ધોનીની પ્રેમિકાનો રોલ કરશે દિશા, જુઓ તસ્વીરો
જ્યારથી નીરજ પાંડેએ ધોનીના જીવન પર ફિલ્મ બનાવાની ઘોષણા કરી છે ત્યારથી આ ફિલ્મ ચર્ચામાં રહી છે. ફિલ્મનું નામ છે "ધોની - ધ અનટોલ્ડ સ્ટોરી" અને આ ફિલ્મમાં ધોનીનો રોલ સુશાંત સિંહ રાજપૂત નિભાવી રહ્યા છે.
આ ફિલ્મમાં ધોનીની પત્નીનો રોલ કોણ કરશે તેના વિશે હજુ સુધી કઈ ખાસ માહિતી મળી નથી. પરંતુ આ ફિલ્મમાં ધોનીની પત્ની સાક્ષી રાવત સાથે સાથે તેની પ્રેમિકા વિશે પણ વાત કરવામાં આવી છે અને આ પ્રેમિકાના રોલ માટે દિશા પટાનીને ફાઈનલ કરવામાં આવી છે.
જાણો કોણ છે દિશા પટાની અને કઈ રીતે મળ્યો તેણે આ ફિલ્મમાં રોલ...

1st રનર અપ
દિશા પટાની 2013 માં ફેમિના મિસ ઇન્ડિયાની 1st રનર અપ રહી ચુકી છે.

દિશા પટાની
એટલું જ નહીં બોલીવૂડમાં પ્રવેશવાના પહેલા આ સુંદર કુડીએ મોડેલ તરીકે ઘણી જાણીતી એડમાં પણ કામ કરી ચુકી છે.

ટાઈગર શ્રોફના દિલની રાણી છે દિશા
એટલું જ નહીં બોલીવૂડના હાર્ટથ્રોબ ટાઇગર શ્રોફ જોડે પણ તેને અનેક વાર મુંબઇની હોટલમાં ડિનર કરતી જોવા મળી છે. અને તે બાદ દિશા પટાનીનું નામ ટાઈગર શ્રોફ સાથે જોડાઈ ચુક્યું છે.

દિશા પટાની
ત્યારે દિશા ધોનીની પ્રેમિકાના આ રોલથી બોલીવૂડમાં ડેબ્યૂ કરવાની છે. નોંધનીય છે કે આ ફિલ્મમાં ધોનીની પત્ની અને પ્રેમિકા તેમ બે અલગ અલગ હિરોઇનો છે. અને દિશા પટાનીને ધોનીની પ્રેમિકાના રોલ માટે ફાઈનલ કરવામાં આવી છે.

દીપિકા સાથે ધોનીનું કનેક્સન
લગ્ન કરતા પહેલા ધોની નું નામ દીપિકા સાથે પણ જોડાયું હતું. ત્યારે જાણકારોના કહેવા મુજબ દિશા દીપિકાનો જ રોલ ફિલ્મમાં કરી રહી છે.

દિશા પટાની
જો કે આ અંગે કોઇ સ્પષ્ટતા નથી થઇ કે દિશા પટાની ફિલ્મમાં કઈ અભિનેત્રી નો રોલ કરે છે.

સાક્ષી ધોની
ત્યારે આ ફિલ્મમાં ધોનીની પત્ની સાક્ષીનો રોલ કીયારા અડવાની કરી રહી છે.

2 September 2016
આ ફિલ્મ 2 સપ્ટેમ્બર 2016 એ આવી રહી છે. અને ધોનીના તમામ ફેન્સ માટે આ ફિલ્મ ખૂબ જ ખાસ રહેશે તે વાત તો પાક્કી છે.

અનુપમ ખેર
વધુમાં આ ફિલ્મમાં અનુપમ ખેર ધોનીના પિતાની ભૂમિકામાં જોવા મળશે. ત્યારે હાલ તો તમામ દર્શકો આ ફિલ્મની કાગડોળે રાહ જોઇ રહ્યા છે.












Click it and Unblock the Notifications
