આઈઆઈટી મુંબઈની યુવતીઓ અંગે પલાશની સેક્સી કૉમેંટે ખળભળાટ

મુંબઈ, 24 ડિસેમ્બર : આને કહેવાય પોતાના પગે કુહાડો મારવો કે જે યૂફોર્બિયા બૅન્ડના જાણીતા ગાયક પલાશ સેને કર્યું છે. આઈઆઈટી મુંબીના એક ફેસ્ટિવમાં લોકોનું મનોરંજન કરવા પહોંચેલા પલાશને એક મજાક ભારે પડી ગઈ છે કે જેથી તેમની ઉપર બૅન મૂકવાની માંગણી ઊભી થઈ છે. પલાશ સેન સામે આઈઆઈટીની એક વિદ્યાર્થિની અર્પિતા વિશ્વાસે મહિલાઓ અંગે અશ્લીલ ટિપ્પણી કરવાનો આરોપ લગાવ્યો છે.

palashsen
અર્પિતાએ પોતાના બ્લૉગ ઉપર લખ્યું છે કે કાર્યક્રમ દરમિયાન પલાશે દર્શક દીર્ઘામાં બેઠેલા છોકરાઓને પૂછ્યું કે શું અહીં સારી અને સુંદર છોકરીઓ છે? જવાબમાં છોકરાઓ કંઈ ના બોલ્યા, ત્યારે પલાશે કહ્યું કે જે છોકરીઓ દેખાય છે, તે કોણ છે? તો છોકરાઓ બોલ્યાં કે તે બહારથી આવી છે. પછી પલાશે જણાવ્યું કે ચિંતા ન કરો, જ્યારે તમે અહીંથી બહાર નિકળશો, ત્યારે સુંદર છોકરીઓ મળસે અને તે તમારા માટે રોટલી વણશે. પલાશે તો અહીં સુધી કહ્યું કે મહિલાઓ માત્ર સુંદરતા અને શારીરિક બનાવટ માટે જાણીતી હોય છે, જ્યારે પુરુષોની ગણતરી સમજણ માટે કરાય છે.

અર્પિતા વિશ્વાસ પલાશની આ કૉમેંટથી ખૂબ આઘાતમાં છે. અર્પિતાએ લખ્યું છે કે પલાશ જેવા જાણીતા કલાકારની આવી ટિપ્પણી દરેક યુવતીઓ અંગે તેમની ખોટી વિચારસરણી તથા માનસિકતા સાબિત કરે છે. તેથી શૈક્ષણિક સંસ્થાઓએ યૂફોર્પિયા બૅન્ડ અને પલાશ સૅનને બૅન કરી દેવા જોઇએ. બીજી બાજુ પલાશે ટાઇમ્સ ઑફ ઇન્ડિયાને આપેલા ઇંટરવ્યૂમાં ખુલાસો કર્યો છે કે તેઓ જ્યારે સ્ટેજ ઉપર પ્રોગ્રામ આપતા હતાં, ત્યારે તેમને છોકરીઓનો અવાજ નહોતો આવતો. તે અંગે તેમણે પૂછ્યુ હતું કે શું અહીં છોકરીઓ છે? છોકરાઓએ નામાં જવાબ આપ્યો. પલાશ સેને જણાવ્યું કે તેઓ મહિલાઓનું બહુ સન્માન કરે છે. અર્પિતા વિશ્વાસને તો તેઓ પર્સનલી ઓળખતા પણ નથી કે નથી તેમની સાથે કોઈ દુશ્મનાવટ. અર્પિતાએ ફાલતૂમાં તેમની વાતોનો ખોટો અર્થ કર્યો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X