Happy Birthday : સારા માટે થશે ‘હૅપ્પી ન્યુ ઈયર’?
મુંબઈ, 3 ડિસેમ્બર : અભિનેત્રી સારા જેન ડિયાઝ આજે 31મી જન્મ દિવસ ઉજવી રહ્યાં છે. ચાર વર્ષના નાનકડા ફિલ્મી કૅરિયરમાં સારાએ ક્યા સુપર કૂલ હૈં હમ ફિલ્મ દ્વારા પોતાની ઓળખ સ્થાપિત કરી હતી. તેમની પ્રથમ હિન્દી ફિલ્મ ગેમ હતી કે જે 2011માં આવી હતી, પરંતુ 2012માં આવેલી ક્યા સુપર કૂલ હૈં હમ ફિલ્મ હિટ રહી હતી.

મિસ ઇન્ડિયા, મૉડેલ અને ચૅનલ વીના વીજે રહી ચુકેલા સારા જેન ડિયાઝની અભિષેક બચ્ચન સાથે આ બીજી ફિલ્મ હશે. સારાએ 2011માં ગેમ ફિલ્મ દ્વારા અભિષેક બચ્ચનની અપૉઝિટ કામ કરી બૉલીવુડમાં પ્રવેશ કર્યો હતો. તે પછી ક્યા સુપર કૂલ હૈં હમ ફિલ્મમાં બિકિની પહેરવા છતાં તેમને ખાસ ઓળખ ન મળી, પરંતુ તેઓ ચર્ચામાં જરૂર આવી ગયાં. સારા આગામી સમયમાં ઓ તેરી ફિલ્મમાં દેખાશે, પરંતુ મોટી અપેક્ષા હૅપ્પી ન્યુ ઈયર પાસે જ છે.












Click it and Unblock the Notifications
