બુર્જ ખલીફા પર છવાયા શાહરૂખ ખાન, સોશિયલ મીડિયા પર તસવીરો વાયરલ
બોલિવૂડના કિંગ ખાન શાહરૂખ ખાનની ફેન ફોલોઈંગ માત્ર ભારતમાં જ નથી પરંતુ વિશ્વભરમાં છે. શાહરૂખને સૌથી લોકપ્રિય સ્ટાર કહેવામાં આવે છે. શાહરૂખ ખાન દુબઇ ટુરીઝમનો બ્રાંડ એમ્બેસેડર પણ છે. આ જ કારણ છે કે તે ઘણીવાર બુર્જ ખલીફા પર
બોલિવૂડના કિંગ ખાન શાહરૂખ ખાનની ફેન ફોલોઈંગ માત્ર ભારતમાં જ નથી પરંતુ વિશ્વભરમાં છે. શાહરૂખને સૌથી લોકપ્રિય સ્ટાર કહેવામાં આવે છે. શાહરૂખ ખાન દુબઇ ટુરીઝમનો બ્રાંડ એમ્બેસેડર પણ છે. આ જ કારણ છે કે તે ઘણીવાર બુર્જ ખલીફા પર જોવા મળે છે. શાહરૂખ ખાન બુધવારે ફરી એકવાર વિશ્વની સૌથી ઉંચી ઈમારત બુર્જ ખલીફાના સ્ક્રીન પર દેખાયો છે. ત્યારપછી તેની આ તસવીર સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે.

આ ઇવેન્ટમાં UAE માં સૌથી મોટા હેલ્થકેર સર્વિસમાંના એક દ્વારા યોજાયેલ બ્રાન્ડ કેમ્પેઇનની શરૂઆત કરવામાં આવી હતી. શાહરૂખ ખાન એ સમૂહનો ચહેરો છે જેની UAE અને ઓમાનમાં 39 હોસ્પિટલો અને મેડિકલ સેન્ટર છે.
આ ઈવેન્ટમાં શાહરૂખ ખાનના UAE સાથેના મજબૂત સંબંધો પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો. એક ચાહકે ટ્વિટર પર લખ્યું, બુર્જ ખલીફાના મ્યુઝિકલ ફાઉન્ટેન પર શાહરૂખની જાહેરાત સાથે સ્ક્રીનને પ્રકાશિત કરતા પહેલા તેમની 'ઓમ શાંતિ ઓમ'ની ધુન વગાડાઇ હતી.
આ ઇવેન્ટના વીડિયો અને ફોટાઓ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યાં છે. શાહરૂખ ખાન હાલમાં તેના ઘણા પ્રોજેક્ટ્સમાં વ્યસ્ત છે અને તેની અપકમિંગ ફિલ્મની યાદીમાં જવાન, પઠાણ અને રાજકુમાર હિરાનીની ફિલ્મ ડંકીનો સમાવેશ થાય છે. ચાહકો લાંબા સમયથી આ ફિલ્મોની રાહ જોઈ રહ્યા છે.
King @iamsrk on the world's tallest building Burj Khalifa, as brand ambassador for the Burjeel group.
— BRIJWA SRK FAN (@BrijwaSRKman) September 28, 2022
King ❤️🙏pic.twitter.com/HoSY3skPip
-
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
કચ્છમાં કરા સાથે વરસાદ, ખેડૂતોને મોટુ નુકસાન -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતમાં માવઠાનો વધુ એક રાઉન્ડ આવશે, 28 એપ્રિલથી વાતાવરણમાં પલટાની આગાહી -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
