શાહરૂખ ખાનની ફિલ્મ ડંકી ઓનલાઈન લીક થઈ, અહીંથી ફ્રીમાં ડાઉનલોડ કરી રહ્યા છે લોકો
લાંબી રાહ જોયા બાદ શાહરૂખ ખાનની ફિલ્મ ડંકી સિનેમાઘરોમાં આવી ગઈ છે. જો કે ફિલ્મ આવતાની સાથે જ ઓનલાઈન લીક થઈ ગઈ છે.
ફિલ્મને સિનેમાઘરોમાં લોકોનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે અને ફેન્સને ફિલ્મ પસંદ આવી રહી છે. હવે ફિલ્મ લીક થઈ જતા નિર્માતાઓને મોટુ નુકસાન થઈ શકે છે.

આ ફિલ્મની ફેન્સ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા અને લોકો ફિલ્મને ખૂબ એન્જોય કરી રહ્યા છે. ફિલ્મને ક્રિટિક્સની સાથે દર્શકો તરફથી પણ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. પરંતુ રિલીઝ થયાના થોડા જ સમયમાં HD ક્વોલિટીમાં ઓનલાઈન લીક થઈ ગઈ છે.
ફિલ્મ ઓનલાઈન લીક થવાના કારણે શાહરૂખ ખાનની સાથે સાથે ફિલ્મ મેકર્સને પણ મોટો આંચકો લાગી શકે છે. અહેવાલો અનુસાર, ફિલ્મ Movie Rules, FilmyZilla, Tamil Rockers, Telegram અને 123Movies પર સરળતાથી ઉપલબ્ધ છે. આ ફિલ્મ આ તમામ સાઇટ પર HD પ્રિન્ટમાં ઉપલબ્ધ છે.
અહેવાલો અનુસાર, આ વેબસાઇટ્સ પરથી લોકો એચડી પ્રિન્ટમાં ફિલ્મ ફ્રીમાં ડાઉનલોડ કરી રહ્યાં છે. આ સ્થિતિમાં તેની બોક્સ ઓફિસ કલેક્શન પર નકારાત્મક અસર પડી શકે છે.
તમને જણાવી દઈએ કે, ડંકીના મેકર્સે હાલમાં જ એક વીડિયો શેર કર્યો હતો અને પાયરસીનો જોરદાર વિરોધ કર્યો હતો.
આ ફિલ્મમાં શાહરૂખ ખાન અને તાપસી પન્નુની જોડી લોકોનું ધ્યાન ખેંચી રહી છે. આ ફિલ્મમાં વિકી કૌશલ અને બોમન ઈરાનીએ પણ મહત્વની ભૂમિકા ભજવી છે. આ બંને કલાકારોના પણ ખૂબ વખાણ થઈ રહ્યા છે.
આ ફિલ્મના ડિરેક્ટર રાજકુમાર હિરાની છે. ડંકી શબ્દ વાસ્તવમાં ડંકી ફ્લાઈટ સાથે સંબંધિત છે. ફિલ્મનો વિષય પણ ડંકી ફ્લાઇટ સાથે સંબંધિત છે. ગેરકાયદેસર રીતે દેશમાં પ્રવેશ માટે એવા રસ્તાઓ શોધી કાઢવામાં આવે છે જેના દ્વારા કોઈપણ વિઝા અથવા પાસપોર્ટની જરૂર પડતી નથી.












Click it and Unblock the Notifications
