Anant-Radhika Pre-Wedding: શાહરુખ ખાને પત્ની ગૌરી સાથે જામનગરમાં કર્યો રોમેન્ટીક ડાંસ, વીડિયો વાયરલ
Shah Rukh Khan and Gauri Khan Dance: મુકેશ અને નીતા અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી અને ભાવિ પુત્રવધૂ રાધિકા મર્ચન્ટનું પ્રી-વેડિંગ ફંક્શન હાલમાં ચર્ચામાં છે. જો કે, આ સમારોહ 3 માર્ચ, 2024ના રોજ સમાપ્ત થઈ ગયો. ગુજરાતના જામનગરમાં ત્રણ દિવસ સુધી ચાલેલા આ ભવ્ય કાર્યક્રમમાં દેશ-વિદેશની જાણીતી હસ્તીઓએ ભાગ લીધો હતો.
આ સમારોહમાં અબજોપતિ ઉદ્યોગપતિઓથી લઈને બૉલીવુડના મોટા કલાકારોએ પણ હાજરી આપી હતી. સમારોહના ત્રીજા દિવસે, અરિજિત સિંહ, લકી અલી અને શ્રેયા ઘોષાલ જેવા ઘણા ભારતીય ગાયકોએ પર્ફોર્મન્સ આપ્યું હતું. આ દરમિયાન બૉલિવુડ કિંગ ખાન એટલે કે શાહરૂખ ખાને પણ તેની પત્ની ગૌરી સાથે રોમેન્ટિક ડાન્સ કર્યો હતો.

શાહરૂખ ખાન અને તેની પત્ની ગૌરી ખાનનો એક ડાંસ વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ઉદિત નારાયણના ગીત 'મેં યહાં હૂં' પર કિંગ ખાન તેની રિયલ લાઈફ લેડી લવ ગૌરી સાથે ડાંસ કરતો જોવા મળે છે. લોકોએ આ વીડિયોને ખૂબ પસંદ કર્યો છે.
વાયરલ થઈ રહેલા વીડિયોમાં શાહરૂખ ખાન તેની પત્ની ગૌરી ખાન સાથે ફિલ્મ 'વીર ઝારા'ના ગીત 'મેં યહાં હૂં' પર પરફોર્મ કરતો જોવા મળી રહ્યો છે. શાહરૂખ ખાન અને તેની પત્ની ગૌરી બંને ડાંસ ફ્લોર પર રોમેન્ટિક થતા જોવા મળ્યા હતા. આ સુંદર ગીત પર બંનેએ એકબીજા સાથે પ્રેમથી ડાન્સ કરીને લોકોના દિલ જીતી લીધા હતા. આ વીડિયો જોયા બાદ લોકો આ કપલના ખૂબ વખાણ કરી રહ્યા છે.
મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી અને ભાવિ પુત્રવધૂ રાધિકા મર્ચન્ટના આ 3 દિવસીય કાર્યક્રમમાં પૉપ સ્ટાર રીહાનાએ ભારતમાં પ્રથમ વખત પરફોર્મ કર્યું હતું. છેલ્લા દિવસે મહેમાનોના મનોરંજન માટે ઘણા પ્રખ્યાત ગાયકોને બોલાવવામાં આવ્યા હતા. જેમાં ઉદિત નારાયણ, દિલજીત દોસાંઝ, અરિજીત સિંહ, લકી અલી અને શ્રેયા ઘોષાલના નામ સામેલ છે.












Click it and Unblock the Notifications
