સંજય દત્તને ત્રીજા સ્ટેજનુ લંગ કેન્સર, ઈલાજ માટે જઈ રહ્યા છે અમેરિકા

બૉલિવુડ માટે વધુ એક ડરાવનારા સમાચાર આવ્યા છે. અભિનેતા સંજય દત્તને કેન્સર નિદાન થયુ છે.

બૉલિવુડ માટે વર્ષ 2020 ઘણુ ખરાબ સાબિત થયુ છે. કેન્સરના કારણે બૉલિવુડે ઘણા સ્ટાર્સ આ વર્ષે ગુમાવ્યા છે. હવે બૉલિવુડ માટે વધુ એક ડરાવનારા સમાચાર આવ્યા છે. અભિનેતા સંજય દત્તને કેન્સર નિદાન થયુ છે. અભિનેતા સંજય દત્તને ફેફસાનુ કેન્સર થવાની માહિતી મળી રહી છે. તેમની આ બિમારી ત્રીજા સ્ટેજ પર છે. આ ગંભીર બિમારીના ઈલાજ માટે સંજય દત્ત અમેરિકા જઈ રહ્યા છે. તમને જણાવી દઈએ કે સંજય દત્તની મા નરગિસનુ પણ કેન્સરના કારણે મોત થયુ હતુ.

સંજય દત્તને લંગ કેન્સર હોવાની પુષ્ટિ

સંજય દત્તને લંગ કેન્સર હોવાની પુષ્ટિ

સંજય દત્તે મંગળવારે(11 ઓગસ્ટ)ના રોજ અચાનક કામમાંથી બ્રેક લેવાનુ એલાન કરીને ચોંકાવી દીધા હતા. સંજયે સોશિયલ મીડિયા દ્વારા પોતાના નિર્ણયને ફે્ન્સ અને શુભચિંતકોને અવગત કરાવ્યા હતા. જો કે તેમણે એ ન જણાવ્યુ કે તેમને શું બિમારી છે. ફિલ્મ સમીક્ષક કોમલ નાહટાએ ટ્વિટ કરીને સંજય દત્તને લંગ કેન્સર હોવાની પુષ્ટિ કરી છે. સંજય દત્ત ઈલાજ માટે અમેરિકા જઈ રહ્યા છે.

તમારા પ્રેમ માટે હું જલ્દી પાછો આવીશ.

તમારા પ્રેમ માટે હું જલ્દી પાછો આવીશ.

સંજય દત્તે ફેન્સ સાથે શેર કરેલી પોસ્ટમાં લખ્યુ કે, 'હાય ફ્રેન્ડ્સ, હું કામમાંથી નાનો બ્રેક લઈ રહ્યો છુ કારણકે મારો ઈલાજ ચાલી રહ્યો છે. મારો પરિવાર અને દોસ્ત મારી સાથે છે. આશા રાખુ છુ કે તમે લોકો અટકળો નહિ લગાવો અને ટેન્શન નહિ લો. તમારા પ્રેમ માટે હું જલ્દી પાછો આવીશ.' વર્કફ્રંટની વાત કરીએ તો સંજય દત્ત 'KGF: ચેપ્ટર 2' માં જોવા મળવાના છે. હાલમાં જ સંજૂ બાબાના જન્મદિવસ પર તેમની ફિલ્મનુ પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યુ હતુ. તે ફિલ્મમાં અધીરાની ભૂમિકામાં જોવા મળશે.

કેન્સર અત્યારે જે સ્ટેજમાં છે તેનો ઈલાજ થઈ શકે છે

કેન્સર અત્યારે જે સ્ટેજમાં છે તેનો ઈલાજ થઈ શકે છે

સંજય દત્તની પત્ની માન્યતા અને તેમના બંને બાળકો હાલમાં દુબઈમાં છે. સંજય દત્તના જે મિત્ર તેમના આવાસ પર આ માહિતી મળ્યા બાદ પહોંચ્યા તેમના જણાવ્યા મુજબ કેન્સર અત્યારે જે સ્ટેજમાં છે તેનો ઈલાજ થઈ શકે છે. પરંતુ આના માટે સંજય દત્તે તરત અમેરિકા માટે નીકળવુ પડશે. સંજય દત્તની એક ફિલ્મ સડક 2નુ ટ્રેલર પણ મંગળવારે રિલીઝ થવાનુ હતુ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X