ટ્રેલર: વર્ષની સૌથી ડરાવની ફિલ્મ પાર્ટ 4
ભટ્ટ કેમ્પની આવનારી ફિલ્મ રાઝનો ચોથો પાર્ટ રાઝ રિબુટનું ટ્રેલર રિલીઝ થઇ ચૂક્યું છે. આ ફિલ્મમાં ઇમરાન હાશ્મી, કૃતિ ખરબંદા અને ગૌરવ અરોરા મુખ્ય ભૂમિકામાં છે. ટ્રેલર જોઈને એવું લાગે છે કે તે પાછલી રાઝ ફિલ્મો જેટલી ડરાવની તો નથી જ.
પરંતુ કહી ના શકાય કે જે ડર તમને ટ્રેલરમાં ના લાગ્યો હોઈ તે તમને ફિલ્મમાં લાગી પણ શકે છે. ટ્રેલર જોઈને લાગે છે રાઝની કહાની ક્યાંક ને ક્યાંક જૂની રાઝ ફિલ્મને મળતી આવે છે.
આ ફિલ્મથી ફેન્સને ઘણી જ આશા છે. આ ફિલ્મ 16 સપ્ટેમ્બરે રિલીઝ થવા જઈ રહી છે. ફરી એકવાર ભટ્ટ કેમ્પ અને ઇમરાન હાશ્મીનો જાદુ લોકો પર ચાલી શકે છે.













Click it and Unblock the Notifications
