મુંબઈ પોલિસે અટકાવી શાહરુખ ખાનની લેટનાઈટ પાર્ટી, જાણો કેમ?

મુંબઈના એક ક્લબમાં શુક્રવારે રાતે જન્મદિવસ મનાવી રહેલા શાહરુખ ખાનની પાર્ટીને મુંબઈ પોલિસે આવીને અટકાવી દીધી.

બોલિવુડના કિંગ ખાન શાહરુખે શુક્રવારે પોતાનો 53મો જન્મદિવસ મનાવ્યો. શાહરુખે પોતાના જન્મદિવસ પર બપોરે કેટરીના કૈફ અને અનુષ્કા શર્મા સાથે આવનારી ફિલ્મ 'ઝીરો' નું ટ્રેલર લોન્ચ કર્યુ. વળી, સાંજે તેમણે દોસ્તો સાથે પાર્ટી કરી. જો કે તેમની પાર્ટી થોડી વધુ ધમાકેદાર થઈ ગઈ અને મુંબઈ પોલિસને આવીને તેમને રોકવા પડ્યા. મુંબઈના એક ક્લબમાં શુક્રવારે રાતે જન્મદિવસ મનાવી રહેલા શાહરુખ ખાનની પાર્ટીને મુંબઈ પોલિસે આવીને અટકાવી દીધી.

દોસ્તો સાથે શાહરુખે મોડી રાત સુધી કરી પાર્ટી

દોસ્તો સાથે શાહરુખે મોડી રાત સુધી કરી પાર્ટી

‘ઝીરો' નું ટ્રેલર લોન્ચ કર્યા બાદ શાહરુખ રાતે પોતાના ખાસ મિત્રો સાથે પાર્ટી કરવા પહોંચ્યા. શાહરુખ બાંદ્રાના પૉશ નાઈટક્લબ ‘અર્થ' માં પાર્ટી કરી રહ્યા હતા. સામાન્ય રીતે ક્લબ કે રેસ્ટોરન્ટ રાતે 1 વાગ્યા સુધી બંધ થઈ જાય છે પરંતુ શાહરુખની પાર્ટી રાતે 3 વાગ્યા સુધી ચાલતી રહી. પાર્ટી મોડી રાત સુધી ચાલતી રહી એટલુ જ નહિ પરંતુ તેમાં લાઉડ મ્યુઝિક પણ ચાલી રહ્યુ હતુ. જ્યારે પાર્ટી 3 વાગ્યા સુધી પણ ચાલતી રહી તો મુંબઈ પોલિસને ત્યાં આવવુ પડ્યુ.

મુંબઈ પોલિસે આવીને બંધ કરાવી પાર્ટી

મુંબઈ પોલિસે આવીને બંધ કરાવી પાર્ટી

મુંબઈ પોલિસે ક્લબની અંદર જઈને મ્યુઝિક અને પાર્ટી બંધ કરાવી. તેની થોડી વાર પછી શાહરુખ ડાયરેક્ટર આનંદ એલ રાય સાથે ક્લબમાંથી નીકળતા દેખાયા. તેમની સાથે અમુક પોલિસ કર્મીઓ પણ હતા. કહેવાય છે કે પાર્ટીમાંથી ઘણા સ્ટાર્સ રાતે 1 વાગ્યા પહેલા જ નીકળી ચૂક્યા હતા પરંતુ શાહરુખની પ્રાઈવેટ પાર્ટી માટે ક્લબમાં બાકીની જગ્યા ખાલી કરાવવામાં આવી જે રાતે 3 વાગ્યા સુધી ચાલી. પાર્ટીમાં બોસ્કો-સીઝર, સ્વરા ભાસ્કર જેવા સ્ટાર્સ પણ પહોંચ્યા હતા.

રિલીઝ થતા જ હિટ થયુ ‘ઝીરો' નું ટ્રેલર, જુઓ

રિલીઝ થતા જ હિટ થયુ ‘ઝીરો' નું ટ્રેલર, જુઓ

પોતાના જન્મદિવસ પર શાહરુખ ખાને આવનારી ફિલ્મ ‘ઝીરો' નું ટ્રેલર લોન્ચ કર્યુ. ટ્રેલર મોટાપાયે મુંબઈમાં લોન્ચ કરવામાં આવ્યુ. આ પ્રસંગે ફિલ્મની સમગ્ર સ્ટારકાસ્ટ, શાહરુખ, અનુષ્કા, કેટરીના ઉપરાંત ડાયરેક્ટર આનંદ એલ રાય પણ હાજર હતા. આ ફિલ્મમાં શાહરુખે એક ઠીંગણાની ભૂમિકા નિભાવી છે. 200 કરોડના બજેટમાં બનેલી આ ફિલ્મ 21 ડિસેમ્બરે રિલીઝ થશે. ટ્રેલરની વાત કરીએ તો આને રિલીઝ થયાને હજુ 24 કલાક પણ નથી થયા અને તેના પર 2 કરોડથી વધુ વ્યુઝ આવી ચૂક્યા છે. ટ્રેલરમાં ભારતમાં નંબર 1 પર ટ્રેન્ડ કરી રહ્યુ છે. જુઓ તમે પણ શાહરુખનો આ અલગ અંદાજ -

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X