આત્મસર્મપણ કરીશ પણ સજા માફી નહી માંગું: સંજય દત્ત
મુંબઈ, 28 માર્ચ : સંજય દત્ત જેલ જતા અગાઉ ત્રણ ફિલ્મો ઝંજીર, પોલીસગિરી તથા પીકે પૂર્ણ કરી લેશે. સંજય દત્ત આજથી શૂટિંગ શરૂ કરનાર છે. તેઓ થોડીક જ વાર બાદ ઘરેથી કમાલિસ્તાન સ્ટુડિયો માટે રવાના થવાના છે કે જ્યાં તેમને પોલીસગિરી ફિલ્મનું શૂટિંગ કરવાની છે.
UPADATE: 10:58
આજે સવારે શુટીંગ પર જતાં પહેલાં સંજય દત્તે પોતાના ઘરે પત્રકાર પરિષદને સંબંધી હતી. પત્રકાર પરિષદને સંબોધતાં સંબોધતાં તેમની આંખો ભરાઇ આવી હતી. અને પોતાની બહેન પ્રિયા દત્તને ગળે વળગી રડવા લાગ્યાં હતા. સંજય દત્તે જણાવ્યું હતું કે હું મારા દેશને ખૂબ પ્રેમ કરું છું, હું આત્મસમર્પણ કરીશ. હું માફી માંગીશ નહી. હું મારા પરિવાર સાથે સમય વિતાવવા માંગું છું. હું અને પરિવાર ભાંગી પડ્યો છે. જે લોકો મારા માટે માફીની માંગણી કરી રહ્યાં છે તેમનો આભાર વ્યક્ત કરું છું.

સુપ્રીમ કોર્ટે સંજય દત્તને પાંચ વરસની જેલની સજા ફરમાવી છે અને તેમને ચાર અઠવાડિયામાં આત્મસમર્પણ કરવાનો આદેશ કર્યો છે. તેમની આ મુદ્દત 18મી એપ્રિલે પૂર્ણ થવાની છે. સંજય દત્તે દિગ્દર્શકોને અધૂરી ફિલ્મો જેલ જતા અગાઉ પૂર્ણ કરવાની ખાત્રી આપી હતી.
સંજય દત્ત આજે શૂટિંગ માટે પોતાના ઘરેથી થોડીક જ વાર બાદ રવાના થશે. સંજય દત્ત ઘરેથી નિકળી કમાલિસ્તાન સ્ટુડિયો પહોંચશે કે જ્યાં તેમનો ઇંતેજાર થઈ રહ્યો છે. સંજય દત્ત કમાલિસ્તાન સ્ટુડિયોમાં પોલીસગિરી ફિલ્મનું શૂટિંગ શરૂ કરશે.
-
હોટલોમાં હવે પનીર અસલી કે એનાલોગ? બોર્ડ મારવા સરકારનો આદેશ -
આજ રાતથી ગુજરાતમાં માવઠાનું જોર વધશે, હવામાનની નવી આગાહી -
ગુજરાતમાં કમોસમી વરસાદનું સંકટ: બે સિસ્ટમ સક્રિય થતાં 4 એપ્રિલ સુધી માવઠાની આગાહી, જાણો તમારા જિલ્લાની સ્થિતિ -
Petrol Diesel Price: 2 એપ્રિલે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: UP-દિલ્હી સહિત 8 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
IPL 2026: KKRએ જીત્યો ટોસ, SRH પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
LRD શારીરિક કસોટીનું પરિણામ જાહેર, જાણો ક્યારે લેવાશે પરિક્ષા? -
અંબાલાલ પટેલની મોટી આગાહી: આગામી 48 કલાકમાં ગુજરાતમાં ભારે પવન સાથે કમોસમી વરસાદની સંભાવના -
કેજરીવાલે પત્ર લખીને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને મળવાનો સમય માંગ્યો, જાણો કેમ? -
Gold Rate Today: 2 એપ્રિલના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
KKR vs SRH: હૈદરાબાદની શાનદાર જીત, કોલકાતાને 65 રનથી હરાવ્યું -
Karmayogi Saptah: શું છે પીએમ મોદીનું 'કર્મયોગી' વિઝન? સરકારી કામકાજ માટે આપ્યો સેવાનો સર્વોચ્ચ મંત્ર










Click it and Unblock the Notifications
