For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Pics : સંજયની વિરુદ્ધ 25, તો ટેકામાં માત્ર 2 જ અપીલો

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 5 એપ્રિલ : બૉલીવુડ અભિનેતા અને 1993ના મુંબઈ બૉમ્બ ધડાકા પ્રકરણમાં આર્મ્સ એક્ટ હેઠળ સુપ્રીમ કોર્ટ દ્વારા પાંચ વરસની સજા પામનાર સંજય દત્તને સજામાંથી માફીની માંગણીની વિરુદ્ધ 25 અપીલો થઈ છે, જ્યારે ટેકામાં માત્ર 2 જ અપીલો કરવામાં આવી છે.

સુપ્રીમ કોર્ટે સંજય દત્તને પાંચ વરસની સજા ફરમાવી છે. તેઓ 18 માસ જેલમાં રહી ચુક્યાં છે. તેથી તેમને હજી સાડા ત્રણ વરસ માટે જેલ જવું પડશે.

સંજય દત્તને સજાનો ચુકાદો આવતા જ તેમને માફ કરવાની ચર્ચાઓ પણ ચાલુ થઈ ગઈ હતી. અનેક લોકોએ તેમને માફ કરવાની માંગણી કરી, તો કેટલાંક લોકોએ આ માંગણીનો વિરોધ પણ કર્યો.

દરમિયાન સંજય દત્તને માફ કરવા માટેની બે અપીલો મહારાષ્ટ્રના રાજ્યપાલ સમક્ષ કરવામાં આવી છે, પરંતુ મોટી બાબત એ છે કે માફ કરવાની વિરુદ્ધ 25 અપીલો થઈ છે. રાજ્યપાલે તમામ અપીલો ગૃહ વિભાગને મોકલી આપી છે.

આવો માણીએ સંજય દત્તની કેટલીક તસવીરો.

કંઇક મૂડમાં લાગે છે સંજય દત્ત

કંઇક મૂડમાં લાગે છે સંજય દત્ત

સજાના ચુકાદા બાદ સંજય દત્ત પહેલી વાર જ્યારે પોલીસગિરીના શૂટિંગ માટે પહોંચ્યા, ત્યારે તેમના ચહેરા ઉપર ઉદાસી ઝળકતી હતી, પરંતુ હવે કંઈક મૂડમાં લાગે છે સંજય દત્ત.

કંઇક મૂડમાં લાગે છે સંજય દત્ત

કંઇક મૂડમાં લાગે છે સંજય દત્ત

સજાના ચુકાદા બાદ સંજય દત્ત પહેલી વાર જ્યારે પોલીસગિરીના શૂટિંગ માટે પહોંચ્યા, ત્યારે તેમના ચહેરા ઉપર ઉદાસી ઝળકતી હતી, પરંતુ હવે કંઈક મૂડમાં લાગે છે સંજય દત્ત.

બાળકોએ કરી પ્રાર્થના

બાળકોએ કરી પ્રાર્થના

કોલકાતા ખાતે એક સ્કૂલ ખાતે વિદ્યાર્થીઓએ સંજય દત્તના પોસ્ટર સમક્ષ ફૂલ ધરી તેમની સજા પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરી હતી.

બૅનરો સાથે ટેકો

બૅનરો સાથે ટેકો

બેંગલુરૂ ખાતે સંજય દત્તના ટેકામાં પ્રદર્શન કરતાં વિદ્યાર્થીઓ.

લાગણીશીલ પ્રિયા-સંજય

લાગણીશીલ પ્રિયા-સંજય

સજા પામ્યા બાદ પ્રથમ વાર મીડિયા સમક્ષ આવેલા સંજય દત્ત તેમની બહેન સમક્ષ લાગણીશીલ બની ગયા હતાં. પ્રિયા દત્ત પણ લાગણીશીલ બની ગયા હતાં.

લાગણીશીલ પ્રિયા-સંજય

લાગણીશીલ પ્રિયા-સંજય

સજા પામ્યા બાદ પ્રથમ વાર મીડિયા સમક્ષ આવેલા સંજય દત્તની આ તસવીરમાં તેમના પશ્ચાતાપના આંસુ જોઈ શકાય છે.

English summary
There are 25 appeals reached before Maharashtra Governor aggainst Sanjay Dutt Pardon. Only 2 appeals are In support.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X