પદ્માવતી: ફિલ્મ અંગેનો વિવાદ અને શાહિદ કપૂરનો મોટો ખુલાસો

Written By:
Subscribe to Oneindia News

સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ 'પદ્માવતી'એ થોડા સમય પહેલાં ખૂબ ચર્ચા જગાવી હતી. શરૂઆતમાં જ આ ફિલ્મને એટલી કોન્ટ્રોવર્સિનો સામનો કરવો પડ્યો હતો કે, ફિલ્મના સ્ટાર્સ અને ડાયરેક્ટર ત્રાહિમામ પોકારી ગયા હતા. જયપુરમાં સંજય લીલા ભણસાલી સાથે કેટાલક લોકોએ મારપીટ કરી હતી, ત્યાર બાદ કોલ્હાપુરમાં અજાણ્યા લોકો દ્વારા ફિલ્મનો સેટ બાળી નાંખવામાં આવ્યો હતો. ત્યાર બાદ પણ નાના-મોટા સ્તરે ફિલ્મ અંગે વિવાદો ચાલુ રહ્યા હતા. આ ફિલ્મમાં રણવીર સિંહ, દીપિકા પાદુકોણ અને શાહિદ કપૂર મુખ્ય પાત્રોમાં જોવા મળનાર છે. હાલમાં જ એક ઇવેન્ટમાં શાહિદ કપૂરે આ ફિલ્મ અંગે વાત કરી હતી.

'પદ્માવતી' અંગે શાહિદ

'પદ્માવતી' અંગે શાહિદ

આ ફિલ્મ અંગે વાત કરતાં શાહિદ કપૂરે કહ્યું હતું કે, મને ખબર છે ત્યાં સુધી મેં અત્યાર સુધીમાં આ ફિલ્મ માટે કોઇ એવો સિન નથી આપ્યો, જે બદલી કાઢવામાં આવ્યો હોય. મને લાગે છે કે, લોકોએ ફિલ્મ અંગે પહેલેથી જ પૂર્વધારણા બાંધી લીધી છે અને આથી જ લોકો આવી સંભાવના પર વ્યક્ત કરી રહ્યાં છે.' આ ફિલ્મમાં શાહિદ રાજા રવલ રતન સિંહનું પાત્ર ભજવી રહ્યાં છે.

પદ્માવતી અને અલાઉદ્દીન ખીલજી

પદ્માવતી અને અલાઉદ્દીન ખીલજી

આ ફિલ્મ અંગે સફાઇ આપવામાં આવી છે તથા આ ફિલ્મમાં અલાઉદ્દીન ખીલજી અને પદ્માવતીના પાત્ર વચ્ચે એવો કોઇ સિન નથી, જેવું લોકો વિચારી રહ્યાં છે. આ ખરેખર એક અત્યંત સુંદર ફિલ્મ છે, આ ફિલ્મ લોકોને ખૂબ પસંદ પડશે.' અલાઉદ્દીન ખીલજીના પાત્રમાં રણવીર સિંહ અને પદ્માવતીના પાત્રમાં દીપિકા પાદુકોણ જોવા મળશે.

કામ કરવાની મજા પડી

કામ કરવાની મજા પડી

ફિલ્મમાં કામ કરવાનો પોતાનો અનુભવ વર્ણવતાં શાહિદે કહ્યું કે, 'મારો રાજપૂત રાજાનો રોલ છે અને મને પૂરી આશા છે કે, લોકો મને આ પાત્રમાં પસંદ કરશે. સંજય લીલા ભણસાલી સાથે કામ કરવાની મને ખૂબ મજા પડી. એવા વ્યક્તિ, જેના કામને તમે વર્ષોથી વખાણી રહ્યાં હોવ, તેની સાથે કામ કરવાની મજા જ કંઇક અલગ હોય છે.'

રણવીર-દીપિકાનું બ્રેકઅપ

રણવીર-દીપિકાનું બ્રેકઅપ

આ ફિલ્મમાં ઐતિહાસિક પાત્રો અને તેને દર્શાવવાની રીત અંગે વિવાદ થયો હતો, જે હવે ઘણા અંશે શાંત થઇ ગયો છે. પરંતુ સાથે જ રણવીર સિંહ અને દીપિકા પાદુકોણના બ્રેકઅપની ખબરો પણ આવી રહી છે. થોડા સમય પહેલાં જ જાણવા મળ્યું હતું કે, રણવીર-દીપિકાએ ખરેખર બ્રેકઅપ કરી લીધું છે અને રણવીર અન્ય યુવતીને ડેટ પણ કરવા માંડ્યો છે. 'પદ્માવતી' ફિલ્મ પર આની શું અસર પડે છે, એ જોવાનું રહે છે.

English summary
Shahid Kapoor opens up about the misconceptions about Padmavati and said people have got it all wrong as the film has not distorted facts and history.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.