ત્રિશલાએ તોડ્યું મૌન, મીડિયાને આપી ગાળો

મુંબઈ, 7 જૂન : બૉલીવુડ અભિનેતા સંજય દત્તના પ્રથમ પત્નીના પુત્રી ત્રિશલાએ અંતે મૌન તોડ્યું છે. લોકો સતત એ જાણવાં ઉત્સુક હતાં કે અભિનેતા સંજયની આ લાડકડી દીકરી ત્રિશલા આખરે ચુપ કેમ છે? ત્રિશલાએ મૌન તોડતાં ધડાકાભેર કમબૅક કર્યું છે પોતાના બ્લૉગ ઉપર. ત્રિશલાએ લખ્યું છે - હું જાણું છું કે મારા મૌનના અનેક અર્થ કઢાઈ રહ્યાં છે. હું પોતે દંગ છું કે મારા અને મારા પરિવાર સાથે આટલું બધું થઈ ગયું અને હું મૌન કેમ રહી ગઈ?

trishala

ત્રિશલાએ આગળ લખ્યું છે - આપ સૌને ખબર છે કે મારા પપ્પા સાથે શું થયું છે. જો નથી ખબર તો હું બતાવી દઉં કે તેમને ત્રણ વરસની સજા થઈ છે. હું મારા પપ્પાને બહુ પ્રેમ કરુ છું, પણ જેલ જતી વખતે હું તેમની પાસે નહોતી. આ બાબતનો મીડિયાએ ખોટો અર્થ કાઢ્યો. એવું કોઇએ વિચાર્યું નહિં કે શક્ય છે કે મારા પપ્પાએ જ મને આવતાં રોક્યો હોય. હું પોતાના પપ્પાની વિરુદ્ધ નથી જતી. મારા પપ્પા અમેરિકા નથી આવી શકતાં. તેની પાછળ કાનૂની કારણો છે, પણ હું તો આવી શકુ છું. આ વાત અંગે મીડિયાએ ખૂબ તમાશો કર્યો છે. તો હું જણાવી દઉં કે મીડિયાના કારણે જ હું હાલ અમેરિકામાં છું. હું 2007માં ભારત આવી હતી, ત્યારે આ જ મીડિયાએ મારા અને માન્યતાના સંબંધો અંગે કોણ જાણે શું-શું લખી નાંખ્યુ હતું. આજે મને લાગે છે કે સારૂં છે કે હું બૉલીવુડમાં નથી આવી રહી. પપ્પાએ મને કેમ રોક્યાં, તે હવે સમજાય છે. હું પોતાના પરિવારને વધુ દુઃખ આપવા નથી માંગતી. તેઓ પહેલેથી જ ઘણી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યાં છે. મીડિયા ક્યાંક આ વાતનું વતેસર ન બનાવી દે, એટલે જ હું અહીં (અમેરિકા)માં જ ખુશ છું.

નોંધનીય છે કે સંજય દત્ત અને રીચા શર્માના 25 વર્ષીય પુત્રી ત્રિશલા અમેરિકામાં પોતાના નાના-નાની સાથે રહે છે. થોડાંક દિવસ અગાઉ જાણવા મળ્યુ હતું કે ત્રિશલા બૉલીવુડમાં આવવા માંગે છે, પણ સંજય દત્તે તેમને બૉલીવુડમાં આવતા રોકી દીધાં. હાલ ત્રિશલા અભ્યાસ કરે છે અને ફૅશન ડિઝાઇનિંગની દુનિયામાં નામ કમાવવા માંગે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X