સતીશ કૌશિક મોતઃ બિઝનેસમેન વિકાસ માલૂની પત્નીએ દિલ્લી પોલીસ પર લગાવ્યો પુરાવાનો નાશ કરવાનો આરોપ

સાન્વી માલુનો આરોપ છે કે દિલ્લી પોલીસના તપાસ અધિકારી ઈન્સ્પેક્ટર વિજય સિંહ સતીશ કૌશિક મૃત્યુ કેસમાં વિકાસ માલૂ વિરુદ્ધના પુરાવાનો નાશ કરશે.

satish kaushik

Satish Kaushik case Update: બૉલિવુડ અભિનેતા સતીશ કૌશિક મોત મામલે બિઝનેસમેન વિકાસ માલૂની પત્ની સાન્વી માલૂએ દિલ્લી પોલીસના ઈન્સ્પેક્ટર વિજય સિંહ સામે એક નવી ફરિયાદ નોંધાવી છે. જેમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે ઈન્સ્પેક્ટર વિજય સિંહ કથિત રીતે બધા પુરાવાનો નાશ કરી શકે છે.

વિકાસ માલૂની પત્ની સાન્વી માલુએ જણાવ્યુ હતુ કે દિલ્લી પોલીસ ઇન્સ્પેક્ટર વિજય સિંહે એકવાર તેના જાતીય સતામણીના આરોપોને છુપાવવાનો પ્રયાસ કર્યો હતો. માટે જ તેને શંકા છે કે સતીશ કૌશિકના મૃત્યુના કિસ્સામાં પણ તે પુરાવાનો નાશ કરી શકે છે. સાન્વી માલુનો આરોપ છે કે દિલ્લી પોલીસના તપાસ અધિકારી ઈન્સ્પેક્ટર વિજય સિંહ સતીશ કૌશિક મૃત્યુ કેસમાં વિકાસ માલૂ વિરુદ્ધના પુરાવાનો નાશ કરશે.

satish kaushik

સાન્વી માલૂએ કહ્યુ કે તે ઈચ્છે છે કે સતીશ કૌશિકના મૃત્યુ કેસની તપાસ વિજય સિંહને બદલે કોઈ અન્ય દ્વારા કરવામાં આવે. નોંધનીય છે કે સાન્વી માલૂએ સતીશ કૌશિકના મૃત્યુનો આરોપ તેના પતિ વિકાસ માલૂ પર લગાવ્યો છે. હવે તે કહે છે કે દિલ્લી પોલીસ દ્વારા આ કેસની તપાસની જવાબદારી જે ઈન્સ્પેક્ટર વિજય સિંહને સોંપવામાં આવી છે તે આ કેસમાં પુરાવા નાશ કરવાનુ કામ કરી શકે છે.

તમને જણાવી દઈએ કે વિજય સિંહને વરિષ્ઠ અધિકારીઓ દ્વારા રૂ. 15 કરોડના કેસમાં આરોપોની તપાસ માટે નિયુક્ત કરવામાં આવ્યા છે. સાન્વી માલૂએ દાવો કર્યો છે કે સતીશ કૌશિકે તેના પતિને રોકાણ માટે 15 કરોડ રૂપિયા આપ્યા હતા. પરંતુ સતીશ કૌશિક હવે તેના પૈસા પાછા માંગી રહ્યા હતા. તેણે આરોપ લગાવ્યો છે કે તેનો પતિ વિકાસ માલૂ સતીશ કૌશિકને પૈસા પાછા આપવા માંગતો ન હતો અને માટે તેણે દિલ્લીના ફાર્મહાઉસમાં દવાની ગોળીઓ ખવડાવીને સતીશ કૌશિકની હત્યા કરી હતી.

satish kaushik

સાન્વી માલૂએ જણાવ્યુ હતુ કે, "ઇન્સ્પેક્ટર/આઇઓ વિજય સિંહ આરોપી વિકાસ માલૂ અને તેના સહયોગીઓ સાથે સંપૂર્ણ પણે સાંઠગાંઠ કરી રહ્યા છે અને આ વાતની પુષ્ટિ એ હકીકત પરથી કરી શકાય છે કે 22 નવેમ્બર 2022ના રોજ જ્યારે મારી સાથેની પોલીસ ટીમે પુષ્પાંજલિમાં "માલુ ફાર્મ" પર રેડ પાડી ત્યારે આરોપીઓ ફાર્મહાઉસ પર હતા પરંતુ ઈન્સ્પેક્ટર વિજય સિંહે તેમની ધરપકડ કરવાને બદલે જાણી જોઈને તેમને ભાગી જવા દીધા હતા.

સાન્વીએ ઉમેર્યુ, "વધુમાં, તેમણે (વિજય સિંહ) સીસીટીવી ફૂટેજ ધરાવતુ ડીવીઆર કબજે કર્યુ ન હતુ અને તેને કાપસહેડા પોલીસ સ્ટેશનને સપ્લાય કરવા માટે 10 દિવસની નોટિસ આપવામાં આવી હતી. તેમણે સીસીટીવી ફૂટેજનો નાશ કરવા માટે વિકાસ માલૂને ઘણો સમય આપ્યો. આ સાબિત કરવા માટે મારી પાસે વીડિયો રેકોર્ડિંગ પણ છે, જે હું આપી શકુ છુ. સાન્વી માલૂએ કહ્યુ છે કે જો તપાસનો હેતુ સાચો હોય તો વર્તમાન તપાસ અધિકારીને હટાવવા જોઈએ નહીંતર સત્ય ક્યારેય બહાર નહિ આવે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X