Video: કૉન્સર્ટમાં સોનૂ નિગમ સાથે થઈ ધક્કામુક્કી, ધારાસભ્યના દીકરાનુ નામ આવ્યુ સામે
મુંબઈના ચેમ્બુર વિસ્તારમાં લાઈવ કૉન્સર્ટ દરમિયાન સિંગર સોનૂ નિગમ સાથે થયેલી ધક્કામુક્કીમાં જે વ્યક્તિ સામે કેસ નોંધાયો છે તે સ્થાનિક ધારાસભ્યનો પુત્ર છે.
સોનૂ નિગમ સાથે સેલ્ફી લેવા માટે એક ફેને તેની સાથે ધક્કામુક્કી કરી. મુંબઈના ચેમ્બુર વિસ્તારમાં લાઈવ કૉન્સર્ટ દરમિયાન સિંગર સોનૂ નિગમ પર હુમલો કરવામાં આવ્યો હતો. ધક્કામુક્કીમાં સોનૂ સીડી પરથી પડી ગયો. આ સાથે જ તેની મદદે આવેલા તેમના સાથીદારને પણ સ્ટેજ પરથી નીચે ધકેલી દેવામાં આવ્યો હતો. આ અંગે સોનૂ નિગમે ફરિયાદ નોંધાવી છે. પોલીસે સોનૂ નિગમની ફરિયાદ પર આઈપીસીની કલમ 323, 341, 337 હેઠળ કેસ નોંધ્યો છે. સૂત્રોના જણાવ્યા મુજબ જે વ્યક્તિ સામે કેસ નોંધાયો છે તે સ્થાનિક ધારાસભ્યનો પુત્ર છે.

આરોપી ધારાસભ્યનો દીકરો
શિવસેનાના પ્રવક્તા પ્રિયંકા ચતુર્વેદીએ કહ્યુ કે, ધારાસભ્યના પુત્રએ કાર્યક્રમ બાદ સોનૂ નિગમ સુધી પહોંચવાનો પ્રયાસ કર્યો, તે તેની સાથે સેલ્ફી લેવા માંગતો હતો પરંતુ સોનુ નિગમના બૉડીગાર્ડે તેને અટકાવ્યો કારણ કે તે તેને ઓળખતો ન હતો. આ પછી બૉડીગાર્ડ અને ધારાસભ્યના પુત્ર વચ્ચે ઝઘડો થયો, જેના કારણે એક-બે લોકો સ્ટેજ પરથી નીચે પડી ગયા. આ દરમિયાન, ધારાસભ્યની પુત્રી કે જે બીએમસીના ભૂતપૂર્વ કોર્પોરેટર છે, તેણે દરમિયાનગીરી કરી અને મામલો થાળે પડ્યો. ઘાયલોને હૉસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. તેથી આ હુમલો નથી.

પોલીસે જણાવ્યુ શું થયુ હતુ
ડીસીપી હેમરાજ સિંહ રાજપૂતે જણાવ્યુ કે એક વ્યક્તિએ સોનૂ નિગમને ત્યારે પકડી લીધો જ્યારે તે લાઈવ કૉન્સર્ટ બાદ સ્ટેજ પરથી નીચે આવી રહ્યો હતો. પરંતુ જ્યારે સોનૂ નિગમે તેની સામે વાંધો ઉઠાવ્યો તો તેણે તેમને ધક્કો માર્યો. આરોપીએ સોનૂ નિગમ અને અન્ય બે લોકોને સીડી પરથી ધક્કો માર્યો, જેના કારણે તેમાંથી એકને ઈજા થઈ. આરોપીનુ નામ સ્વપ્નિલ ફાટેરપેકર છે. ઘાયલ વ્યક્તિની ઓળખ રબ્બાની તરીકે થઈ છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર આ ઘટના ચેમ્બુરમાં બની હતી.
|
સોનૂ નિગમે નોંધાવી એફઆઈઆર
ઘટના બાદ સોનૂ નિગમે ચેમ્બુર પોલીસ સ્ટેશન પહોંચી ફરિયાદ નોંધાવી અને પોલીસને કેસ નોંધવા કહ્યુ. આ કેસમાં હજુ સુધી પોલીસ દ્વારા કોઈની ધરપકડ કરવામાં આવી નથી. સૂત્રોએ જણાવ્યુ કે આરોપી ધારાસભ્યનો પુત્ર છે. આરોપી સોનૂ નિગમ સાથે સેલ્ફી લેવા પહોંચી ગયો હતો પરંતુ આ દરમિયાન તેની સોનૂ નિગમની સિક્યોરિટી સાથે ઝપાઝપી થઈ હતી.
|
આ કારણે નોંધાવી ફરિયાદ
આ ઘટના અંગે પત્રકારો સાથે વાત કરતા સોનુ નિગમે કહ્યુ કે કોન્સર્ટ બાદ હું સ્ટેજ પરથી નીચે આવી રહ્યો હતો ત્યારે એક વ્યક્તિએ મને પકડી લીધો. ત્યારબાદ તેણે મને બચાવવાનો પ્રયાસ કરતા હરી અને રબ્બાનીને ધક્કો માર્યો હતો. જેના કારણે હું સીડી પરથી નીચે પડી ગયો હતો. રબ્બાનીને ઈજા થઈ છે, જો આરોપીના હાથમાં કોઈ સળિયો હોત તો રબ્બાનીનુ મૃત્યુ થઈ શક્યુ હોત. તેને આ રીતે ધક્કો માર્યો, તમે વીડિયોમાં જોઈ શકો છો, હું પણ પડવાનો જ હતો.

પોલીસને નથી મળ્યા પુરાવા
સોનૂ નિગમે કહ્યુ કે મે ફરિયાદ એટલા માટે નોંધાવી છે જેથી લોકોમાં જાગૃતિ આવે. લોકોએ સમજવુ જોઈએ કે જો તેઓ આવુ કૃત્ય કરે છે, બળજબરીથી સેલ્ફી લેવાની કોશિશ કરે છે તો શું થઈ શકે છે. ડીસીપીએ કહ્યુ કે મેં સોનૂ સાથે વાત કરી છે, હજુ સુધી અમને આ મામલે કોઈ પુરાવા મળ્યા નથી. આરોપી સેલ્ફી લેવા માંગતો હતો, મીડિયામાં આવવા માટે તેણે કંઈક કર્યુ હશે. અમે મામલાની તપાસ કરીશુ. શિવસેનાના નેતા પ્રિયંકા ચતુર્વેદીએ કહ્યુ કે સ્થાનિક ધારાસભ્યનો પુત્ર છે, જેણે સોનૂ સાથે ધક્કામુક્કી કરી છે.
-
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ









Click it and Unblock the Notifications
