જ્યારે બે લોકો સાથે ખુશ ના હોય તો તેમનુ અલગ થવુ સારુઃ સારા અલી ખાન

બંનેના અલગ થવા અંગે તેમનુ કહેવુ હતુ કે જ્યારે બે લોકો સાથે ખુશ ન રહી શકે ત્યારે બંનેનું અલગ થઈ જવુ જ સૌથી સારો વિકલ્પ હોય છે.

સૈફ અલી ખાન અને અમૃતા સિંહની પુત્રી સારા અલી ખાને બોલિવુડમાં આવતા જ ધમાકો કરી દીધો છે અને સતત બે મોટી હીટ આપી દીધી છે જેમાં કેદારનાથ અને સિંબા શામેલ છે. સારા અલી ખાને પોતાના અભિનય અને શરીર માટે ઘણી વધુ મહેનત કરી છે જેનુ પૂરુ ફળ મળી રહ્યુ છે. સારા અલી ખાને પોતાના મમ્મી પપ્પા માટે હંમેશા જ ઘણા પ્રકારની વાતો કરતી રહે છે અને બંનેના છૂટાછેડા બાદ તેને કેવુ લાગે છે તેના પર પણ બોલતી રહે છે. હાલમાં જ એક ઈન્ટરવ્યુ દરમિયાન સારા અલી ખાનને પૂછવામાં આવ્યુ કે તે પોતાના મા બાપના અલગ થવા અંગે શું અનુભવે છે અને શું તમે ખુશ રહ્યા છો.

બંનેનું અલગ થઈ જવુ જ સૌથી સારો વિકલ્પ

બંનેનું અલગ થઈ જવુ જ સૌથી સારો વિકલ્પ

આના પર સારા અલી ખાને કહ્યુ કે મારા બે બે ઘર છે અને હું ઘણી વધુ ખુશ છુ. બંનેના અલગ થવા અંગે તેમનુ કહેવુ હતુ કે જ્યારે બે લોકો સાથે ખુશ ન રહી શકે ત્યારે બંનેનું અલગ થઈ જવુ જ સૌથી સારો વિકલ્પ હોય છે. આ વાતથી તેણે એ તરફ ઈશારો કર્યો અને જણાવ્યુ કે લગ્ન બાદ બંને અલગ થવાનું કારણ એ જ હતુ કે બંને સાથે ખુશ નહોતા. હાલમાં જ કૉફી વિથ કરણમાં પહોંચેલા સારા અને સૈફે ઘણી વાતો કરી હતી અને સારાએ અહીં પર પણ બંનેના અલગ થવા અંગે પોતાની વાત મૂકી હતી.

કરિશ્મા કપૂર-સંજય કપૂર

કરિશ્મા કપૂર-સંજય કપૂર

કરિશ્મા કપૂર અને સંજય કપૂરે લગ્ન કર્યા હતા પરંતુ બંને વધુ સમય સુધી સાથે રહી શક્યા નહોતા.

મનીષા કોઈરાલા-સમ્રાટ દહલ

મનીષા કોઈરાલા-સમ્રાટ દહલ

મનીશા કોઈરાલા-સમ્રાટ દહલ અને સમ્રાટ દહલે એકબીજાને પોતાના જીવનસાથી બનાવ્યા હતા પરંતુ લગ્ન ચાલ્યા નહિ.

પૂજા ભટ્ટ-મનીષ મખીજા

પૂજા ભટ્ટ-મનીષ મખીજા

પૂજા ભટ્ટ અને મનીષ મખીજા લગ્નના બંધનમાં બંધાયા પરંતુ ટૂંક સમયમાં બંનેએ છૂટાછેડા લઈ લીધા હતા.

કરણ સિંહ ગ્રોવર-જેનિફર વિંગેટ

કરણ સિંહ ગ્રોવર-જેનિફર વિંગેટ

કરણ સિંહ ગ્રોવર અને જેનિફર વિંગેટે લગ્ન કર્યા પરંતુ બંને અલગ થઈ ગયા. હાલમાં કરણ સિંહ ગ્રોવર બિપાશા બાસુના પતિ છે.

અનુરાગ કશ્યપ-કલ્કિ કોચલિન

અનુરાગ કશ્યપ-કલ્કિ કોચલિન

અનુરાગ કશ્યપ અને કલ્કિ કોચલિને પણ લગ્ન કર્યા હતા પરંતુ બંનેના છૂટાછેડા થઈ ગયા હતા.

ઋતિક રોશન-સુઝેન ખાન

ઋતિક રોશન-સુઝેન ખાન

ઋતિક રોશન અને સુઝેન ખાન ઘણા સમય સુધી એકબીજાની સાથે રહ્યા અને અલગ થઈ ગયા. હજુ પણ બંને સાથે જોવા મળે છે.

અરબાઝ ખાન-મલાઈકા અરોરા

અરબાઝ ખાન-મલાઈકા અરોરા

અરબાઝ ખાન અને મલાઈકા અરોરાના છૂટાછેડાએ બધાને ચોંકાવી દીધા હતા. ઘણા સમય સુધી બંને સાથે રહ્યા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X