સલમાન-સંજયની કોલ્ડ વોર, સંજય દત્તે આપ્યું આ રિએક્શન

Written By:
Subscribe to Oneindia News

સલમાન ખાન અને સંજય દત્ત ક્યારેક એકબીજાના ઘણા સારા મિત્રો હતા, તેઓ ઘણીવાર સાથે બહાર ફરવા પણ જતા. પરંતુ છેલ્લા થોડા વર્ષોમાં તેમની વચ્ચેના ઇક્વેશન ઘણા બદલાયા છે અને આ અંગે સૌ જાણે છે. છેલ્લા ઘણા સમયથી જાણે સંજય દત્ત અને સલમાન ખાન વચ્ચે કોલ્ડ વોર ચાલી રહી છે. રિસન્ટલી, પોતાની આગામી ફિલ્મ 'ભૂમિ'ના પ્રમોશન દરમિયાન જ્યારે સંજય દત્તને આ અંગે પૂછવામાં આવ્યું તો તેમણે ઘણો આશ્ચર્યજનક જવાબ આપ્યો હતો.

સલમાન ખાન ખૂબ વ્યસ્ત છે

સલમાન ખાન ખૂબ વ્યસ્ત છે

બોલિવૂડ લાઇફ સાથે સલમાન સાથેના પર્સનલ ઇક્વેશન અંગે વાત કરતાં સંજય દત્તે જણાવ્યું કે, અમે બંન્ને એકબીજાને રોજ તો મળી ના શકીએ. તે ખૂબ વ્યસ્ત છે, આજના જમાનામાં બધા જ બિઝી છે. સલમાન મારા માટે મારા ભાઇ જેવો જ છે.

સંજય દત્ત છે પ્રોટેક્ટિવ

સંજય દત્ત છે પ્રોટેક્ટિવ

આ જ ઇન્ટરવ્યૂ દરમિયાન સંજયને જ્યારે પૂછવામાં આવ્યું કે, તેઓ ઇન્ડસ્ટ્રીમાંથી કોના માટે પ્રોટેક્ટિવ ફીલ કરે છે, તો તેમણે કહ્યું હતું કે, પૂજા ભટ્ટ, અમૃતા સિંહ, સલમાન, શાહરૂખ અને આમિર. આ બધાએ મને ખૂબ પ્રેમ આપ્યો છે અને હું પણ તેમને ખૂબ પ્રેમ કરું છું. હું કદાચ આ બધાને પ્રોટેક્ટ ન કરી શકું, પરંતુ જરૂર પડ્યે મોટા ભાઇની માફક તેમની સાથે હંમેશા રહી શકું છું.

સંજય અને સલમાન

સંજય અને સલમાન

સંજય દત્ત જ્યારે જેલમાંથી છૂટ્યા ત્યારે શાહરૂખ સહિત બોલિવૂડની તમામ મોટી હસ્તીઓએ સંજય દત્તની મુલાકાત લઇ તેમને શુભકામના પાઠવી હતી. પરંતુ સલમાન ખાન સંજય દત્તને મળવા નહોતા પહોંચ્યા.

સલમાન આપવાના હતા પાર્ટી

સલમાન આપવાના હતા પાર્ટી

સંજય દત્ત જ્યારે જેલમાં હતા ત્યારે સલમાને પોતાના એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, સંજય દત્ત બહાર આવશે ત્યારે તેઓ સંજય માટે મોટી પાર્ટીનું આયોજન કરશે. પરંતુ સંજય દત્ત બહાર આવ્યા બાદ સલમાન ના તો એમને મળ્યા, નો તો કોઇ પાર્ટી આપી. આથી સલમાન અને સંજય વચ્ચે કોઇ ખટરાગ હોવાની વાતોએ વધુ જોર પકડ્યું હતું. જો કે, સંજય દત્તે પોતાના રસિન્ટ ઇન્ટરવ્યુમાં આ તમામ અફવાઓ પર પૂર્ણવિરામ મુકી દીધું છે.

English summary
Sanjay Dutt opens up about his personnel equations with Salman Khan in his recent interview.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.