For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Pics : ‘વિજળી’ની મદદ કરો ભાઈ : અમિતાભની અપીલ

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 18 જૂન : સદીના મહાનાયક બિગ બી અમિતાભ બચ્ચન દુઃખી છે. તેઓ વિજળીની આવી હાલત જોઈ દ્રવી ઉઠ્યાં છે. તેઓ પોતે વિજળીની મદદ કરી રહ્યાં છે અને લોકો ખાસ તો પશુપ્રેમીઓને પણ અપીલ કરી રહ્યાં છે કે તેઓ વિજળીની મદદ કરે. તેને બચાવવામાં સહકાર આપે.

વિજળી એટલે કે એક હથિણી કે જે ગયા અઠવાડિયા મુલુંડ ખાતેની વૉકહાર્ટ હૉસ્પિટલ નજીક પડી ગયેલ હાલતમાં મળી આવી હતી. તે પછી બૉલીવુડ અભિનેતા અમિતાભે ટ્વિટર ઉપર અનેક સંદેશાઓ લખ્યાં. તેમણે જણાવ્યું - સાવધાન, વિજળી હાથિણી મુંબઈના બાહ્ય વિસ્તાર મુલુંડ ખાતે પડેલી અવસ્થામાં મળી આવી હતી. તેને સારસંભાળની જરૂર છે. અમિતાભ બચ્ચન વિજળીની આવી હાલત જોઈ દ્રવી ઉઠ્યાં. બિગ બીએ પોતાના બ્લૉગ ઉપર વિજળીની તસવીરો પણ શૅર કરી છે અને તેના સંભાળ લેતી સ્વૈચ્છિક સંસ્થાઓની માહિતી પણ આપી છે.

આવો તસવીરોમાં જોઇએ વિજળી અને તેને કઈ રીતે બચાવાઈ :

વિજળીને હૉસ્પિટલ લઈ જવું જોઇએ

વિજળીને હૉસ્પિટલ લઈ જવું જોઇએ

અમિતાભે ટ્વિટર ઉપર લખ્યું - એનજીઓ એનિમલ્સ મૅટર ટૂ મી એટલે કે એએમટીએમ વિજળીનો કેસ જોઈ રહીછે, પરંતુ અધિકારીઓએ વિજળીને મદદ કરવાની અને તેને હૉસ્પિટલે લઈ જવાની જરૂર છે. તેના માટે જરૂરી સાધનો પણ જોઇશે.

પશુપ્રેમીઓને અપીલ

પશુપ્રેમીઓને અપીલ

અમિતાભે જણાવ્યું - તમામ પશુપ્રેમીઓને મારી કરુણામય અપીલ છે કે તેઓ આગળ આવે અને શક્ય એટલી મદદ કરે.

મેં આવુ કર્યું

મેં આવુ કર્યું

અમિતાભે જણાવ્યું - મેં આવું કર્યું છે. શું આપ કરશો?

બ્લૉગ ઉપર તસવીરો

બ્લૉગ ઉપર તસવીરો

બિગ બીએ વિજળીની તસવીરો પોતાના બ્લૉગ ઉપર શૅર કરી છે અને તેની સંભાળ લેતી એનજીઓ અંગે પણ માહિતી આપી છે.

58 વરસની છે વિજળી

58 વરસની છે વિજળી

વિજળી 58 વરસની છે. બિગ બીએ જણાવ્યું કે તેઓ સોશિયલ સાઇટ ઉપર અપીલો બહુ ઓછી કરે છે, પરંતુ તેમનું માનવું છે કે જો લોકો મદદ માટે આગળ આવે, તો વિજળીને બચાવી શકાશે.

English summary
What is Amitabh Bachchan concerned about? The ailing elephant Bijlee. He has appealed to animal lovers to rescue the tusker who had collapsed near Wockhardt Hospital in Mulund last week.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X