For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સારા અલી ખાન પણ NCBની ઑફિસ પહોંચી, દીપિકા, શ્રદ્ધા સાથે પૂછપરછ ચાલી રહી છે

સારા અલી ખાન પણ NCBની ઑફિસ પહોંચી, દીપિકા, શ્રદ્ધા સાથે પૂછપરછ ચાલી રહી છે

|
Google Oneindia Gujarati News

મુંબઈઃ સુશાંત સિંહ રાજપૂતના મોત મામલાના તાર ડ્રગ એન્ગલ સાથે જોડાયા બાદ કેટલાંય મોટાં નામ તપાસ એજન્સીઓના રડાર પર છે. બૉલીવુડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણ શનિવારે સવારે નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરોની ઑફિસ પહોંચી. ડ્ર્ગ્સ કનેક્શન મામલે દીપિકાની 3 કલાકથી પૂછપરછ ચાલી રહી છે. દીપિકા બાદ એનસીબી ઑફિસ પહોંચેલી શ્રદ્ધા કપૂર સાથે પણ સવાલ- જવાબ કરવામાં આવી રહ્યા છે. જ્યારે, સારા અલી ખાન પણ નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરોની ઑફિસે પહોંચી ચૂકી છે.

drug case

બૉલીવુડ ડ્રગ્સ સિંડિકેટની તપાસમાં આજનો દિવસ અતિ મહત્વનો માનવામાં આવી રહ્યો છે. આજે એક સાથે ત્રણ અભિનેત્રીઓની પૂછપરછ થઈ રહી છે. દીપિકા ઉપરાંત સારા અલી ખાન અને શ્રદ્ધા કપૂરને પણ પૂછપરછ માટે બોલાવવામા આવ્યા છે.

અગાઉ શુક્રવારે એનસીબીએ દીપિકાની ટેલેન્ટ મેનેજર કરિશ્મા પ્રકાશની પૂછપરછ કરી હતી. તેના સિવાય એક્ટ્રેસ રકુલ પ્રીત સિંહ સાથે પણ સવાલ જવાબ કરવામાં આવ્યા હતા. કરિશ્મા પ્રકાશ પૂછપરછ માટે ફરી શનિવારે પહોંચી ગઈ છે. શક્ય છે કે દીપિકા અને તેની ટેલેન્ટ મેનેજરને આમને સામને બેસાડી પૂછપરછ કરવામાં આવી શકે છે.

ડ્રગ્સ સાથે જોડાયેલું દીપિકાનું એક ચેટ રિટ્રીવ થયું છે, જે બાદ તેની મુસિબત વધી ગઈ છે. 28 ઓક્ટોબર 2018ની ચેટમાં દીપિકા પાદુકોણ, કરિશ્મા પ્રકાશ પાસે હૈશની માંગણી કરી રહી છે. જણાવી દઈએ કે સુશાંત સિંહ રાજપૂતની ટેલેન્ટ મેનેજર જયા સાહાની વોટ્સએપ ચેટથી દીપિકા પાદુકોણ અને શ્રદ્ધા કપૂરના નામ સામે આવ્યાં છે.

જ્યારે રિયા ચક્રવર્તીની જે મામલે ધરપકડ થઈ છે તે મામલે એનસીબીએ શુક્રવારે ક્ષિતિજ પ્રસાદ સાથે મોડી રાત સુધી પૂછપરછ ચાલુ રહી. અગાઉ એનસીબીએ ક્ષિતિજના ઘરની તલાશી પણ લીધી હતી. જણાવવામાં આવી રહ્યું છે કે ક્ષિતિજનું નામ ધરપકડ કરાયેલ ડ્રગ્સ પેડલર અંકુશ અરનેજાના નિવેદનમાં આવ્યું છે. એનસીબી સૂત્રો મુજબ , ક્ષિતિજ ધર્મા પ્રોડક્શન સાથે જોડાયેલા છે જ્યારે ધર્મા પ્રોડક્શનના માલિક કકરણ જોહરે સફાઈ આપી કે તેઓ ક્ષિતિજને વ્યક્તિગત રૂપે નથી જાણતા.

દીપિકા પાદુકોણે ક્યારેય ડ્રગ્ઝ લીધી નથીઃ મેનેજર કરિશ્માનુ NCB સામે નિવેદનદીપિકા પાદુકોણે ક્યારેય ડ્રગ્ઝ લીધી નથીઃ મેનેજર કરિશ્માનુ NCB સામે નિવેદન

English summary
Sara Ali Khan also reached the NCB office, Deepika, Shraddha is being interrogated
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X