મેરે ભૈયા, મેરે ચંદા... એક હજારોં મેં મેરી બહના હૈ...
મુંબઈ, 28 માર્ચ : સુપ્રીમ કોર્ટ દ્વારા સજા ફરમાવાયા બાદ પ્રથમ વાર મીડિયા સામે આવનાર બૉલીવુડ અભિનેતા સંજય દત્ત તેમના બહેન પ્રિયા દત્તને વળગી રડી પડ્યાં. ભાઈ-બહેન વચ્ચેના આ લાગણીશીલ દૃશ્યો જોઈ બૉલીવુડના કેટલાંક ગીતો તાજા થઈ આવ્યાં.

સંજય દત્તે સુપ્રીમ કોર્ટ તરફથી સજા ફરમાવાયા બાદ આજે પ્રથમ વાર મીડિયા સામે આવી જણાવ્યું કે તેઓ આજથી ફિલ્મોનું શૂટિંગ શરૂ કરશે. તેમણે એમ પણ જણાવ્યું કે તેઓ પોતાની સજા માફ કરવા માટે પણ અપીલ નહીં કરે અને નિયત સમયે આત્મસમર્પણ કરી દેશે.
આટલું કહ્યા બાદ સંજય દત્તની આંખો ભરાઈ આવી, તો બહેન પ્રિયા દત્તે તેમની પીઠ ઉપર હાથ પસાર્યો અને તેમને સાંત્વના આપ્યું. આ દરમિયાન સંજય દત્ત બહેનના ગળે વળગી લાગણીશીલ બની ગયાં.
ભાઈ-બહેન વચ્ચેનો આવો પ્રેમ જોઈ બૉલીવુડના કેટલાંક ગીતો તાજા થવા સ્વાભાવિક હતાં. બહેન પ્રિયા દત્ત ગળે વળગી જાણે કાજલ ફિલ્મનું ગીત ...મેરે ભૈયા, મેરે ચંદા, મેરે અનમોલ રતન... તેરે બદલે મૈં જમાને કી કોઈ ચીજ ન લૂં... ગીત તાજુ કરી નાંખ્યું. જોકે પરિસ્થિતિ એવી ઊભી થઈ છે કે પ્રિયા પાસે એવી કોઈ પણ વસ્તુ નથી કે જેના બદલામાં તેઓ સંજયને જેલ જતા રોકી શકે. બીજી બાજુ સંજય દત્ત ગળે વળગી જાણે હરે રામા હરે કૃષ્ણા ફિલ્મનું ગીત ... ફૂલોં કા તારોં કા, સબકા કહના હૈ, એક હજારોં મેં મેરી બહના હૈ... જે રીતે મુશ્કેલ સમયમાં પ્રિયાએ ભાઈનો સાથ આપ્યો તે જોઈ સંજય ઉપર આ ગીત ફિટ બેસે છે.












Click it and Unblock the Notifications
