સંજ્ય દત્તે એશ્વર્યા રાયને પહેલા જ આપી હતી ચેતાવણી, કેમ એક્ટ્રેસે ન માની "બાબા"ની વાત?
હાલ બોલિવુડમાં અફવાનું બજાર ગરમ છે. અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય બચ્ચન વચ્ચે છૂટાછેડાની ચર્ચા ચાલી રહી છે. જો કે, હજુ સુધી બંનેમાંથી આ અંગે એક શબ્દ પણ ઉચાર્યો નથી. ત્યારે હવે બંનેની જૂની વાતો હાલ બહાર આવી રહી છે. જેમાં સંજ્ય દત્તે પણ ઐશ્વર્યા બચ્ચાને ચેતવણી આપી હતી. આ કિસ્સો હાલ બોલિવુડની ગલીઓમાં ચર્ચા છે.
વર્ષ 1994 હતું, જ્યારે ઐશ્વર્યા રાયે મિસ ઈન્ડિયાનો ખિતાબ જીત્યો હતો. આ પછી, જ્યારે અભિનેત્રીએ ઇન્ડસ્ટ્રીમાં પ્રવેશ કર્યો, ત્યારે લોકો તેની સુંદરતા પર લોકો કાયલ થઈ ગયા હતા. ઐશ્વર્યા રાયે તેની કારકિર્દીની શરૂઆત તમિલ ફિલ્મ ઇરુવરથી કરી હતી, જે મણિરત્નમની ફિલ્મ હતી.

ઐશ્વર્યાની સુંદરતાથી ઈન્ડસ્ટ્રીમાં દરેક લોકો પ્રભાવિત થયા હતા પરંતુ સંજુ બાબા ઐશ્વર્યાને જોતા જ તેના પ્રેમમાં પડી ગયા હતા. સંજય દત્તે પહેલીવાર ઐશ્વર્યાની ઝલક જોઈ હતી.
સિનેબ્લિટ્ઝને આપેલા ઈન્ટરવ્યુમાં સંજુ બાબાએ કહ્યું હતું કે તેણે ઐશને એક એડમાં જોઈ હતી. જ્યારે તેણે પહેલીવાર ઐશ્વર્યા રાયને જોઈ ત્યારે તે તેની સુંદરતા જોઈને ચકિત થઈ ગયો હતો. આ પછી અભિનેતાએ કહ્યું કે તેણે ઐશ્વર્યા રાયને એક સલાહ આપી હતી.
સંજુબાબાએ ઐશ્વર્યા રાયને સલાહ આપતા કહ્યું હતુ કે,તે આ સિનેમા જગતની ઈન્ડસ્ટ્રીમાં ન આવે, અને તે મોડલિંગ પણ ન કરે. કારણ કે, બાબાનું માનવુ હતુ કે, તેની સુંદરતા અને નિર્દોષતા વિશ્વની માંગ અને પડકારો સામે ફિકી ન પડી જાય.તેઓ ઐશ્વર્યાની સુંદરતાથી પણ ડરતા હતા.
બાબાએ એશ વિશે વધુમાં કહ્યુ હતુ કેં,જો તમે બે સીડી ચઢો છો, તો 500 લોકો તમને નીચે ખેંચે છે. જો કે ઐશ્વર્યા પણ સંજય દત્તના આ શબ્દો સાથે સહમત હતી, પરંતુ તે એવું પણ માનતી હતી કે જીવનમાં તમે જેટલી મુશ્કેલીઓનો સામનો કરો છો, તેટલા જ તમે મજબૂત બનશો.
અભિનેત્રી હંમેશા માનતી હતી કે, તમારી અભિનય કારકિર્દીમાં તમને ગમે તેટલી મુશ્કેલીઓનો સામનો કરવો પડે, તમે સમય સાથે મજબૂત બનશો. આવી સ્થિતિમાં સંજય દત્તનો આ ઈન્ટરવ્યુ ઘણો વાયરલ થઈ રહ્યો છે.
તમને જણાવી દઈએ કે, આ દિવસોમાં ઐશ્વર્યા અને અભિષેકના સંબંધોને લઈને ઘણી ચર્ચાઓ ચાલી રહી છે. અભિષેકનું નામ નિમ્રત કૌર સાથે જોડવામાં આવી રહ્યું છે.












Click it and Unblock the Notifications
