Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

સંજય દત્ત સાથે મતભેદ બાદ મને કોઈ કામ નહોતું આપતું

ડિરેક્ટર સંજય ગુપ્તા ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં બે દાયકા જેટલો સમય પસાર કરી ચૂક્યા છે. તાજેતરમાં જ તેમણે પીટીઆઈને આપેલા એક ઈન્ટરવ્યુમાં પોતાની કરિયરની ચડતી પડતી અંગે વાત કરી

ડિરેક્ટર સંજય ગુપ્તા ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં બે દાયકા જેટલો સમય પસાર કરી ચૂક્યા છે. તાજેતરમાં જ તેમણે પીટીઆઈને આપેલા એક ઈન્ટરવ્યુમાં પોતાની કરિયરની ચડતી પડતી અંગે વાત કરી અને કહ્યું કે કાંટેના શૂટિંગ દરમિયાન તેમના અને સંજય દત્ત વચ્ચે મતભેદ થયા હતા. બાદમાં લાંબા સમય સુધી કોઈ તેમને કામ નહોતું આપતું. કોઈ તેમની ફિલ્મમાં કામ કરવા તૈયાર થતું હતું.

ખૌફ, કાંટે, મુસાફિર, શૂટઆઉટ એટ લોખંડવાલા, કાબિલ, જઝ્બા જેવી ફિલ્મોના ડિરેક્ટર સંજય ગુપ્તાએ તાજેતરમાં જ પોતાની આગામી મલ્ટી સ્ટારર ફિલ્મ મુંબઈ સાગાની જાહેરાત કરી છે. આ ફિલ્મ 2020માં રિલીઝ થશે. આ ગેંગસ્ટર ડ્રામા ફિલ્મમાં મુખ્ય પાત્રોમાં જૉન અબ્રાહમ, ઈમરાન હાશ્મી, સુનીલ શેટ્ટી, જેકી શ્રોફ, પ્રતીક બબ્બર, ગુલશન ગ્રોવર અને રોહિત રૉય દેખાશે.

આ પણ વાંચો: આયુષ્માન ખુરાનાની આર્ટિકલ 15 વિવાદોમાં ફસાઈ, બ્રાહ્મણ સમાજે ફરિયાદ કરી

સંજય ગુપ્તાને ઈન્ડસ્ટ્રીમાં 25 વર્ષનો સમય વીતિયો છે. તેમણે 1994માં ફિલ્મ આતિશ સાથે કરિયર શરૂ કરી હતી. સંજય દત્ત સ્ટારર આ ફિલ્મ હિટ રહી હતી. જે બાદ બંને સંજયની મિત્રતા લાંબો સમય ચાલી. પરંતુ કાંટે બાદ બંનેના સંબંધો વણસ્યા હતા.

સંજય દત્ત સાથે પહેલી ફિલ્મ

સંજય દત્ત સાથે પહેલી ફિલ્મ

ડિરેક્ટરે કહ્યું,'25 વર્ષ પહેલા મારી ફિલ્મ આતિશ રિલીઝ થઈ હતી. તેની કાસ્ટિંગ મુશ્કેલ નહોતી. સંજય દત્નતા કારણે જ ફિલ્મ સહેલાઈથી બની રહી હતી, કારણ કે તે સમયે સ્ટારને લઈ ફિલ્મ બનાવવી સહેલી નહોતી. '

સંજય દત્તનો આભારી છું.

સંજય દત્તનો આભારી છું.

તેમણે કહ્યું કે સંજયે મારી પહેલી ફિલ્મમાં કામ કર્યું એ બદલ હું તેનો આભારી છું. જો કે કાંટે સુધી સંજય ગુપ્તા કેટલીક વધુ ફિલ્મો ડિરેક્ટ કરી ચૂક્યા હતા, અને બોલીવુડમાં જાણીતા બની ચૂક્યા હતા. એટલે કાંટેમાં તેમણે સંજય દત્તની સાથે અમિતાભ બચ્ન, સુનીલ શેટ્ટી સહિતના એક્ટર્સને લઈ મલ્ટીસ્ટારર ફિલ્મ બનાવી હતી. ફિલ્મ તો હિટ થઈ પરંતુ સંજય દત્ત સાથેના તેમના સંબંધો વણસી ગયા.

મારી પાસે કામ નહોતું

મારી પાસે કામ નહોતું

સંજય ગુપ્તાએ કહ્યું કે કાંટે રિલીઝ થઈ ને પરિસ્થિતિ કથળતી ગઈ. મારી ફિલ્મ શૂટ આઉટ એડ વડાલાની રિલીઝના ચાર વર્ષ પહેલા પરિસ્થિતિ ખરાબ હતી. ઈન્ડસ્ટ્રીના 90 ટકા લોકો મારી સાથે કામ કરવા નહોતા ઈચ્છતા, કારણ કે સંજુ સાથે મારા સંબંધો સારા નહોતા.

સંજય દત્તે કોઈને ના નહોતી પાડી

સંજય દત્તે કોઈને ના નહોતી પાડી

સંજય ગુપ્તાએ કહ્યું કે સંજય દત્તે ક્યારેય લોકોને એવું નહોતું કહ્યું કે તે મારી સાથે કામ ન કરે, પરંતુ સંજુની આસપાસના લોકો બીજાને મારી સાથે ન જોડાવા કહેતા રહેતા હતા.

હું હારી ગયો હતો

હું હારી ગયો હતો

ડિરેક્ટરે કહ્યું કે આ મારા માટે ખરાબ સમય હતો. હું ખંડાલાની એક હોટેલમાં કામ શરૂ કરી ચૂક્યો હતો, અને તેને જ ભવિષ્ય માની લીધું હતું. પછી મેં જાતને સંભાળીને પહેલેથી શરૂઆત કરવાનું નક્કી કર્યું.

શૂટ આઉટ એટ વડાલા

શૂટ આઉટ એટ વડાલા

પછી મેં એક્તા કપૂર સાથે શૂટઆઉટ એટ વડાલાની શરૂઆત કરી. મેં જોન અબ્રાહમ અને અનિલ કપૂર સાથે વાત કરી. અનિલ કપૂરે સીધું જ કહ્યું હતું કે જો સંજુ ના પાડશે કે હું સંજય સાથે કામ ન કરો તો હું આ ફિલ્મ નહીં કરું.

સંબંધો સુધર્યા

સંબંધો સુધર્યા

જો કે શૂટઆઉટ એટ વડાલા બની. બીજી તરફ મારા અને સંજય દત્ત વચ્ચેના સંબંધો પણ સુધર્યા. સંજય ગુપ્તા હવે પોતાની અપકમિંગ ફિલ્મ મુંબઈ સાગાને લઈ તૈયાર છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X