For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

PICS : સંજૂએ એક વર્ષમાં 118 રજાઓ લીધી, જેલમાંથી બ્રેક લઈ પાર્ટી કરી...

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 3 જાન્યુઆરી : સંજય દત્ત આજકાલ ફર્લો રજા પર જેલમાંથી બહાર આવેલા છે. જોકે સંજયને ફર્લો રજા તો બીમાર પત્ની માન્યતા દત્તની સારસંભાળ માટે મળી છે, પણ તેઓ જેલમાંથી મળેલી આ રજાઓનો ભરપૂર આનંદ માણી રહ્યા છે.

sanjay-dutt
નોંધનીય છે કે સંજય દત્ત આર્મ્સ એક્ટ હેઠળ 2013થી જેલમાં છે. તેમાંથી તેઓ કેટલા દિવસ જેલમાં રહ્યા છે? આ સવાલ તો કરતા જ નહીં. સંજય દત્ત મે-2013થી મે-2014 વચ્ચે ફર્લો/પૅરોલ પર જેલમાંથી 118 દિવસો બહાર પસાર કરી ચુક્યા છે.

જેલમાંથી બહાર આવી સંજૂ બાબા રજાઓનો ભરપૂર આનંદ માણી રહ્યાં છે. નવા વર્ષ પ્રસંગે તેમણે પોતાના દોસ્તો-યારો-મિત્રો સાથે શાનદાર પાર્ટી કરી. સંજય દત્ત માટે માન્યતા દત્તે નવા વર્ષની પાર્ટીનું આયોજન કર્યુ હતું. પાર્ટીમાં સંજય દત્તના પરિજનો તથા ઇંડસ્ટ્રીના મિત્રોએ હાજરી આપી. કહેવાની જરૂર નથી કે સંજય દત્ત જ આ પાર્ટીના સૌથી મોટા સ્ટાર હતાં.

બૉલીવુડના બૅડ મૅન ગુલશન ગ્રોવર પણ સંજય દત્તની જેમ જ મૂછો રાખી પાર્ટીમાં પહોંચ્યાં. સંજયની દરેક મુશ્કેલીમાં તેમનો અને માન્યતાનો સાથ આપનાર અમીષા પટેલ અને તેમના ભાઈ અશ્મિત પટેલે પણ પાર્ટીમાં હાજરી નોંધાવી. આ ઉપરાંત અરમાન કોહલી, બંટી વાલિયા, સંજયના મિત્ર અને ફિલ્મ નિર્માતા વનેસા પરમાર પણ પત્ની સાથે પાર્ટીમાં પહોંચ્યા હતાં.

English summary
Sanjay Dutt who is on a parole for 14 days for reasons best known to the court partied hard to welcome the New Year. Isnt That WOW! Check Pics!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X