સંજય દત્તની મુશ્કેલીઓ વધી, હવે ગેર જમાનતી વોરન્ટ

મામલો સંજય દત્ત અને શકીલ નૂરાનીની એક ફિલ્મને લઇને કોર્ટમાં પહોંચ્યો હતો. શકીલ નૂરાની ફિલ્મ પુરી નહીં કરવા બદલ સંજય દત્ત વિરુદ્ધ કોર્ટમાં ગયા હતા. અંઘેરી કોર્ટે નૂરાનીને ધમકી આપવા બદલ આ વોરન્ટ જારી કર્યું છે. દિલ્હીમાં હોવાના કારણે સંજય કોર્ટ પહોંચી શક્યા નહોતા. તેમના વકીલે ઉક્ત જાણકારી આપી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, 1993માં થયેલા મુંબઇ વિસ્ફોટ દરમિયાન સંજય દત્તે ગેરકાયદે રીતે હથિયાર રાખ્યા હતા, જે કેસનો ચૂકાદો સંભળાવતા સુપ્રીમ કોર્ટે સંજય દત્તને પાંચ વર્ષની સજા ફરમાવી હતી અને ચાર અઠવાડિયાની અંદર સરેન્ડર કરવા જણાવ્યું હતું. જો કે, સંજય દત્તે ફિલ્મોના પ્રોજેક્ટને આગળ ધરીને વધુ એક મહિનાનો સમય સુપ્રીમ કોર્ટ પાસેથી મેળવી લીધો હતો.












Click it and Unblock the Notifications
