એકલી રહી ગઈ ‘તુમ્હારી અમૃતા’ : શબાના વ્યાકુળ

Posted By:
Subscribe to Oneindia News

મુંબઈ, 28 ડિસેમ્બર : રંગભૂમિએ તુમ્હારી અમૃતાનું અનેક વખત મંચન થઈ ચુક્યું છે અને છેલ્લા 21 વર્ષોથી ફારુખ શેખ સાથે આ નાટકમાં કામ કરનાર શબાના આઝમી ફારુખના અચાનક નિધનના સમાચાર સાંભળી વ્યાકુળ થઈ ઉઠ્યાં. તેઓ ફારુખ સાથે અનેક ફિલ્મો પણ કરી ચુક્યાં છે.

shabana-farooq-tumhari-amrita
પત્ની અને બે દીકરીઓ સાથે રજા વિતાવવા દુબઈ ગયેલા ફારુખ શેખનું હૃદય રોગનો હુમલો થતા નિધન થઈ ગયું. તેઓ ભારતીય સિનેમાના ઉત્કૃષ્ટ અભિનેતાઓમાંના એક હતાં. શબાના આઝમીએ જણાવ્યું - મને વિશ્વાસ નથી થતો કે તેઓ આટલી જલ્દી અને આમ નિષ્ઠુર બની જતા રહેશે. પત્ની તથા પુત્રીઓ સાથે દુબઈ ગયાં, ત્યા હૃદય રોગનો હુમલો થયો અને દુનિયાથી ચાલ્યા ગયાં. કોઈ આમ જાય છે?

શબાના આઝમી અને ફારુખ શેખે અનેક શ્રેષ્ઠતમ ફિલ્મો કરી છે. તેમાં સાગર સરહદીની લોરી, કલ્પના લાજમીની એક પલ તથા મુજફ્ફર અલીની અંજુમનનો સમાવેશ થાય છે. 21 વર્ષો દરમિયાન અનેક વખત મંચિત થયેલ ફિરોજ અબ્બાસ ખાન દિગ્દર્શિત નાટક તુમ્હારી અમૃતામાં શબાનાએ દરેક વખતે ફારુખ શેખ સાથે કામ કર્યુ હતું. શબાના કહે છે - સાથે કામ કરતા પહેલા અમે નજીકના મિત્રો હતાં. કૉલેજમાં સાથે ભણતાં. હું વિશ્વાસ નથી કરી શકતી કે તેઓ ચાલ્યા ગયાં છે.

ફારુખ શેખે પોતાનું ફિલ્મી કૅરિયર એમ એસ સથ્યૂની ફિલ્મ ગર્મ હવા દ્વારા શરૂ કર્યુ હતું. તેમણે સઈ પરાંજપેની ચશ્મે બદ્દૂર અને સાગર સરહદીની બાઝાર સહિત અનેક ઉત્કૃષ્ટ ફિલ્મોમાં કામ કર્યુ હતું. રેખા સાથે તેમણે ઉમરાવ જાન ફિલ્મમાં કામ કર્યુ હતું. તેમની છેલ્લી ફિલ્મ સંજય ત્રિપાઠીની ક્લબ 60 હતી કે જે ગત મહીને જ રિલીઝ થઈ હતી.

English summary
Actress Shabana Azmi, Farooque Sheikh's co-star for 21 years in the popular play "Tumari Amrita" who had also worked with the actor in several films, is devastated with the news of his sudden death.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.