are loading...