For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોર્ટમાં આર્યન ખાનના બચાવમાં તેમના વકીલે શું-શું કહ્યુ? ફૂટબૉલવાલી વાત પણ જણાવી

આવો, તમને એ 10 પોઈન્ટ વિશે જણાવીએ, જે આર્યન ખાનના વકીલ સતીશ માનશિંદેએ કોર્ટમાં દલીલ કરી છે.

|
Google Oneindia Gujarati News

મુંબઈઃ ડ્રગ્ઝ કેસમાં ફસાયેલા શાહરુખ ખાનના દીકરા આર્યન ખાનને ગુરુવારે(7 ઓક્ટોબર) 14 દિવસની જ્યુડિસિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે. જો કે આર્યન ખાનની જામીન અરજી પર 08 ઓક્ટોબરે પણ સુનાવણી થવાની છે. આર્યન ખાનને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (એનસીબી)એ કોર્ડેલિયા ક્રૂઝ શિપ(જે મુંબઈથી ગોવા જાય છ) પર રેડ દરમિયાન 02 ઓક્ટોબરની રાતે કસ્ટડીમાં લીધા હતા અને 03 ઓક્ટોબરના રોજ ધરપકડ કરી હતી. એનસીબીનો દાવો છે કે ત્યાં એક રેવ પાર્ટી કરવામાં આવી રહી હતી. છેલ્લા અમુક દિવસોમાં એનસીબી દ્વારા પૂછપરછ અને સામનો કરાયા બાદ આર્યન ખાને ગુરુવારે(07 ઓક્ટોબર) જામીન માટે અરજી કરી હતી. પરંતુ એનસીબીએ 11 ઓક્ટોબર સુધી તેની કસ્ટડીની માંગ કરીને દાવો કર્યો કે તેમને આર્યન ખાનના ફોનમાંથી અમુક ડ્રગ્ઝ પેડલરની લિંક મળી છે. ત્યારબાદ મુંબઈ કોર્ટ આર્યન, તેના દોસ્ત અરબાઝ મર્ચન્ટ અને ફેશન ડિઝાઈનર મુનમુન ધમેચા સહિત આરોપીઓની 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધા છે.

આર્યન ખાનના વકીલ બોલ્યા - મોબાઈલમાં જે મળ્યુ તેના આધારે થઈ ધરપકડ

આર્યન ખાનના વકીલ બોલ્યા - મોબાઈલમાં જે મળ્યુ તેના આધારે થઈ ધરપકડ

કોર્ટમાં સુનાવણી દરમિયાન આર્યન અને તેના વકીલે પોતાની જામીન અરજીમાં ઘણા મુદ્દાઓ ઉઠાવ્યા છે. આવો, તમને એ 10 પોઈન્ટ વિશે જણાવીએ,જે આર્યન ખાનના વકીલ સતીશ માનશિંદેએ કોર્ટમાં દલીલ કરી છે.
1. આર્યનના વકીલે કહ્યુ, 'વાતચીત કે પૂછપરછના આધારે કસ્ટડીમાં ન રાખી શકાય.'
2. આર્યનના વકીલે કહ્યુ, 'મારી(આર્યન) અને પ્રતીક બાબા વચ્ચે વાતચીત થઈ હતી. પરંતુ આ કોઈ પણ રેવ પાર્ટી વિશે નહોતી.' એનસીબી એક રેવ પાર્ટીની તપાસ કરી રહ્યુ છે.
3. આર્યનના વકીલે કહ્યુ, 'મારે(આર્યન) આયોજકો સાથે કોઈ સંબંધ નથી. અરબાઝ મર્ચન્ટ(વેપારી) એક દોસ્ત છે પરંતુ હું તેની ગતિવિધિઓ સાથે જોડાયેલો નથી.'
4. આર્યનના વકીલે કહ્યુ, 'માર(આર્યન) મોબાઈલમાં જે મળ્યુ, તેના આધારે તેમણે મારી ધરપકડ કરી લીધી છે.'

'NCBએ 2 દિવસથી આર્યન ખાનની પૂછપરછ કરી નથી'

'NCBએ 2 દિવસથી આર્યન ખાનની પૂછપરછ કરી નથી'

5. આર્યનના વકીલે કહ્યુ, 'કસ્ટડીમાં લઈને પૂછપરછ કરવાની શું જરૂર છે? તે ક્યારેય પણ આર્યનને બોલાવી શકે છે અને તેમની પૂછપરછ કરી શકે છે.'
6. આર્યનના વકીલે કહ્યુ, 'ન્યાયિક કસ્ટડીમાં રાખવામાં આવેલા લોકોની જરુરત પડવા પર આમનો-સામનો પણ કરવામાં આવી શકે છે.'
7. આર્યનના વકીલે કહ્યુ, 'જ્યાં સુધી મારે(આર્યન) સંબંધ છે, કંઈ પણ કરવામાં આવ્યુ નહોતુ.'
8. આર્યનના વકીલે કહ્યુ, 'તેમણે(એનસીબી)એ બે રાતોતી મારા આર્યન સાથે કોઈ પૂછપરછ કરી નથી. મને એનસીબીથી કોઈ ફરિયાદ નથી. હું તેમની સાથે સહયોગ કેમ નહિ કરુ?'

'અચિત કુમાર સાથે ચેટ ફૂટબૉલ વિશે છે'

'અચિત કુમાર સાથે ચેટ ફૂટબૉલ વિશે છે'

9. આર્યનના વકીલે કહ્યુ, 'કાલે, જ્યારે એનસીબીએ અચિત કુમારની ધરપકડ કરવામાં આવી ત્યારે તે આર્યન ખાન અને અરબાઝ મર્ચન્ટ સાથે બેસાડીને તેમનો સામનો કરાવી શકતા હતા. એનસીબી સારી રીતે સુસજ્જિત છે, તેમની પાસે 100થી વધુ અધિકારી છે પરંતુ તેમણે આવુ ન કર્યુ.'
10. આર્યનના વકીલે કહ્યુ, 'એનસીબીને ચેટ ડાઉનલોડ કરવામાં કેટલો સમય લાગે છે? છત પરથી ટમટૉમિંગ આને ષડયંત્ર નથી બનાવતુ. અચિત કુમાર સાથે ચેટ ફૂટબૉલ વિશે છે અને ફૂટબૉલમાં કોઈ ડ્રગ્ઝ નથી.'

English summary
Shah Rukh Khan son made in his bail plea 10 arguments in court
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X