ક્રિકેટના ગોડ સચિનને SRKનો સ્પેશ્યિલ મેસેજ...

Written By:
Subscribe to Oneindia News

સચિન તેંડુલકર એવા વ્યક્તિ છે, જેની સામે કોઇ પણ વ્યક્તિ માત્ર ફેન જ હોય છે, સ્ટાર નહીં. સચિન તેંડુલકરની ડોક્યૂમેન્ટ્રી બાયોપિક સચિન-અ બિલિયન ડ્રીમ્સ 26 મેના રોજ રિલીઝ થવા જઇ રહી છે. સચિનના તમામ ફેન્સ આ માટે ખૂબ ઉત્સાહિત છે, આ ફેન્સમાં બોલિવૂડ સેલિબ્રિટિઝનો પણ સમાવેશ થાય છે.

sachin tendulkar, srk

બોલિવૂડના કિંગ શાહરૂખ ખાન પણ સચિનના બહુ મોટા ફેન છે. તેમણે ટ્વીટર પર સચિનને તેમની ફિલ્મ માટે ઓલ ધ બેસ્ટ વિશ કરતાં એક સુંદર મેસેજ લખ્યો છે. શાહરૂખે લખ્યું છે, જ્યારે તમે સફળ થાઓ છો, ત્યારે હું પણ સફળ થાઉં છું. જો તમે ફેલ થશો તો હું પણ ફેલ થઇ જઇશ. કરોડો લોકોની માફક હું પણ મારી ગાઇડિંગ લાઇટને મિસ કરું છું.

અહીં વાંચો - #Trailer: સચિન - અ બિલિયન ડ્રીમ્સ, આમની પોપ્યુલારીટિ સામે દરેક સુપરસ્ટાર છે ફેલ!

શાહરૂખના આ ટ્વીટનો સચિને પણ એમના જ શબ્દોમાં જવાબ આપ્યો છે. સચિન તેંડુલકર ભારતના સર્વશ્રેષ્ઠ ક્રિકેટર છે, સાથે જે તેઓ પોતાની વિનમ્રતા માટે પણ પ્રખ્યાત છે.

અહીં વાંચો - "સચિન મરે કે જીવે, એનાથી શું ફરક પડે છે?"

અભિષેક બચ્ચને પણ સચિન તેંડુલકરને વિશ કરતાં લખ્યું છે, 26 મેના રોજ ભગવાન તમારા નજીકના સિનેમાઘરોમાં આવી રહ્યાં છે. સ્વાભાવિક છે કે, આખું બોલિવૂડ સચિન તેંડુલકરને પડદા પર જોવા માટે તૈયાર છે.

English summary
Shah Rukh Khan has a special message for Sachin Tendulkar.
Please Wait while comments are loading...