સંજય કપૂરની દીકરી શનાયા કપૂરનો ખૂબ જ બોલ્ડ અવતાર, સુહાના ખાને કરી કમેન્ટ, જુઓ Pics
શનાયા કપૂરે હાલમાં જ એક નવુ ફોટોશૂટ કરાવ્યુ છે. આ ફોટોશૂટમાં તે બ્લેક ડ્રેસમાં ખૂબ જ બોલ્ડ અંદાજમાં પોઝ આપતી જોવા મળી રહી છે.
સંજય કપૂરની દીકરી શનાયા કપૂર હાલમાં સોશિયલ મીડિયા પર ઘણી સક્રિય રહે છે. હાલમાં જ શનાયાએ પોતાનુ ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પલ્બિક કર્યુ છે અને ઘણી વાર તે પોતાના ફોટા શેર કરે છે. શનાયા કપૂરે હાલમાં જ એક નવુ ફોટોશૂટ કરાવ્યુ છે. આ ફોટોશૂટમાં તે બ્લેક ડ્રેસમાં ખૂબ જ બોલ્ડ અંદાજમાં પોઝ આપતી જોવા મળી રહી છે. શાહરુખનની દીકરી સુહાના ખાન અને બોની કપૂરની દીકરી ખુશી કપૂરે શનાયાના ફોટા પર કમેન્ટ પણ કરી છે. ફોટામાં શનાયા સોફા પર સૂઈને ખૂબ જ બોલ્ડ અને સિઝલિંગ પોઝ આપતી દેખાઈ રહી છે. તેના આ ફોટા સોશિયલ મીડિયા પર ઘણા વાયરલ થઈ રહ્યા છે.

સુહાના ખાન અને ખુશી કપૂરનુ રિએક્શન
શનાયાના આ ફોટા પર ફેન્સની જોરદાર પ્રશંસા તો મળી રહી છે. તેની ખાસ દોસ્ત સુહાના ખાન અને ખુશી કપૂરે પણ પ્રેમભર્યુ રિએક્શન આપ્યુ છે. શનાયા કપૂર આ પહેલા પણ પોતાના બોલ્ડ અને ગ્લેમરસ ફોટોશૂટ માટે ચર્ચામાં રહી ચૂકી છે. હાલમાં જ શનાયાએ પોતાના બેલી ડાંસ વીડિયો પણ શેર કર્યા હતા જેણે સોશિયલ મીડિયા પર ઘણો તહેલકો મચાવ્યો હતો.

લાઈમલાઈટથી દૂર નથી
સંજય કપૂર અને મહીપ કપૂરની દીકરી શનાયાએ ભલે હજુ અભિનેત્રી તરીકે બૉલિવુડમાં ડેબ્યુ ન કર્યુ હોય પરંતુ તે લાઈમલાઈટથી દૂર નથી.

બૉલિવુડ ડેબ્યુ
અફવાઓ છે કે શનાયા કપૂર જલ્દી બૉલિવુડ ડેબ્યુ કરવાની છે. માટે પોતાની ફેન ફોલોઈંગ વધુ મજબૂત કરવા માટે તેણે ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પબ્લિક કરી દીધુ છે અને ફેન્સ સાથે પોતાના જીવનની ખાસ પળોને શેર કરી રહી છે.












Click it and Unblock the Notifications
