Satish Kaushik Net Worth: પરિવાર માટે કેટલી સંપત્તિ છોડી ગયા સતીશ કૌશિક?

બૉલિવુડમાં લાંબી ઈનિંગ રમનાર અભિનેતા સતીશ કૌશિકનુ હાર્ટ એટેકના કારણે નિધન થઈ ગયુ. એક રિપોર્ટ મુજબ તેઓ પોતાની પત્ની અને દીકરી માટે આટલા કરોડની સંપત્તિ છોડી ગયા છે.

Satish Kaushik

Satish Kaushik Net Worth: બૉલિવુડના દિગ્ગજ અભિનેતા, નિર્માતા, દિગ્દર્શક સતીશ કૌશિકનુ 66 વર્ષની વયે હાર્ટ એટેકના કારણે નિધન થઈ જતા સમગ્ર ફિલ્મ ઈન્ડસ્ટ્રી શોકમાં છે. મિસ્ટ ઈન્ડિયામાં કેલેન્ડરની ભૂમિકાથી ખાસ ઓળખ બનાવનાર સતીશ કૌશિકના પરિવારમાં પત્ની શશિ કૌશિક અને દીકરી વંશિકા છે. જેમના માટે તે કરોડોની સંપત્તિ છોડી ગયા છે.

નિધનના આગલા દિવસે શેર કર્યા હતા હોળીના ફોટા

નિધનના આગલા દિવસે શેર કર્યા હતા હોળીના ફોટા

તમને જણાવી દઈએ કે સતીશ કૌશિકે મંગળવારે જાવેદ અખ્તર અને શબાના આઝમીની હોળી પાર્ટીમાં હાજરી આપી હતી. ત્યાંથી તેમણે પોતાની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર પણ પોસ્ટ કરી છે. આ પછી ગુરુવારે તેમના આકસ્મિક નિધનના સમાચારે બધાને ચોંકાવી દીધા હતા.

પરિવાર માટે છોડી ગયા આટલી સંપત્તિ

પરિવાર માટે છોડી ગયા આટલી સંપત્તિ

બૉલિવુડમાં લાંબી ઈનિંગ રમનાર અભિનેતા સતીશ કૌશિકનુ હાર્ટ એટેકના કારણે નિધન થઈ ગયુ. સુપરસ્ટાર બાયોના એક રિપોર્ટ મુજબ તેઓ પોતાની પત્ની અને દીકરી માટે લગભગ 15 મિલિયન ડૉલરની ચલ-અચલ સંપત્તિ છોડી ગયા છે. પોતાના 35 વર્ષના કરિયરમાં તેમણે 100 ફિલ્મોમાં કામ કર્યુ. ફિલ્મ માસૂમમાં શેખર કપૂરના સહાયક દિગ્દર્શક તરીકે પોતાના કરિયરની શરુઆત કરી હતી.

સતીશ કૌશિક પાસે છે આ કારોનુ કલેક્શન

સતીશ કૌશિક પાસે છે આ કારોનુ કલેક્શન

સતીષ કૌશિકને ફિલ્મ રામ લખન અને સાજન ચલે સસુરાલ માટે બે વાર બેસ્ટ કૉમેડિયનનો ફિલ્મફેર અવૉર્ડ મળ્યો હતો. બૉલિવુડમાં પોતાના ત્રણ દશકના કરિયરમં તેમણે લગભગ બધા મોટા અભિનેતાઓ સાથે કામ કર્યુ. તેમણે ફિલ્મમાં એક્ટિંગ, ડાયરેક્શન, રાઈટિંગ સાથે ટીવીમં એંકરિંગ દ્વારા પણ ખૂબ કમાણી કરી છે. મુંબઈમાં આલીશાન ઘર સાથે સતીશ કૌશિક પાસે કારોનુ કલેક્શન છે. રિપોર્ટ મુજબ તેમની મનપસંદ કારોમાં ઑડી સામેલ હતી. તેમના કલેક્શનમાં ઑડી ક્યુ7, ઑડી ક્યુ3 અને એમજી હેક્ટર સહિત અન્ય કારો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X