એડિટરને ધમકાવવાના ચક્કરમાં જેલ પહોંચી ગયા શાહરુખ ખાન, જાણો આખો કિસ્સો

એડિટરને ધમકાવવાના ચક્કરમાં જેલ પહોંચી ગયા શાહરુખ ખાન, જાણો આખો કિસ્સો

બૉલીવુડના બાદશાહ શાહરુખ ખાને એક ઈન્ટર્વ્યૂમાં એક કિસ્સો જણાવ્યો જેમાં તેને એક દિવસ માટે જેલ જવું પડ્યું હતું. શાહરુખ ખાને આ વાત દુનિયાના મશહૂર ટીવી હોસ્ટ ડેવિડ લેટરમેન સાથે નેટફ્લિક્સ પર ટેલીકાસ્ટ તેમના શોન 'ઓન માઈ નેક્સ્ટ ગેસ્ટ' પર કહી છે. લેટરમેને ઘણા સમય બાદ નાના પડદા પર વાપસી કરી છે અને આ તેમનો ઘણા વર્ષો પછી આવેલો કોઈ શો છે. 25 ઓક્ટોબરે લેટરમેનનો આ શો નેટફ્લિક્સ પર ટેલીકાસ્ટ થયો હતો. શાહરૂખ વિરુદ્ધ એક મેગેઝીનના એડીટરે કંઈક ઉલટું-ફૂલટું છાપ્યું હતું અને આ કારણે બંને વચ્ચે મારપીટ સુધીની નોબત આવી ગઈ હતી.

ડાયરેક્ટરે પત્ની સાથે રાત વિતાવવા કહ્યું!

ડાયરેક્ટરે પત્ની સાથે રાત વિતાવવા કહ્યું!

શો પર લેટરમેને શાહરુખ સાથે એવા કિસ્સા વિશે વાત કરી જે તેના કરિયરની શરૂઆત એટલે કે 90ના દશકા સાથે જોડાયેલ હતો. જે સમયે શાહરુખે પોતાનું કરિયર શરૂ કર્યું તો એક મેગેઝીનના આર્ટિકલમાં આ વાતનો દાવો કરવામાં આવ્યો કે શાહરુખને ડાયરેક્ટરે કહ્યું કે એક ઈન્ટીમેટ સીનની તૈયારી માટે તેમણે રાતભર ડાયરેક્ટરની પત્ની સાથે જ રહેવું જોઈએ જેથી સીન પરફેક્શન સાથે થઈ શકે. લેટરમેને શાહરુખને પૂછ્યું, 'મને માફ કરજો જો મને નામ ન આવડે અને એ ડાયરેક્ટરે જે પોતાની પત્નીને ડાયરેક્ટ કરી રહ્યો હતો અને તમારા પર ઈન્ટીમેટ સીન શૂટ થઈ રહ્યો હતો.' મેગેઝીનમાં જે અફવા છપાણી તે મુજબ ડાયરેક્ટરે તમને કહ્યું કે તમે બંને એક રાત સાથે કેમ નથી વિતાવતા. તમે એકબીજાને જ્યારે સારી રીતે જાણી લેશો ત્યારે આ ફિલ્મ શૂટ કરીશ.

મેગેઝીનના એડિટરને શાહરુખ ખાને ફોન કર્યો

મેગેઝીનના એડિટરને શાહરુખ ખાને ફોન કર્યો

જેના પર જવાબ આપ્યો અને આ ઘટના વિશે જણાવ્યું. શાહરુખે કહ્યું, એ સમયે સોશઇયલ મીડિયા જેવી કોઈ વસ્તુ નહોતી, બસ માત્ર મેગેઝીન અને આવા પ્રકારનું મીડિયા જ હતું. મને બહુ ગુસ્સો આવ્યો અને મેં તરત એડિટરને કૉલ કર્યો. મેં કહ્યું કે આ તેં લખ્યું છે. જેના પર તેણે જવાબ આપ્યો કે સાંભલો આને તમે બસ એક મજાકની જેમ સમજો. જેના પર મેં જવાબ આપ્યો કે આમાં કોઈ મજાક નથી. હું તેમની ઑફિસ ચાલ્યો ગયો અને તેની સાથે મેં ખરાબ વર્તાવ કર્યો. આગળ શાહરુખે જણાવ્યું કે તે એડિટર પર બહુ ગુસ્સે થઈ ગયો હતો અને તેમને મારવાની ધમકી પણ આપી દીધઈ હતી. શાહરુખે જણાવ્યું કે આ કારણે તેમને એક દિવસ જેલ જવું પડ્યું હતું.

એક દિવસ માટે જેલ પહોંચ્યો શાહરુખ

એક દિવસ માટે જેલ પહોંચ્યો શાહરુખ

શાહરુખે જણાવ્યું કે એક દિવસ તેઓ શૂટિંગ કરી રહ્યા હતા અને પોલીસવાળા તેમની પાસે આવ્યા અને બાજુમાં બેસી ગયા. બહુ પ્રેમથી પોલીસવાળાઓએ તેમને કહ્યું, 'અમારે તમને થોડા સવાલ પૂછવા છે.' જ્યારે શાહરુખ ખાન જેલ ગયા તો તેમને આ જગ્યા બહુ બદબૂદાર લાગી અને આના પર તેમણે પોલીસવાળાઓને અનુરોધ કર્યો કે તેમને પ્લીજ જવા દે, તેઓ આગળથી આવું કંઈ નહિ કરે. સાંજ સુધીમાં શાહરુખ જામીન પર છૂટી ગયા. જે બાદ પણ તેમણે એ એડિટરને ફોન કર્યો અને આ વખતે પણ તેમણે એડિટરને ધમકાવવાની કોશિશ કરી.

ભારતીય બનશે અમેરિકી પ્રેસિડેન્ટ

ભારતીય બનશે અમેરિકી પ્રેસિડેન્ટ

લેટરમેને શાહરુખને આ સવાલ પણ પૂછ્યો હતો કે ભારતીય અમેરિકી પ્રેસિડેન્ટ વિશે શું વિચારે છે. તો આના પર શાહરુખ ખાને પ્રેસિડેન્ટ પર વ્યંગ કરતા કહ્યું કે અમેરિકા એક સુપરપાવર દેશ છે. તમામ ભારતીય અહીં આવે છે અને થોડા વર્ષો પછી દરેક ભારતીયો એમ વિચારહતા હતા કે જે કંઈપણ છે તે બસ અમેરિકા જ છે. આની સાથે જ શાહરૂખ ખાને લેટરમેનને ચેતવણી આપતા કહ્યું કે શું ખબર આજથી ચાર-પાંચ વર્ષ બાદ અમેરિકાનો પ્રેસિડેન્ટ પણ કોઈ ભારતીય જ હોય.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X