સતીશ કૌશિક મામલે ચોંકાવનારો ખુલાસો! પોલીસને ફાર્મહાઉસમાંથી મળી દવાઓ, પાર્ટીમાં હતો એક વૉન્ટેડ વ્યક્તિ
સતીશ કૌશિકનુ 66 વર્ષની વયે 9 માર્ચના રોજ નિધન થઈ ગયુ હતુ. જે બાદ હવે દિલ્લી પોલીસે આ મામલે મોટો ખુલાસો કર્યો છે.

Satish Kaushik Death: બૉલિવુડના દિગ્ગજ અભિનેતા અને નિર્દેશક સતીશ કૌશિકનુ 66 વર્ષની વયે 9 માર્ચના રોજ નિધન થઈ ગયુ હતુ. જે બાદ હવે દિલ્લી પોલીસે મોટો ખુલાસો કર્યો છે. સૂત્રોના જણાવ્યા મુજબ જિલ્લા પોલીસની એક ગુના ટીમે દક્ષિણ પશ્ચિમ દિલ્લીમાં જ્યાં પાર્ટી આયોજિત કરવામાં આવી હતી એ ફાર્મ હાઉસમાંથી અમુક 'દવાઓ' જપ્ત કરી છે. પોલીસના જણાવ્યા પ્રમાણે સતીશ કૌશિકના મોતનુ કારણ જાણવા માટે વિસ્તૃત પોસ્ટમૉર્ટમના રિપોર્ટની રાહ જોવાઈ રહી છે.

પાર્ટીમાં આવેલ મહેમાનોની યાદી ચકાસી રહી છે પોલીસ
માહિતી મુજબ એક ઉદ્યોગપતિના ફાર્મ હાઉસ પર પાર્ટીનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. પોલીસ મહેમાનોના લિસ્ટની તપાસ કરી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર પાર્ટીમાં એક ઉદ્યોગપતિનો સમાવેશ થાય છે જે એક કેસમાં વૉન્ટેડ છે. તમને જણાવી દઈએ કે સતીશ કૌશિક દિલ્લીના કાપસહેડા વિસ્તારમાં રોકાયા હતા. અહીં અચાનક તેમની તબિયત બગડી હતી, જેના પછી તેમને તાત્કાલિક ગુરુગ્રામની ફોર્ટિસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન ડૉક્ટરોએ કૌશિકને મૃત જાહેર કર્ય હતા. સતીશ કૌશિકનુ 9 માર્ચની સવારે અવસાન થયુ હતુ.
|
વિસ્તૃત રિપોર્ટની રાહ જોવાઈ રહી છે
દક્ષિણ-પશ્ચિમ દિલ્લીના ડીસીપીના નિવેદન અનુસાર, સતીશ કૌશિક 8 માર્ચે હોળીની ઉજવણી કરવા દિલ્લી આવ્યા હતા. રાતે 12 વાગ્યાની આસપાસ જમ્યા બાદ તેમને અસ્વસ્થતા અનુભવાઈ હતી. તેમના મેનેજર તેમને ગુરુગ્રામની ફોર્ટિસ હૉસ્પિટલમાં લઈ ગયા, જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા. મૃતદેહનુ પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યુ છે. હાલમાં રિપોર્ટની રાહ જોવાઈ રહી છે.

આ સવાલોના જવાબ શોધી રહી છે દિલ્લી પોલીસ
પોલીસ એ પણ તપાસ કરી રહી છે કે, સતીશ કૌશિક દિવસ દરમિયાન ક્યાં હતો, તે બિજવાસનના ફાર્મહાઉસમાં શા માટે ગયો હતો, તેની અચાનક તબિયત ખરાબ થવા પાછળનું કારણ શું હોઈ શકે? આ તમામ સવાલોના જવાબ માંગવામાં આવી રહ્યા છે, જ્યારે સતીશ કૌશિકના મેનેજર સંતોષ રાયે ANIને કહ્યું, 'તે રાત્રે 10.30 વાગ્યે સૂઈ ગયો. લગભગ 12.10 વાગ્યે તેણે મને શ્વાસ લેવામાં તકલીફની ફરિયાદ સાથે ફોન કર્યો.












Click it and Unblock the Notifications
