પિતા સતીશ કૌશિકના મોત બાદ સામે આવી 11 વર્ષની દીકરીની આ પોસ્ટ, શેર કર્યો આ ફોટો
સતીશ કૌશિકની 11 વર્ષની દીકરી વંશિકા કૌશિકે પોતાના પિતા સાથેનો એક ફોટો શેર કરીને ઈમોશનલ પોસ્ટ લખી છે.

Satish Kaushik Daughter Viral Post: દિગ્ગજ અભિનેતા અને નિર્માતા-દિગ્દર્શક સતીશ કૌશિક 9 માર્ચે વહેલી સવારે આ દુનિયાને છોડીને જતા રહ્યા. ગુરુગ્રામના એક ફાર્મ હાઉસમાં મુંઝવણની ફરિયાદ બાદ તેમને તાત્કાલિક હૉસ્પિટલ લઈ જવામાં આવ્યા પરંતુ હૉસ્પિટલ પહોંચતા પહેલા જ કારમાં હાર્ટ એટેકના કારણે તેમનુ મોત થઈ ગયુ. અચાનક નિધનથી ફિલ્મ ઈન્ડસ્ટ્રી સહિત તમામ લોકો ચોંકી ગયા. દિવંગત અભિનેતાના અંતિમ સંસ્કારમાં ઘણી હસ્તીઓએ હાજરી આપી. આ દરમિયાન સતીશ કૌશિકની 11 વર્ષની દીકરી વંશિકા કૌશિકે પોતાના પિતા સાથેનો એક ફોટો શેર કરીને ઈમોશનલ પોસ્ટ લખી છે.
વંશિકા કૌશિકે શેર કર્યો આ ફોટો
વંશિકા કૌશિકે તેના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર તેના પિતા સતીશ કૌશિક સાથે પોતાની એક સુંદર થ્રોબેક તસવીર શેર કરી છે. ફોટામાં વંશિકા કેમેરા સામે હસતી અને તેના પિતાને ગળે લગાવતી જોવા મળે છે. આ ફોટો શેર કરતાં વંશિકાએ કેપ્શન તરીકે હૃદયનુ ઈમોજી મૂક્યુ છે.
પત્ની શશિ કૌશિક ભાંગી પડી
બૉલિવુડ એક્ટર સતીશ કૌશિકના અચાનક નિધનથી સહુ કોઈને આઘાત લાગ્યો. 66 વર્ષની વયે હૃદયરોગના હુમલાથી તેમનુ અવસાન થયુ. તેઓ પોતાની પાછળ પત્ની શશિ કૌશિક અને 11 વર્ષની પુત્રી વંશિકા કૌશિકને વિલાપ કરતા છોડી ગયા છે. આ સમયે શશિ કૌશિક આઘાતમાં છે અને પોતાના પરિવારને સંભાળવાનો પ્રયાસ કરી રહી છે. સતીશ કૌશિકની પત્ની શશી તેમની જેમ સોશિયલ મીડિયા પર એક્ટિવ નથી.

શશિ કૌશિક છે બૉલિવુડની પ્રોડ્યુસર
સતીશ કૌશિકની પત્ની શશી કૌશિક અને તેમની 11 વર્ષની પુત્રી વંશિકા હાલમાં શોકમાં છે. મળતી માહિતી મુજબ, શશિ અને સતીશ કૌશિકના લગ્ન વર્ષ 1985માં થયા હતા. સતીશ કૌશિકની પત્ની શશી કૌશિક બૉલિવુડ નિર્માતા છે. શશિ કૌશિકે એક ફિલ્મ 'છોરિયાં છોરોં સે કમ નહીં હોતી' પ્રોડ્યુસ કરી હતી જેમાં સતીશ કૌશિક પણ મહત્વની ભૂમિકામાં જોવા મળ્યા હતા. આ સિવાય શશિ કૌશિક પંકજ ત્રિપાઠી સ્ટારર ફિલ્મ 'કાગઝ'ના કો-પ્રોડ્યુસર પણ રહી ચૂક્યા છે.

લગ્નના 9 વર્ષ બાદ થયો હતો દીકરાનો જન્મ
લગ્નના 9 વર્ષ બાદ પુત્રનો જન્મ થયો હતો. મીડિયા રિપોર્ટ મુજબ સતીશ અને શશિના પુત્ર શાનુ કૌશિકનો જન્મ લગ્નના લગભગ 9 વર્ષ બાદ 1994માં થયો હતો. પુત્ર માત્ર 2 વર્ષની ઉંમરે મૃત્યુ પામ્યો. પુત્રના મોતથી પરિવારમાં શોકના વાદળો છવાયા હતા. સતીશ કૌશિક અને તેની પત્ની શશી ખૂબ જ દુઃખી થઈ ગયા હતા.
દીકરાના મૃત્યુના 16 વર્ષ બાદ દીકરીનો જન્મ
પુત્રના મોતથી માતા શશી શોકમાં ડૂબી ગઈ હતી. જોકે પિતા સતીશ કૌશિક પોતાની જાતને સંભાળીને ફરી કામમાં વ્યસ્ત થઈ ગયા. માહિતી મુજબ, પુત્રના મૃત્યુના લગભગ 16 વર્ષ બાદ ઘરમાં એક વહાલી દીકરીનુ આગમન થયુ હતુ. શશિ અને સતીશ સરોગસી દ્વારા પુત્રી વંશિકાના માતા-પિતા બન્યા હતા.
|
8 માર્ચે સતીશ કૌશિકે કરી હતી હોળી પાર્ટી
સતીશ કૌશિક 8 માર્ચે પોતાના મિત્રના ફાર્મહાઉસ પર પાર્ટી કરવા ગુરુગ્રામ પહોંચ્યા હતા. તેના એક દિવસ પહેલા એટલે કે 7 માર્ચે તેમણે મુંબઈમાં જાવેદ અખ્તર અને શબાના આઝમીના ઘરે હોળી પાર્ટી કરી હતી. ત્યાં તે ઘણા સેલેબ્સને મળ્યા અને ફોટોગ્રાફ્સ પણ લીધા.8 માર્ચે સતીશ કૌશિક ગુરુગ્રામના ફાર્મહાઉસમાં મિત્રો સાથે પાર્ટીમાં વ્યસ્ત હતા.
-
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત





Click it and Unblock the Notifications
